કચ્છઃ સરહદી જિલ્લો કચ્છ ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો છે. તેમજ ક્ષેત્રફળની દ્રષ્ટિએ કચ્છ જિલ્લો ભારત દેશનો સૌથી મોટો જિલ્લો છે. જેનું કુલ ક્ષેત્રફળ 45,674 વર્ગ કિમી છે. કચ્છ જિલ્લાની વસ્તી 26,11,305 છે. આ વર્ષે લોકસભાની સામાન્ય ચુંટણીમાં કચ્છ જિલ્લાની 6 વિધાનસભા બેઠક પર નોંધાયેલા કુલ 16,45,364 જેટલા મતદારો મતદાન કરશે.
1952માં પ્રથમ લોકસભાની ચૂંટણીઃ કચ્છમાં પહેલી વખત વર્ષ 1952માં લોકસભા સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગુલાબશંકર અમૃતલાલ ધોળકિયા આ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ બેઠક સૌથી મોટી લોકસભા અને ગુજરાતની 26 બેઠક પૈકીની પ્રથમ ક્રમની છે. વર્ષ 1996થી કચ્છ લોકસભા બેઠક ભાજપ જીતી રહી છે. આ બેઠક પર છેલ્લાં બે ટર્મથી સાંસદ તરીકે ભાજપના વિનોદ ચાવડા ચૂંટાઈ રહ્યા છે.
1,64,115 કુલ નવા મતદારોઃ આ વર્ષે કચ્છની 6 વિધાનસભા બેઠકો કુલ 16,45,364 જેટલા મતદારોએ મતદાન કર્યુ હતું. ગત ટર્મમાં કચ્છ જિલ્લાની 6 વિધાનસભા બેઠકો પર 14,81,249 મતદારો નોંધાયા હતા. આ પરથી ખ્યાલ આવે છે કે વર્ષ 2019ની સરખામણીએ વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં કુલ 1,64,115 નવા મતદારો મતદાન કરશે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી સમયે કચ્છની વસતી 24,51,003 હતી. તે મુજબ 60.43 ટકા મતદારો હતા. જ્યારે વર્ષ 2024ની લોકસભા ચૂંટણી સમયે 26,11,305 વસતીની સરખામણીએ 15,45,364 એટલે કે 63.01 ટકા મતદારો છે.
6 વિધાનસભા બેઠક પર નાગરિકોઃ