ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતના સ્થાપના દિને વડાપ્રધાન રાજ્યની 2 દિવસીય મુલાકાતે, 14 લોકસભા બેઠક પર પ્રચારનું 'વાવાઝોડું' ફુંકાશે - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024

સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે. ગુજરાતમાં મુખ્ય રાજકીય પક્ષોના અને અપક્ષ ઉમેદવારો પણ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાન ખુદ ગુજરાત સ્થાપના દિને ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમનો 2 દિવસીય પ્રચાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Loksabha Election 2024 PM Narendra Modi Gujarat Visit

14 લોકસભા બેઠક પર પ્રચારનું 'વાવાઝોડું' ફુંકાશે
14 લોકસભા બેઠક પર પ્રચારનું 'વાવાઝોડું' ફુંકાશે

By ETV Bharat Gujarati Team

Published : Apr 24, 2024, 9:01 PM IST

અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ગુજરાતની 26 લોકસભા બેઠક પર 3જા તબક્કામાં 7 મેના રોજ મતદાન થવાનું છે. અત્યારે તમામ રાજકીય પક્ષો, ઉમેદવારો, નેતાઓ, આગેવાનો અને કાર્યકરો પ્રચારમાં ડૂબેલા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં પ્રચારાર્થે આવી રહ્યા છે. તેમનો 2 દિવસીય ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે.

14 લોકસભા બેઠક પર પ્રચારઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના સ્થાપના દિન 1 મેના રોજ લોકસભા ચૂંટણીનો પ્રચાર શરુ કરશે. તેમના 2 દિવસીય પ્રચાર કાર્યક્રમમાં તેઓ કુલ 14 લોકસભા બેઠકને આવરી લેશે. જેમાં અમદાવાદ પૂર્વ, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અને જામનગર લોકસભા બેઠકને આવરી લેશે. વડાપ્રધાન મોદી કુલ 6 જંગી ચૂંટણીસભાને સંબોધશે. આ 2 દિવસીય પ્રચાર કાર્યક્રમ બાદ વડાપ્રધાન 7 મેના રોજ મત આપવા માટે ફરીથી ગુજરાત આવશે.

કયા ઉમેદવારોને લાભ થશે?: વડાપ્રધાન મોદી ખુદ જે ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરે તેની તરફેણમાં મતદાન થવાની શક્યતાઓ અનેકગણી વધી જાય છે. વડાપ્રધાન મોદીના પ્રચારનો લાભ જે ઉમેદવારોને મળવાનો છે તેમાં સૌથી પહેલા તો ઉલ્લેખ કરવો રહ્યો પરષોત્તમ રુપાલાનો. ત્યારબાદ દેવુસિંહ ચૌહાણ, ચંદુભાઈ શિહોરા, નીમુબેન બાંભણિયા, રાજેશ ચુડાસમા, મનસુખ માંડવિયા, ભરત સુતરિયા, પૂનમ માડમ, રેખાબેન ચૌધરી, ભરતસિંહ ડાભી, શોભના બારૈયા, હરી પટેલ, હસમુખ પટેલ, મિતેશ પટેલનો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદી આ 2 દિવસ દરમિયાન કુલ 14 લોકસભા બેઠક વિસ્તારમાં કુલ 6 જંગી ચૂંટણીસભાને સંબોધશે. અત્યંત વ્યસ્ત એવા 2 દિવસીય પ્રચાર કાર્યક્રમ બાદ વડાપ્રધાન 7 મેના રોજ મત આપવા માટે ફરીથી ગુજરાત આવશે.

  1. પીએમ મોદીની અલીગઢમાં સભા, 40 મિનિટ સુધી જનસભાને સંબોધશે કુલ 1 કલાક 5 મિનિટ હાજર રહેશે - LOK SABHA ELECTION 2024
  2. કોંગ્રેસ સત્તામાં આવશે તો દેશને મોટું નુકસાન થશે, ઘુષણખોરેને વહેંચી દેશે સંપત્તિ: PM મોદી - Lok Sabha Election 2024

ABOUT THE AUTHOR

...view details