રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગઈકાલે બુધવારે મળેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટની એક ખાસ બેઠક મળી હતી. આ મીટીંગમાં બી.સી.એ. સેમેસ્ટર-4 વર્ષ 2022ના અભ્યાસક્રમની લેવામાં આવેલી પરીક્ષાના પ્રશ્નો કાપલી પર હસ્ત લિખિત વોટસએપ સ્ક્રીન શોટ રુપે વાયરલ થઈ હતી. આ મામલે 45 માર્કસના પ્રોરેટા કરી તેનું મુલ્યાંકન કરાવવા નિર્ણય કરવામાં આવ્યો હતો. એટ્લે કે 5 માર્કસના 5 પ્રશ્નો વ્હોટ્સએપ પર લિક થયા હતા. બાકીના 45 માર્કસનું કઈ લિક થયું ન હતુ. જેથી વિદ્યાર્થીને 45 માર્કસમાંથી જેટલાં માર્કસ આવ્યા છે તેના આધારે બાકીના 25 માંથી માર્ક્સ આપવામા આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સંલગ્ન LLM ખાનગી કોલેજની માન્યતા કેમ રદ કરાઈ ? હવે વિદ્યાર્થીઓ... - Derecognition of LLM College - DERECOGNITION OF LLM COLLEGE
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગઈકાલે બુધવારે મળેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટની મીટીંગમાં ખાનગી કોલેજમા એલ.એલ.એમ.ની માન્યતા રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ કોલેજમા અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનમાં સમાવવામાં આવ્યા છે. જયારે BCA સેમેસ્ટર - 4 ના પ્રશ્નો લિક થયા મામલે વિદ્યાર્થીઓને પ્રોરેટા મૂજબ માર્કસ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. Derecognition of LLM College
Published : Jun 13, 2024, 6:34 AM IST
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજના સંચાલક દ્વારા હાઇકોર્ટમાં કેસ કરવામાં આવ્યો ત્યારે બુધવારે મળેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટની મીટીંગમાં LLM અભ્યાસક્રમની કોલેજોની પરીક્ષાનું સમયપત્રક ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ તા. 15-6-2024 સુધીમાં જાહેર કરવાની બાબતની નોંધ લેવામાં આવી હતી. આ અગાઉ બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચીંગ અને સિન્ડિકેટ દ્વારા કોલેજોમાં LLM અભ્યાસક્રમ શરુ કરવાની બાબત નામંજુર કરવામાં આવેલ તેમજ LLM સંસ્થાઓને આપવામાં આવેલ માન્યતા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના નિયમ મુજબ ન હોય, જેથી આપવામાં આવેલ માન્યતા રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવેલ.
LLMના વિદ્યાર્થીઓના શૈક્ષણીક કારકિર્દીના હિતમાં તેઓના પીજી રજીસ્ટ્રેશન યુનિવર્સિટીના કાયદા ભવનમાં તબદીલ કરી તેઓના અભ્યાસ અને તમામ પરીક્ષાની વ્યવસ્થા યુનિવર્સિટી ખાતે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જુદા જુદા નિર્ણયો મીટીંગમાં લેવાયા હતા.તેવું યુનિવર્સિટીના અધિકારી એ જણાવ્યું છે.