ગુજરાત

gujarat

ETV Bharat / state

દીવ દમણ લોકસભા બેઠકના કોંગ્રેસી ઉમેદવારે કહ્યું 'ભાજપના લાલુ પટેલ બુટલેગર' - Loksabha Election 2024

લોકસભા ચૂંટણી 2024ના દીવ દમણ લોકસભા બેઠકના કોંગ્રેસી ઉમેદવાર કેતન પટેલે મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. આ કાર્યક્રમમાં કેતન પટેલે ભાજપના ઉમેદવાર લાલુ પટેલ અને તેમના પરિવાર પર દારુના વેપાર કરવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. Loksabha Election 2024 Diu Daman Seat Congress Ketan Patel Allegation BJP Lalu Patel

By ETV Bharat Gujarati Team

Published : May 3, 2024, 7:35 PM IST

ભાજપના લાલુ પટેલ બુટલેગર હોવાનો આક્ષેપ કર્યો
ભાજપના લાલુ પટેલ બુટલેગર હોવાનો આક્ષેપ કર્યો (Etv Bharat Gujarat)

ભાજપના લાલુ પટેલ બુટલેગર હોવાનો આક્ષેપ કર્યો (Etv Bharat Gujarat)

દમણ: લોકસભા ચૂંટણીનો પ્રચાર અત્યારે ચરમસીમા પર છે. રાજકીય પક્ષો અને ઉમેદવારો વિરોધીઓના એન્ટિ કેન્વાસિંગની એક પણ તક જતી કરતા નથી. આજે દીવ દમણ લોકસભા બેઠકના કોંગ્રેસી ઉમેદવાર કેતન પટેલે મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. આ દરમિયાન કેતન પટેલે ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ લાલુ પટેલ પર દારુના વેપારના ગંભીર આક્ષેપો કર્યા હતા.

ભાજપના લાલુ પટેલ બુટલેગર હોવાનો આક્ષેપ કર્યો (Etv Bharat Gujarat)

મહિને 100 કરોડનો ધંધોઃ કેતન પટેલે આક્ષેપ કર્યો હતો કે, લાલુ પટેલ ગુજરાતમાં દારૂ મોકલાવીને મહિને 100 કરોડ કમાય છે. તેના પત્ની તરુણાબેન અને પુત્ર પર ગુજરાતમાં દારૂના કેસ થયેલા છે. તેઓ ભાગેડુ છે. લાલુ પટેલ પર પણ ગુજરાતમાં દારૂના કેસ હોવાનો આક્ષેપ કેતન પટેલે કર્યો હતો.

મેનિફેસ્ટોમાં 29 મુદ્દાઓઃ કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે જે મેનિફેસ્ટો જાહેર કર્યો તેમાં હાલ 29 જેટલા મુદ્દા જાહેર કરવામાં આવ્યા છે. બાકીના જે મુદ્દાઓ છે તે આગામી દિવસમાં ડિજિટલ મેનિફેસ્ટોમાં સામેલ કરવામાં આવશે. મુખ્ય મુદ્દાઓમાં બેરોજગારી, સરકારી નોકરી, ડોમીસાઈલ માર્ક આપવા જે ભાજપે બંધ કર્યા હતા તે અપાવવા, સ્થાનિક યુવાનોને સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે સ્ટેડિયમ ઉપલબ્ધ કરાવવા હાલ આ સ્ટેડિયમ કોન્ટ્રાક્ટ બેઝ પર આવ્યા છે તે પરત લેવા વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નિઃશુલ્ક સારવાર જેવી સુવિધાઓઃ કેતન પટેલે કોંગ્રેસ મેનિફેસ્ટોના મુદ્દાઓ વર્ણવતા કહ્યું કે, સરકારી હોસ્પિટલમાં સારવારના પૈસા લેવાય છે તે બંધ કરી નિઃશુલ્ક સારવાર પૂરી પાડીશું. નગર પાલિકા પંચાયતના સભ્યો પાસેથી જે પાવર લઈ લીધા છે તે પરત અપાવીશું. સરપંચને જરૂરી સત્તાઓ અપાવીશું. હાઉસ ટેક્સ, વીજળીનું ખાનગીકરણ જેવા મુદ્દે જનતાને રાહત આપીશું. માછીમારો અને ઉદ્યોગો, ટુરિઝમ ક્ષેત્રે સંકળાયેલ સ્થાનિકોને અને પરપ્રાંતીય લોકો માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવીશું.

  1. GST ટેક્સ અને કોવિશિલ્ડ વેક્સિન મુદ્દે લલિત વસોયાએ કર્યા ભાજપ પર પ્રહાર - Lok Sabha Election 2024
  2. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીના ભાજપના ચાલ-ચલન, ચરિત્ર અને ચહેરા પર આકરા વાકપ્રહાર - Loksabha Electioin 2024

ABOUT THE AUTHOR

...view details