ગુજરાત

gujarat

ETV Bharat / state

Loksabha Election 2024: ભાવનગર લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીની શું રહેશે સ્ટ્રેટેજી? ઉમેશ મકવાણા સાથે ETV BHARATની ખાસ વાતચીત - Congress

ભાવનગર લોકસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર ઉમેશ મકવાણાની જાહેરાત કરાઈ છે. કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરી લીધું છે. જયારે ભાજપમાં ઉમેદવારને લઈને હજૂ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. ETV BHARAT એ ઉમેશ મકવાણા સાથે ખાસ વાતચીત કરી હતી. Loksabha Election 2024 Bhavnagar Seat

ઉમેશ મકવાણા સાથે ETV BHARATની ખાસ વાતચીત
ઉમેશ મકવાણા સાથે ETV BHARATની ખાસ વાતચીત

By ETV Bharat Gujarati Team

Published : Feb 26, 2024, 8:33 PM IST

ભાવનગર લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીની શું રહેશે સ્ટ્રેટેજી?

ભાવનગરઃ આમ આદમી પાર્ટીએ ભાવનગર લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણા પર પસંદગી ઉતારી છે. આમ આદમી પાર્ટીએ લોકસભા બેઠકો પર પ્રચારનો પણ પ્રારંભ કરી દીધો છે. ETV BHARAT એ ઉમેશ મકવાણા સાથે ખાસ વાતચીત કરી હતી. આમ આદમી પાર્ટી કયા મુદ્દા લઈને મેદાનમાં ઉતરી છે અને કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તે મુદ્દે ઉમેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું.

આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર ઉમેશ મકવાણાની જાહેરાત કરાઈ છે

પ્રાથમિક પરિચયઃ આમ આદમી પાર્ટીને કોંગ્રેસે બેઠક આપી દીધી છે. આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને ઉમેદવાર તરીકે પણ જાહેર કરી દીધા છે. ઉમેશ મકવાણા વિશે પ્રાથમિક માહિતી. ઉમેશ નારાયણભાઈ મકવાણા વિહલનગર, પાંચપડા, પાળીયાદ રોડ બોટાદના રહેવાસી છે. તેમનો જન્મ 27/5/1977 ના રોજ થયો હતો. તેઓ હિન્દુ અને કોળી પટેલ જ્ઞાતિમાંથી આવે છે. તેમણે બી.એ, બી.એડ.નો અભ્યાસ કર્યો છે. યુનિવર્સિટીમાં તેઓ પ્રથમ રહ્યા હતા. અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષા જાણે છે. તેમની સામાજિક પ્રવૃત્તિઓમાં વ્યસનમુક્તિ અભિયાન, માનવસેવા રથ, વિવેકાનંદ જન્મ જયંતી ઉજવણી અને વિદ્યાર્થી જાગૃતિ અભિયાન વગેરેનો સમાવેશ થાય છે.

આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર ઉમેશ મકવાણાની જાહેરાત કરાઈ છે

રાજકીય સફર: ઉમેશ મકવાણાની રાજકીય સફર વર્ષ 2020થી શરુ થઈ હતી. બોટાદ લોકસભાના તેઓ 2020થી 2023 સુધી આમ આદમી પાર્ટીના ઇન્ચાર્જ રહ્યા હતા. 2023થી આજ દિન સુધી તેઓ રાષ્ટ્રીય સંયુક્ત મહા સચિવ છે. તેઓ 2022થી બોટાદના ધારાસભ્ય રહ્યા છે. કેટલીક મૌખિક બાબતો ઉમેશ મકવાણાના મુખેથી જ સાંભળવા મળી હતી. ઉમેશ મકવાણા આમ તો 1998થી રાજકારણમાં એક્ટિવ હતા. તેઓ વર્તમાન સાંસદ ભારતીબેન શિયાળના પીએ તરીકે પણ સેવા બજાવી ચૂક્યા છે. આમ તેમનો રાજકીય અનુભવ ઘણો છે. 10 વરસ સુધી ભાજપમાં તેમને ભોગ આપ્યા બાદ પરિણામ ન મળતા અંતે આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા.

અમારી લડત ભ્રષ્ટાચાર વિરુદ્ધ છે. વર્ષ 1991થી સતત ભાજપ ભાવનગર લોકસભા બેઠક જીતતી આવી છે. જો કે આટલા સમયમાં ભાજપે ખૂબ ભ્રષ્ટાચાર કર્યો છે. ભાવનગર એક એવું મહાનગર છે જ્યાંથી યુવાનો રોજગાર માટે બીજા શહેરોમાં જાય છે. આ કુશાસકોએ દેશને તો લૂંટ્યો સાથે સાથે ભાવનગરને પણ લૂંટી લીધું છે. આ કુશાસકોને દૂર કરવાના મુદ્દે અમે ચૂંટણી લડીશું...ઉમેશ મકવાણા(ઉમેદવાર, આમ આદમી પાર્ટી, ભાવનગર)

  1. Lok Sabha Elections 2024 : કોંગ્રેસનો ગઢ ગણાતી ભાવનગર બેઠક પર આપને આપવા પાછળનું રાજકીય સમીકરણ શું ?
  2. Loksabha Election 2024: રાજકોટ કોંગ્રેસે લોકસભા ચૂંટણી અગાઉ સંગઠન મજબૂતીના પ્રયત્નો શરુ કર્યા

ABOUT THE AUTHOR

...view details