ગુજરાત

gujarat

ETV Bharat / state

ધોધમાર વરસાદને પગલે વેરાવળના લીલાશાહ નગરમાં ભરાયા કમર ડૂબ પાણી - flooded due to torrential rains

હવામાન વિભાગ દ્વારા જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદનું વધુ એક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આજે દિવસ દરમિયાન જુનાગઢ શહેરમાં અત્યાર સુધીમાં કોઈ નોંધપાત્ર વરસાદ પડ્યો નથી પરંતુ સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાને કારણે ઠેર ઠેર રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે તો ગામડાના કેટલાક માર્ગો પર ટ્રેક્ટર લઈને નીકળવું પડે તેવા ચિંતા જનક છે., flooded due to torrential rains

વેરાવળના લીલાશાહ નગરમાં કમર ડૂબ પાણી ભરાયા
વેરાવળના લીલાશાહ નગરમાં કમર ડૂબ પાણી ભરાયા (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 21, 2024, 5:27 PM IST

વેરાવળના લીલાશાહ નગરમાં કમર ડૂબ પાણી ભરાયા (ETV Bharat Gujarat)

જુનાગઢ: હવામાન વિભાગ દ્વારા પાછલા ત્રણ દિવસથી જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા માટે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. બે દિવસ સુધી મેઘરાજાએ જુનાગઢ અને સોમનાથને ઘમરોળ્યા બાદ આજે જૂનાગઢમાં વરસાદે એકંદરે વિરામ લીધો છે. પરંતુ વેરાવળમાં આજે પણ ધોધમાર ચાર ઇંચ જેટલો વરસાદ પડતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે ઠેર ઠેર જળબંબાકારના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. વરસાદી પાણી રહેણાંક મકાનોમાં ઘૂસી જતા ઘર વખરીને પણ નુકસાન થયાના અહેવાલો મળી રહ્યા છે.

વેરાવળના લીલાશાહ નગરમાં કમર ડૂબ પાણી ભરાયા (ETV Bharat Gujarat)

લીલાશાહ નગરમાં ઘુસ્યા પાણી: વેરાવળ એસટી ડેપોની નજીક જ આવેલા લીલાશાહ નગરમાં ફરી એક વખત વરસાદી પાણી ઘૂસી જતા સોસાયટીમાં પાણી ભરાયેલા જોવા મળે છે. અહીં 150 કરતાં વધુ પરિવારો રહે છે. જેને કારણે વરસાદી પાણીનો ભરાવો થતા રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વેરાવળનું લીલાશાહ નગર પાછલા 40 વર્ષથી દર ચોમાસા દરમિયાન આજ પ્રકારની વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. નગરપાલિકાનું તંત્ર ચોમાસા દરમિયાન અહીં ડીઝલ પંપ મૂકીને સોસાયટીમાં ભરાયેલા પાણીને બહાર કાઢવા પૂરતી જ મદદ કરે છે. પરંતુ સોસાયટીમાં પાણી ન ભરાય તે માટેની કોઈ કાયમી વ્યવસ્થા 40 વર્ષ બાદ પણ ઊભી થઈ શકી નથી, જેને કારણે આ વિસ્તારના સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે ભારે નારાજગી અને રોષ જોવા મળે છે.

વેરાવળના લીલાશાહ નગરમાં કમર ડૂબ પાણી ભરાયા (ETV Bharat Gujarat)

હીરણ ડેમના તમામ દરવાજા ખોલાયા:તાલાલા સુત્રાપાડા અને વેરાવળ વિસ્તારમાં પડેલા અતિભારે વરસાદને કારણે હિરણ સિંચાઈ જળાશય યોજનાના તમામ સાત દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે. હિરણ ડેમમાં પાણીની કુલ સંગ્રહ શક્તિની સામે 80 ટકા જેટલું પાણી ભરાઈ ચૂક્યું છે. જેને કારણે ડેમના તમામ સાત દરવાજા ખોલવાની જિલ્લા વહીવટી તંત્રને ફરજ પડી છે. ડેમના દરવાજા ખુલતા હિરણ નદીના પટમાં અને નિચાણ વાળા વિસ્તારના ગામ લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં અવરજવર નહીં કરવા તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.

  1. પોરબંદર જિલ્લાના બરડા અને ઘેડ વિસ્તારના ખેતરો જળમગ્ન, ખેડૂતોના પાકને નુકસાન - flood in Porbandar district
  2. પોરબંદરમાં ભારે વરસાદ બાદ સ્થિતિની સમીક્ષા કરતા કેન્દ્રીય મંત્રી માંડવીયા, અધિકારીઓને આપ્યાં આ આદેશ - flood affected Porbandar

ABOUT THE AUTHOR

...view details