ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જામનગરઃ પુરૂષોત્તમ રૂપાલા 16મી એપ્રિલે રોજકોટથી ઉમ્મેદવારી નોંધાવશેનાં ઔપચારિક સમાચાર પક્ષ તરફથી વહેતા થતાની સાથે જ સોમવારે જામનગર જીલ્લાનાં ધ્રોલ તાલુકા ખાતે યોજાયેલી ક્ષત્રિય સમાજની રેલીમાં જાણે એ રોષ હવે ભારતીય જનતા પક્ષ તરફ દોરાઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત પ્રાંત અધિકારીને આવેદન અપાયુંઃ આ મહારેલીમાં ક્ષત્રિય મહિલાઓ, પુરુષો અને બાળકો પણ જોડાયા હતા જેમાં જય ભવાની તેમજ રૂપાલા હાય હાય અને કમળ કા ફૂલ હમારી ભૂલનાં નારાઓ ગૂંજ્યા હતા. આ રેલી ધ્રોલનાં વિસ્તારોમાંથી નીકળી અને ધ્રોલ પ્રાંત અધિકારીની કચેરીએ સંપન્ન થઈ હતી ત્યારબાદ ક્ષત્રિય સમાજની આ રેલીની આગેવાની કરતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને ભારતીય જનતા પક્ષનાં જામનગરનાં ધારાસભ્યરીવાબા જાડેજાનાં નંણદ નયનાબા જાડેજા જોવા મળ્યા હતા અને આ ક્ષત્રિય સમાજની મહિલાઓ અને અગ્રણીઓએ ધ્રોલ પ્રાંત અધિકારીને પુરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા આવેદનપત્ર પણ આપ્યું હતું.
ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત રાજકોટમાં વડાપ્રધાન સાથે રુપાલાના હોર્ડિંગઃબીજી તરફ રાજકોટ શહેરમાં ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે લાગેલા પુરૂષોત્તમ રૂપાલાનાં હોર્ડિંગ જેમાં પંચલાઈન, "રાજકોટ છે મક્કમ, રૂપાલા સાથે અડીખમ" જોતાની સાથે જ રૂપાલાની ટિકિટ રદ થવાની સંભાવના હવે નહિવત લાગતા, ક્ષત્રિય સમાજનો આ વિરોધ હવે ઉગ્ર બન્યો છે અને ધ્રોલ ખાતે યોજાયેલી આ રેલીમાં ભારતીય જનતા પક્ષનાં ચૂંટણી ચિહ્નન કમળનાં ફૂલ પર લાલ ચોકડી સાથે "નો વોટ, નો સપોર્ટ" જેવા સ્લોગન પણ જોવા મળ્યા હતા.
અસંતુષ્ટોને પક્ષ શિક્ષા કરી શકે છેઃ પક્ષનું મોવડી મંડળ દ્વિધામાં છે કારણ કે આધારભૂત સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે અને ઈન્ટેલિજેન્સ બ્યુરોએ એકઠી કરેલી માહિતી મુજબ આ વિરોધ ઈન્જીનિયર્ડ વિરોધ હોવાનાં અનેકો-અનેક અહેવાલો મીડિયામાં વહેતા થયા છે, ત્યારે રૂપાલા વિરોધનાં આ જુવાળને ભારતીય જનતા પક્ષમાં રહેલા અસંતુષ્ટો દ્વારા કરવામાં આવેલું કારસ્તાન તરીકે જોવાતા, આવનારા દિવસોમાં ભારતીય જનતા પક્ષ આવા ખટસ્વાદિયા તત્વો સામે ક્યા પ્રકારનાં શિક્ષાત્મક પગલાં ભરશે તે મુદ્દે સહુ રાજકીય વિશ્લેષકોની નજર છે.
- શું રુપાલાને બદલાશે ? રુપાલાએ કહ્યું : મોહન કુંડારિયા ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે - Parshottam Rupala
- Loksabha Election 2024: પરસોત્તમ રુપાલા રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર, રાજકોટના સ્થાનિક જૂથવાદને ડામવા ભાજપનો માસ્ટર સ્ટ્રોક