ગાંધીનગરઃ લોકસભા ચૂંટણીનું મતદાન 7મી મેના રોજ થવાનું છે ત્યારે ગુજરાતની સૌથી હાઈપ્રોફાઈલ બેઠક એવી ગાંધીનગર પર સૌ કોઈની નજર છે. આજે ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી આ બેઠકનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપના અમિત શાહ, કોંગ્રેસના સોનલ પટેલ સિવાય અન્ય 12 એટલે કે કુલ 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.
ગાંધીનગર લોકસભા બેઠક પર ચિત્ર સ્પષ્ટ, અમિત શાહ સહિત કુલ 14 ઉમેદવારો વચ્ચે લડાશે ચૂંટણી જંગ - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024
રાજ્યની હાઈ પ્રોફાઈલ એવી ગાંધીનગર બેઠક પર આજે ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાને લીધે સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. 7મી મેના રોજ અમિત શાહ સહિત કુલ 14 ઉમેદવારો વચ્ચે લડાશે ચૂંટણી જંગ. કોંગ્રેસે આ બેઠક પર અમિત શાહની હરિફાઈમાં સોનલ પટેલને તક આપી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Loksabha Election 2024 Gandhinagar Seat BJP Amit Shah Congress Sonal Patel 14 Candidates
Published : Apr 22, 2024, 6:43 PM IST
અમિત શાહને કોણ કોણ આપશે ટક્કર?: ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપે અમિત શાહને જ્યારે કોંગ્રેસે સોનલ પટેલને મેદાને ઉતાર્યા છે. જો અમિત શાહ સાથે ટક્કરની વાત કરવામાં આવે તો આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સિવાય બહુજન સમાજ પાર્ટીમાંથી મોહમ્મદ અનશી દેસાઈ, ઈન્સાનિયત પાર્ટીમાંથી ઠાકોર જીતેન્દ્રસિંહ, પ્રજાતંત્ર આધાર પાર્ટીના મૌર્ય સુમિત્રા દેવનારાયણ, રાઈટ ટુ રીકોલ પાર્ટીના રાહુલ મહેતા અને અપક્ષમાંથી કુલ 8 ઉમેદવારોનો સમાવેશ થયા છે.
ગુજરાતની હાઈ પ્રોફાઈલ લોકસભા બેઠકઃ ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, વેજલપુર, ઘાટલોડિયા, નારણપુરા, અને સાબરમતી વિધાનસભા બેઠકનો ગાંધીનગર લોકસભામાં સમાવેશ થાય છે. આજે ગાંધીનગર સંસદીય મત વિસ્તારનામાં ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોનુ ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં ફોર્મ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં કુલ 14 ઉમેદવારોના ફોર્મ માન્ય કરાતા ગુજરાતની સૌથી હાઈપ્રોફાઈલ બેઠક એવી ગાંધીનગર બેઠકનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપના અમિત શાહ, કોંગ્રેસના સોનલ પટેલ સિવાય અન્ય 12 એટલે કે કુલ 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.