વ્યવસ્થાઓ જાણો (ETV Bharat) ભાવનગર : લોકસભાની ચૂંટણીના લઈને ભાવનગરની બેઠક ઉપર ચૂંટણી તંત્ર દ્વારા ફાઇનલ રેન્ડેમાઈઝેશન એટલે કે ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બેઠક ઉપર વિધાનસભા પ્રમાણે ઈવીએમ ફાળવણી કરવામાં આવી છે, ત્યારે ભાવનગર શહેરમાં ત્રણ વિધાનસભાના બૂથ ઉપરના ફાળવણી હાથ ધરાઈ હતી. ચૂંટણી તંત્રની સંપૂર્ણ વ્યવસ્થા શું છે એ માટે ઈટીવી ભારતે ચૂંટણી અધિકારી સાથે ખાસ વાતચીત કરી હતી.
ભાવનગર લોકસભા બેઠક ઉપર ઈવીએમ ફાળવણી (Etv bharat Gujarat) વિધાનસભા પ્રમાણે ઈવીએમ ફાળવણી કરાઈ :ભાવનગર લોકસભા બેઠક ઉપર વિધાનસભા પ્રમાણે ફાળવણી કરવામાં આવી છે, ત્યારે ભાવનગર શહેરમાં ઈવીએમ ફાળવણીને પગલે કલેક્ટર આર કે મહેતાએ જણાવ્યું હતું કે ભાવનગર શહેરમાં ત્રણ વિધાનસભા ભાવનગર પૂર્વ, પશ્ચિમ અને ગ્રામ્યની ઈવીએમ ફાળવણી અલગ અલગ સેન્ટરો ઉપરથી ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં બી એન વિરાણી, શામળદાસ કોલેજ અને બી એમ કોમર્સ કોલેજથી ફાઈનલ રેન્ડેમાઇઝેશન કરવામાં આવ્યું છે. જો કે કલેક્ટર દ્વારા વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે ત્યારે ઈટીવી મારફત પણ અપીલ કરી હતી.
ઈવીએમ વીવીપેટ સહિતની સાધન સામગ્રીની ફાળવણી (ETV Bharat) કેટલા બુથ, મતદાર અને ગરમીમાં વ્યવસ્થા :ભાવનગર લોકસભા બેઠકો પર આવતા દરેક બુથો ઉપર ઈવીએમ વીવીપેટ VVPAT સહિતની સાધન સામગ્રીની ફાળવણી કરવામાં આવી છે. પરંતુ ભાવનગર બેઠક ઉપર 18,17,144 જેટલા મતદારો નોંધાયેલા છે, જ્યારે 1965 જેટલા બુથો નોંધાયેલા છે. લોકસભાની બેઠકની ચૂંટણીના પગલે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.
ઈવીએમ પહોંચી જશે (ETV Bharat) વ્યવસ્થાઓ અંગે માહિતી આપી : કલેક્ટર આર કે મહેતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગરમીને પગલે જ્યાં છાયડાની વ્યવસ્થા નથી ત્યાં મંડપ નાખવામાં આવ્યા છે. દરેક બુથ ઉપર 100 લીટર પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ સાથે આરોગ્યની ટીમ પણ સ્થળ ઉપર હાજર રાખવામાં આવી છે. વધુ જરૂરીયાત ઊભી થાય તો નજીકના PHC, CHC સેન્ટરના સંપર્કો ત્યાના જવાબદાર અધિકારીને પણ આપવામાં આવેલા છે.
ગરમી વચ્ચે વહેલા મતદાનની તંત્રની અપીલ : સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો 40ને પાર પહોંચી ગયો છે ત્યારે લોકસભાની બેઠકના લઈને મતદાનને પગલે મતદારોને કોઈ સમસ્યા થાય નહીં તે માટે તંત્ર દ્વારા પણ અપીલો કરવામાં આવી છે. ભાવનગરના કલેક્ટર આર કે મહેતાએ જણાવ્યું હતું કે ખાસ કરીને સવારે સાત વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધીનો સમય મતદારો માટે ખૂબ અનુકૂળ રહેવાનો છે તેમજ સાંજે 4 થી લઈને 6 વાગ્યા સુધીનો સમય પણ અનુકૂળ છે કે જ્યારે ગરમીનું વાતાવરણ હળવું હોય છે તો આ ગળામાં લોકો વધારે મતદાન કરે તેવી અપેક્ષા અને અપીલ કલેકટર દ્વારા કરવામાં આવી છે.
- ભાવનગરમાં માત્ર મહિલા સ્ટાફ દ્વારા સંચાલિત પિંક વોટિંગ બૂથ કઈ કઈ સુવિધાથી સજ્જ છે ? જાણો વિગતવાર - Loksabha Electioin 2024
- 7 મેના રોજ પ્રજા પહેલા આ લોકોએ કર્યુ ભાવનગરમાં મતદાન, જાણો કોણે કર્યુ પહેલું બેલેટ પેપરથી મતદાન - Lok Sabha Election 2024