ગાંધીનગરઃગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 11 પોલીસ અધિકારીઓને પ્રજાસત્તાક દિવસ એટલે કે 26મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રપતિ દ્વારા વિવિધ ચંદ્રકો મળનાર છે. આ અંગેની જાણકારી આપતા માહિતી વિભાગ દ્વારા કહેવાયું છે કે, ગુજરાત રાજ્ય પોલીસમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ તથા જવાનોને 26મી જાન્યુઆરી-2025ના દિવસે વિશિષ્ટ સેવા અને પ્રશંસનીય સેવા અંગેના પોલીસ મેડલ્સ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આ લિસ્ટમાં વિશિષ્ટ સેવા અંગેનો મેડલ હાલમાં રાજકોટ પોલીસ કમિશનર તરીકે કાર્યરત બ્રજેશકુમાર ઝા અને ગાંધીનગર પોલીસ ભવનમાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક દિગ્વિજયસિંહ પથુભા ચુડાસમાનને એનાયત કરવામાં આવનાર છે.
પ્રજાસત્તાક દિવસે ગુજરાતના 11 પોલીસ અધિકારીઓ-કર્મચારીઓને મેડલ (Etv Bharat Gujarat) ઉપરાંત પ્રશંસનીય સેવા પોલીસ મેડલ માટે જુનાગઢના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા, કચ્છ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, મહેસાણામાં ફરજ બજાવતા હથિયારી નાયબ પોલીસ અધિક્ષક અશોકકુમાર પાંડોર, નર્મદામાં ફરજ બજાવતા હથિયારી નાયબ પોલીસ અધિક્ષક દેવદાસ બારડ, અમદાવાદ શહેરના પીએસઆઈ બાબુભાઈ જેઠાભાઈ પટેલ, જામનગરના એએસઆઈ હિરેનકુમાર બાબુલાલ વરણવા, અમદાવાદના હેડ કોન્સ્ટેબલ હેમાંગ મોદી, ગાંધીનગર (વડોદરા રીજીયન)ના એઆઈઓ મુકેશકુમાર નેગી અને ગાંધીનગરના પોલીસ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ યાદવનો સમાવેશ થાય છે.
ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આ પ્રસંગે મેડલ મેળવનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.