બારડોલી બેઠક પર બસપા ઉમેદવાર રેખા ચૌધરીએ કોંગ્રેસને આપ્યું સમર્થન (Etv Bharat Gujarat) સુરતઃ બારડોલી લોકસભા બેઠક પર ભાજપ વિરુદ્ધની લડાઈ મજબૂત બની છે. આ બેઠક પર બસપાના ઉમેદવાર રેખા ચૌધરીએ કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરીને સમર્થન જાહેર કર્યુ છે. હવે આ બેઠક પર ત્રિપાંખીયા જંગને બદલે દ્વી પક્ષીય ચૂંટણી જંગ યોજાશે. આજે એક પત્રકાર પરિષદ દરમિયાન રેખા ચૌધરીએ કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે. બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારને કોંગ્રેસના ઓબ્ઝરવર અને પૂર્વ ધારાસભ્ય પુનાજી ગામીત દ્વારા ખેસ પેહરાવી આવકારવામાં આવ્યા હતા.
રાજકીય સમીકરણ બદલાયુંઃ લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે સમગ્ર દેશમાં ઉમેદવારો અન્ય પાર્ટીના ઉમેદવારોને ટેકો આપે તેવી ઘટનાઓ બની રહી છે. પરિણામે જે તે બેઠક પર રાજકીય સમીકરણો બદલાઈ રહ્યાં છે. આજે બારડોલી લોકસભા ઉમેદવારો માંથી બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારે કોંગ્રેસનો હાથ પકડ્યો છે. હવે બારડોલી લોકસભા પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસીનો માહોલ સર્જાયો છે.
અમારો સમાજ આગળ વધે તથા સમાજનો વિકાસ થાય તેવા હેતુથી મેં કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીને સમર્થન આપ્યું છે. અમે સાથે મળીને જનસેવાના કામો અને ચૂંટણી પ્રચાર કરશું...રેખા ચૌધરી(બારડોલી લોકસભા બેઠક, બસપા ઉમેદવાર)
આજે 23 બારડોલી લોકસભાના બસપા ઉમેદવાર રેખા ચૌધરીએ મને સમર્થન જાહેર કર્યુ છે. લોકસભાની આ ચૂંટણીમાં હવેથી હું અને રેખા ચૌધરી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો મુકાબલો વધુ મજબૂતાઈથી કરીશું. મને આશા છે કે અમને સારી આવી સફળતા ચોક્કસ મળશે. કોઈ પણ સમાજની એકતા એ સમાજની તાકાત હોય છે. હું માનું છું એક આદિવાસી સમાજ તરીકે અમારી તાકાતમાં વધારો થયો છે અને અમને આ ચૂંટણીમાં ફાયદો થશે...સિદ્ધર્થ ચૌધરી (બારડોલી લોકસભા બેઠક, કોંગ્રેસ ઉમેદવાર)
- સોનિયાબેને રાહુલયાનને 20-20 વખત લોન્ચ કર્યુ, વાંધો સીટમાં નથી તમારામાં છે: અમિત શાહનો કોંગ્રેસનો ટોણો - Amit Shah Addresses Public Meeting
- 'ભાજપે છેલ્લા 10 વર્ષમાં નફરતના બીજ વાવ્યા છે', બનાસકાંઠામાં પ્રિયંકા ગાંધી ભાજપ પર વરસ્યા - Loksabha Election 2024