ગુજરાત

gujarat

ETV Bharat / state

ચૂંટણી પરિણામનું વિશ્લેષણ : જૂનાગઢ બેઠક પર સતત ત્રીજીવાર ભગવો લહેરાયો, કોંગ્રેસને આશાનું કિરણ દેખાયું - Lok Sabha Election Result 2024 - LOK SABHA ELECTION RESULT 2024

લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 ની મતગણતરી પૂર્ણ કરી થઈ અને પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. 13 જૂનાગઢ લોકસભા બેઠક પર ત્રીજી વખત ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. જાણો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારની હાર-જીતનું રાજકીય વિશ્લેષણ...

ચૂંટણી પરિણામનું વિશ્લેષણ
ચૂંટણી પરિણામનું વિશ્લેષણ (ETV Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 5, 2024, 2:44 PM IST

ત્રીજીવાર ભગવો લહેરાયો, કોંગ્રેસને આશાનું કિરણ દેખાયું (ETV Bharat Reporter)

જૂનાગઢ : લોકસભા ચૂંટણી 2024 પરિણામ જાહેર થયા છે. જૂનાગઢ લોકસભા બેઠક જીતવાથી લઈને પરિણામ બાદનું અંતિમ વિશ્લેષણ ભાજપ અને કોંગ્રેસ માટે મહત્વનું બની રહેશે. ભાજપે જૂનાગઢ લોકસભા સતત ત્રીજી વખત જીતીને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસને ચૂંટણીમાં પરાજય મળ્યો છે, પરંતુ તેના વોટ શેરમાં 2.87 ટકા જેટલો વધારો કરીને ભાજપની ચિંતામાં વધારો કર્યો છે.

સતત ત્રીજીવાર ભગવો લહેરાયો :લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જૂનાગઢ લોકસભા બેઠકના ચૂંટણી પરિણામો બાદનું અંતિમ વિશ્લેષણ લઈને અમે આવ્યા છે. ભાજપ સતત ત્રીજી વખત જૂનાગઢ લોકસભા બેઠક જીતવામાં સફળ રહ્યું છે. તો બીજી તરફ કોંગ્રેસ પાછલા બે દશકથી જૂનાગઢ લોકસભા બેઠક જીતવાને લઈને પ્રયત્ન કરી રહી છે. તેમાં તેને ગઈકાલે ફરી અસફળતા મળી છે.

કોંગ્રેસ માટે આશાની કિરણ :જોકે લોકસભા ચૂંટણી 2024 પરિણામ જાહેર થયા બાદ કોંગ્રેસ માટે આશાનું કિરણ પણ જોવા મળી રહ્યું છે. ચૂંટણી પરિણામોમાં અત્યાર સુધીમાં કોંગ્રેસના વોટ શેરમાં 2.87 ટકા જેટલો વધારો થયો છે. જેને લઈને કોંગ્રેસમાં લોકસભા બેઠક હારવા છતાં પણ વોટશેરમાં વધારો થયો છે તે સમાચાર ઉત્સાહજનક માનવામાં આવે છે.

કોંગ્રેસની લીડ તોડવામાં સફળ ભાજપ :13 જૂનાગઢ લોકસભા બેઠકમાં સામેલ સાત વિધાનસભા બેઠકો પૈકી જેને કોંગ્રેસ માટે ખૂબ સારા પરિણામો માટે માનવામાં આવતી હતી તેવી બેઠકો પર પણ ભાજપને કોંગ્રેસની લીડને અટકાવવામાં સફળતા મળી છે. તાલાલા વિધાનસભામાં ભાજપને માત્ર 33 મતોની સરસાઈ મળી છે. અહીંથી કોંગ્રેસને 15 થી 20 હજાર મતોની સરસાઈ મળશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું.

વિધાનસભા પેટા ચૂંટણીમાં સપાટો :બીજી તરફ જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક પાછલા ત્રણ દસકાથી ભાજપની સામે ચાલતી આવતી બેઠક હતી. પરંતુ તેમાં ગઈકાલે આમૂલ પરિવર્તન આવ્યું અને ભાજપના ઉમેદવારને 19,558 મતોની સરસાઈ સાથે વિસાવદર વિધાનસભા બેઠક પરથી જીત પ્રાપ્ત થઈ. તેવી જ રીતે માંગરોળ વિધાનસભા બેઠક પરથી પણ કોંગ્રેસને 25 થી 30 હજાર મતોની સરસાઈનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. અહીંથી પણ ભાજપને 305 મતની લીડ પ્રાપ્ત થઈ છે.

પ્રથમ વખત નોટા 10 હજાર પાર :કોઈપણ ચૂંટણીમાં મતદારોને નોટાનો વિકલ્પ આપવામાં આવે છે. ત્યારથી લઈને અત્યાર સુધી જૂનાગઢ લોકસભા કે વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમ વખત નોટાને 13,440 જેટલા મત મળ્યા છે. અત્યાર સુધીના ઇતિહાસમાં નોટામાં પડેલા આ સૌથી વધુ મત માનવામાં આવે છે.

પોસ્ટલ બેલેટનું સ્ટેટ્સ :પોસ્ટલ બેલેટને લઈને પણ આ વખતે મોટો ઉલટફેર જોવા મળ્યો છે. કુલ 12,168 પોસ્ટલ બેલેટ પૈકી 1,369 પોસ્ટલ બેલેટ રિજેક્ટ કરવામાં આવ્યા છે. મોટાભાગે પોસ્ટલ બેલેટનો ઉપયોગ મતદાનના દિવસે મતદાન પ્રક્રિયામાં સામેલ કર્મચારીઓ કરતા હોય છે, જે મોટાભાગે સરકારી કર્મચારીઓ હોય છે. મોટી સંખ્યામાં પોસ્ટલ બેલેટ રિજેક્ટ થવાને લઈને પણ સરકારી કર્મચારીની કાર્યક્ષમતા પર સવાલો ઉભા થયા છે. પોસ્ટલ બેલેટમાં પણ બંને ઉમેદવારો પ્રત્યે નારાજગી દર્શાવતા 579 મત નોંધાયા છે.

  1. જો જીતા વહી સિકંદર-રાજેશ ચુડાસમા, જૂનાગઢ લોકસભા બેઠક વિજેતાએ આપ્યું નવું સૂત્ર Election Results 2024
  2. જનાદેશ 2024 : જૂનાગઢ લોકસભા બેઠક પર રાજેશ ચુડાસમાએ ભગવો લહેરાવ્યો, ત્રીજીવાર સાંસદ ચૂંટાયા

ABOUT THE AUTHOR

...view details