જામનગરઃ હાલ શિયાળો ચાલી રહ્યો છે. લોકો અવનવી વસ્તુઓ શિયાળામાં આરોગતા હોય છે. જો કે મોટા ભાગના સિટીમાં ઘણી અવનવી વસ્તુઓ ફેમસ હોય છે. જેેમ જામનગરમાં મેષ અને બાંધણી ખૂબ પ્રખ્યાત છે તેમ હવે હાંડવો પણ ખૂબ લોકો પ્રિય બન્યો છે.
LIVE હાંડવો... ઠંડીમાં આ ગરમાગરમ વાનગી જામનગરના લોકોમાં કેમ બની ફેવરિટ... - LIVE GUJARATI HANDVA
જામનગરમાં લોકો હવે શિયાળામાં ગરમા ગરમ હાંડવાનો આનંદ માણી રહ્યા છે.
Published : Dec 26, 2024, 4:53 PM IST
જામનગરમાં છેલ્લા ચાર વર્ષથી જુના અને જાણીતા સત્વ લાઈવ હાંડવા વાળા હાલ નવી થીમ સાથે નવા નામ સાથે પોપ્યુલર્સ મોમ્સ ફૂડ લાઈવ હાંડવા સ્પેશિયાલિસ્ટ 22 પ્રકારના હાંડવા જેમ કે ચીઝ, બટર, વેજ, સેઝવાન, હાંડવો, ચીઝ બટર, ઓનિયન હાંડવો, ચીઝ બટર પીનટ્સ હાંડવો, બટર કોન હાંડવો બટર, કોન સેજવાન હાંડવો તેમજ અન્ય પ્રકારના હાંડવો અવેલેબલ છે. સાથે સાથે સાત વેરાઈટીમાં બટેકા પૌવા ઉપલબ્ધ છે. જે આખા જામનગરમાં લાઈવ હાંડવો અને બટેકા પૌવામાં વેરાયટી ફક્ત અને ફક્ત જામનગરમાં પોપ્યુલર મોમ્સ ફૂડમાં જ મળે છે, ક્યાંય જ મળતા નથી, ફક્ત પોપ્યુલર મોમ્સ ફૂડમાં જ મળે છેતેવો દાવો તેમના દ્વારા કરાય છે.
સ્નેહલતા પ્રતીક જાની નામની શિશિકા અહી લાઇવ હાંડવો બનાવે છે અને સાંજે લોકોની રીતસરની ભીડ જમે છે. ખાસ કરીને ધનવન્તરી મેદાનમાં ફરવા આવતા લોકો અહીં અચૂક હાંડવો ખાવા આવે છે.