ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈના કાનમાં પાટીલે શું કહ્યું ? બાબત બની ચર્ચાનો વિષય - lok sabha election 2024 - LOK SABHA ELECTION 2024

નવસારી લોકસભા બેઠકના ભાજપના અને કોંગ્રેસના ઉમેદવાર એક જ સમયે કલેકટર કચેરીએ ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ભાજપ ઉમેદવાર સીઆર પાટીલ પોતાનું ફોર્મ ભરીને પરત ફરી રહ્યા હતા. તે સમયે કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈ જોડે કાનમાં કંઈક કહેતા સમગ્ર બાબત ચર્ચાનો વિષય બની હતી.

કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈને સીઆર પાટીલે કાનમાં કંઈક કહેતા બાબત ચર્ચાનો વિષય બની
કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈને સીઆર પાટીલે કાનમાં કંઈક કહેતા બાબત ચર્ચાનો વિષય બની

By ETV Bharat Gujarati Team

Published : Apr 19, 2024, 5:21 PM IST

નવસારી:નવસારી લોકસભા બેઠકના ભાજપના અને કોંગ્રેસના ઉમેદવાર એક જ સમયે કલેકટર કચેરીએ ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ભાજપ ઉમેદવાર સી.આર. પાટીલ પોતાનું ફોર્મ ભરીને પરત ફરી રહ્યા હતા. તે સમયે કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈ જોડે કાનમાં કંઈક કહેતા સમગ્ર બાબત ચર્ચાનો વિષય બની હતી.

નવસારી લોકસભા બેઠક ગુજરાતભરમાં રાજનીતિનું કેન્દ્રબિંદુ બની છે. જેને લઇને ગઈકાલે નવસારી લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર સી.આર.પાટીલે જંગી રેલી સાથે પોતાની ઉમેદવારી નોંધાવવા માટે ગયા હતા. પરંતુ વિજયમુહુર્તનો સમય નીકળી જતા તેમણે ઉમેદવારી પત્ર નોંધાવાનું ટાળ્યું હતું.

આજે ફરી વિજયમુહુર્તના સમયમાં સી.આર.પાટીલ પોતાના કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે કલેકટર કચેરીએ ઉમેદવારી પત્ર નોંધાવવા માટે પહોંચ્યા હતા, તો બીજી તરફ નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈ પણ તે જ સમયે પોતાની ઉમેદવારી પત્ર નોંધાવવા માટે પહોંચ્યા હતા. કલેક્ટર કચેરી ખાતે બંને ઉમેદવાર ઉમેદવારી ફોર્મ ભરવાના સમયે ભેગા થઈ જતા તેઓના કાર્યકર્તાઓએ એકબીજા વિરુદ્ધ નારેબાજી કરી હતી.

સી.આર.પાટીલ જ્યારે ફોર્મ ભરીને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈને કાનમાં કંઈક કહ્યું હતું. જે ચર્ચાનો વિષય બની હતી. કારણ કે બંને ઉમેદવારોએ શું વાત કરી એ વાત રહસ્ય બની હતી. ચૂંટણીના સમયે ઉમેદવારો એકબીજા પર આરોપો પ્રત્યારોપ લગાવતા હોય છે ત્યારે સી આર પાટીલ અને નૈષધ દેસાઈની ગપશપ ચર્ચાનો વિષય બની છે.

  1. રાજકોટમાં રૂપાલા સામે ધાનાણી, કોંગ્રેસે લોકસભાની 4 અને વિધાનસભાની પેટાચૂંટણીને લઈને 5 નામ જાહેર કર્યા - lok sabha election 2024
    પશ્ચિમ બંગાળમાં હિંસા વચ્ચે બપોરે 1 વાગ્યા સુધી 50 ટકા મતદાન નોંધાયું - Lok Sabha Election 2024

ABOUT THE AUTHOR

...view details