ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ધવલ પટેલનો જનસંપર્ક, પહેલીવાર દેખાયા સાંસદ કે સી પટેલ - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024

વલસાડ લોકસભા બેઠક પર હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરેક પાર્ટીના ઉમેદવાર મતદારોને રિઝવવા માટે ગામેગામ સંપર્ક કરી રહ્યા છે. ત્યારે ભાજપ ઉમેદવાર ધવલ પટેલને 5 લાખ કરતા વધુ લીડ સાથે વિજેતા બનાવવા કમર કસાઇ છે. દરેક જિલ્લા પંચાયત બેઠક ઉપર જનસંપર્ક કાર્યક્રમનું આયોજન થઇ રહ્યું છે જેમાં આજે નામ જાહેર થયાના ઘણા દિવસો બાદ ધવલ પટેલના કાર્યક્રમમાં સાંસદ ડો. કે સી પટેલે હાજરી આપી હતી.

વલસાડ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ધવલ પટેલનો જનસંપર્ક, પહેલીવાર દેખાયા સાંસદ કે સી પટેલ
વલસાડ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ધવલ પટેલનો જનસંપર્ક, પહેલીવાર દેખાયા સાંસદ કે સી પટેલ

By ETV Bharat Gujarati Team

Published : Apr 3, 2024, 7:16 PM IST

ચૂંટણીનો માહોલ જામ્યો

વલસાડ : વલસાડ જિલ્લામાં ભાજપ ઉમેદવાર ધવલ પટેલને લાખોની સરસાઇથી જીતાડવા જિ દરેકલ્લા પંચાયત બેઠક ઉપર જનસંપર્ક કાર્યક્રમનું આયોજન થઇ રહ્યું છે. જેમાં આજે નામ જાહેર થયાના ઘણા દિવસો બાદ ધવલ પટેલના કાર્યક્રમમાં સંસદ ડો. કે સી પટેલે હાજરી આપી હતી.પ્રચાર સમયે સૂત્ર લડેંગે જીતેન્ગે ઉચ્ચારી ફિર ક્યા કરેંગે જેવા વાક્યો ઉચ્ચારતા એક સમયે રમુજ ફેલાઈ હતી. તેમણે એમ પણ કહ્યું કે ભાજપ સરકાર દ્વારા વિશેષ રોડ રસ્તા અને નળ સે જળ જેવા અનેક પ્રોજેક્ટ લોકોના લાભાર્થે મુક્યા છે એ પછી ગરીબ માટે આયુષ્માન ભારત યોજના હોય કે વન બંધુ કલ્યાણ યોજના હોય કે માતા બહેનો માટે ઉજ્જવલા યોજના કોઈ ને કોઈ યોજના થકી લોકોને સરકાર મદદરૂપ થઇ છે. ત્યારે આ ચૂંટણી લોકસભાની નહીં પરંતુ નરેન્દ્ર મોદીની છે જેને જોઇને પણ લોકો સહયોગ કરશે.

વડાપ્રધાનને સહયોગ કરવા વિનંતી : ધવલ પટેલે કહ્યું હું તમારો દીકરો છું ભાઈ છું વાંસદાના વતની ધવલ પટેલે આજે અંબાચ તાલુકા પંચાયાત બેઠક ઉપર સંપર્ક કાર્યક્રમ દરમ્યાન લોકો સમક્ષ કહ્યું કે હું પણ ધોડિયા પટેલ જ છું. તમારામાંથી જ છું. આ ચુંટણી મારી નથી. હું તમારો દીકરો છું તમારો ભાઈ છું મને નહીં પરંતુ વડાપ્રધાનને સહયોગ કરો. જેથી આગામી દિવસોમાં ભારત વિશ્વ ગુરુ બને અને વિશ્વમાં આજે જે ભારતનું સ્થાન 1થી 10માં છે તેવધી ને 1થી 3માં લાવી શકાય.

ડો. કે સી પટેલે તેમના સમયમાં કરેલા કામો ગણાવ્યાં : આજે પ્રથમ વાર ધવલ પટેલના જનસંપર્ક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા સાંસદ ડો. કે સી પટેલે જણાવ્યું કે તેમના સમયમાં તેમણે અનેક વિકાસકાર્યો કર્યા હતાં. ભૂતકાળમાં વિવિધ જિલ્લા પંચાયતની બેઠક ઉપર અનેક ગામો એવા હતાં જ્યાં કોંગ્રેસના ગઢ હતાં. જ્યાં આજે ભાજપ છે, તેમણે મોબાઈલ ટાવર અને ઓવર બ્રીજ ભાજપના શાસનમાં બન્યા હોવાની વાત કરી હતી.આમ આજે ગોયમાં જિલ્લા પંચાયત બેઠક ઉપર આવતા વિવિધ ગામોમાં આજે ભાજપના ઉમેદવાર જનસંપર્ક સાધી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર પણ વાંસદા ધરમપુર અને કપરાડા ક્ષેત્રમાં જન સંપર્ક આરંભી દીધો છે ત્યારે બંને વિજયી થવાના દાવા કરી રહ્યા છે.

  1. Loksabha Election 2024 : ભાજપ ઉમેદવારે વલસાડના જમાઈ હોવાની જાહેર મંચ ઉપરથી ઓળખ આપી, કોંગ્રેસ ઉમેદવારે લીધી ચુટકી
  2. Valsad Lok Sabha Seat: વલસાડ બેઠક પર યુવા આદિવાસી નેતાઓ મેદાને, કોંગ્રેસના અનંત પટેલ અને ભાજપના ધવલ પટેલ વચ્ચે ટક્કર

ABOUT THE AUTHOR

...view details