ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગર લોકસભા બેઠકની યુવા મહિલા મતદારો સાથે ઈટીવી ભારતની ખાસ વાતચીત, વિસ્તારોની સમસ્યા અને ઉકેલ જણાવ્યા - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024

ભાવનગર પંથકના ગામડાં અને શહેરની યુવા મહિલા મતદારોએ પોતાના વિસ્તારની સમસ્યા અને તેના ઉકેલ સંદર્ભે ઈટીવી ભારત સાથે કરી હતી ખાસ વાતચીત. વાંચો સમગ્ર સમાચાર વિગતવાર. Loksabha Election 2024 Bhavnagar Seat

ભાવનગર લોકસભા બેઠકની યુવા મહિલા મતદારો સાથે ઈટીવી ભારતની ખાસ વાતચીત
ભાવનગર લોકસભા બેઠકની યુવા મહિલા મતદારો સાથે ઈટીવી ભારતની ખાસ વાતચીત

By ETV Bharat Gujarati Team

Published : Mar 21, 2024, 3:47 PM IST

Updated : Mar 21, 2024, 5:25 PM IST

ભાવનગર લોકસભા બેઠકની યુવા મહિલા મતદારો સાથે ઈટીવી ભારતની ખાસ વાતચીત

ભાવનગરઃ લોકસભા ચૂંટણી સંદર્ભે ભાવનગર શહેર અને ગામડામાં રહેતી યુવા મહિલા મતદાર સાથે ઈટીવી ભારતે ખાસ વાતચીત કરી હતી. યુવા મહિલા મતદારોએ પોતાના વિસ્તારની પ્રાથમિક સમસ્યાઓ, શિક્ષણ, રોડ, વાહન વ્યવહાર, વ્યસન નાબૂદી અને ખેડૂત વિષયક સમસ્યાઓ વગેરે વિશે વાત કરી હતી.

પ્રાથમિક સમસ્યાઓઃ યુવા મહિલાઓએ જણાવ્યું હતું કે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી અમે જ્યારે આવતા હોઈએ ત્યારે બસની સુવિધાનો પ્રશ્નો ઉભો થાય છે. બસમાં મહિલાઓ માટે બેસવાની પણ વ્યવસ્થા નથી હોતી. તેમજ બસમાં ધૂમ્રપાન કરવામાં આવતું હોય છે જે પણ બંધ કરાવવું જોઈએ. આ ઉપરાંત રસ્તાની તકલીફો પણ હોવાનું જણાવ્યું હતું. ખાડા પડી ગયા હોય તો એમાં કપચી નાખવામાં આવે છે જેથી વાહનો સ્લીપ થવાનો ડર રહે છે.

ખેડૂત પુત્રીએ જણાવી કૃષિલક્ષી સમસ્યાઓઃ ભાવનગર જિલ્લાના ગામડામાંથી શહેરમાં આવતી ખેડૂત પુત્રીએ પોતાની વ્યથા ઠાલવી હતી કે, તેમના માતા-પિતા રાત દિવસ ખેતી કરે છે અને ડુંગળી જેવા પાક પકવે છે પરંતુ તેમને પુરૂ વળતર મળતું નથી. આમ છતાં માતા-પિતા અમને અભ્યાસ કરાવવા માટે શહેર સુધી મોકલે છે. ગામડાઓમાં મોટાભાગે ખેડૂતો અશિક્ષિત હોવાને કારણે સરકારી યોજનાઓથી અજાણ રહ્યા છે. હવેની પેઢી શિક્ષિત હોવાથી સરકારી યોજનાઓ વિશે માહિતી મળી રહી છે. જો કે સરકારી કૃષિ અને ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ ખેડૂતોને મળ્યો નથી.

શહેરમાં રખડતાં ઢોરની સમસ્યાઃ યુવા મહિલા મતદારે ઈટીવી ભારતની ખાસ વાતચીતમાં જણાવ્યું કે શહેરમાં ઢોરની સમસ્યા બહુ છે. જ્યાં જુઓ ત્યાં ઢોર રસ્તામાં ઊભા હોય જેને પગલે અકસ્માત થવાના કિસ્સાઓ બની રહ્યા છે. જે સમસ્યા દૂર થતી નથી, તો બીજી તરફ હવે શ્વાનનો ત્રાસ પણ વધી ગયો છે. જ્યારે એક મહિલા મતદારે જણાવ્યું હતું કે, આજે શિક્ષણ મોંઘુ બનતું જાય છે મધ્યમ વર્ગના લોકોને પોતાના બાળકોને શિક્ષણ આપવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. આ બાબત ઉપર પણ સરકારે વિચાર કરવો જોઈએ.

ગામડાંમાં સરકારી સુવિધાઓ પહોંચીઃ ગ્રામ્ય વિસ્તારની યુવા મહિલા મતદારે જણાવ્યું હતું કે, અમારા ગામોમાં પણ રસ્તાઓ, પાણી, શાળાઓ જેવી સરકારી સુવિધાઓ પહોંચી છે. બીજી તરફ શહેરમાં રહેતી યુવા મહિલા મતદારોએ જણાવ્યું હતું કે, પછાત વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત પછાત વિસ્તારોમાં હજૂ પણ પાણીની તંગી દૂર થતી નથી અને રસ્તાઓની પણ સમસ્યા યથાવત છે.

  1. ચૂંટણી પંચે 4 રાજ્યોના ઉચ્ચ અધિકારીઓની બદલીઓ કરી, ગુજરાતના બે અધિકારી શામેલ - Loksabha Election 2024
  2. Lok Sabha 2024: કચ્છની જનતા પરિવર્તનની લહેર કચ્છથી શરૂ કરીને INDIA ગઠબંધનની સરકારમાં રૂપાંતર કરશે તેવો પૂરેપૂરો વિશ્વાસ - નિતેશ લાલણ
Last Updated : Mar 21, 2024, 5:25 PM IST

ABOUT THE AUTHOR

...view details