વડોદરા:શહેરમાં ખૂબ જ ધામધૂમથી ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું છે. ત્યારે હરણી બોટકાંડના સાક્ષી બનેલા વડોદરામાં નેતાઓ ગણેશજીના વિસર્જન કરવા માટે કોઈ પણ પ્રકારના સેફ્ટી માટે લાઈફ જેકેટ વગર સત્તાની રૂએ તરાપામાં ફરતા કેમેરામાં કેદ થયા હતા. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઈને વડોદરા શહેરમાં ભારે ચર્ચાએ જોર પકડયું છે.
વિસર્જન માટે વડોદરા શહેરમાં કૃત્રિમ તળાવ તૈયાર કરાયા: વડોદરા શહેરમાં ગણપતિની સ્થાપના ખૂબ જ રંગેચંગે કરવામાં આવે છે. ત્યારે વિસર્જન પણ એટલું જ ધામધૂમથી કરવામાં આવે છે. ત્યારે વડોદરા શહેરમાં ગણેશજીના વિસર્જન માટે 9 જેટલા કૃત્રિમ તળાવો તૈયાર કરાયા હતા. જે પૈકી ગોરવા દશામા તળાવ ખાતે ભાજપના નેતાઓ તરાપા ઉપર લાઇફ જેકેટ વગર ચડ્યા હતા. જે વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. જેમાં સામાન્ય માણસો માટે સેફટીના સાધનોનો ઉપયોગ પરંતુ રાજકીય નેતા માટે સેફ્ટીના સાધનો ક્યાં ગયા ? દરેક નિયમો માત્રને માત્ર આમ જનતા માટે જ બનાવવામાં આવતા હોય તે ચર્ચા વેગ પકડ્યું હતું.
રાજકીય નેતાઓ કેમ તરાપા પર બેસી આવ્યા નહી: થોડાક દિવસો પહેલા જ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ત્યારે સમગ્ર શહેરમાં ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેને લઈને લોકો કેટલાક દિવસો સુધી અન્ન અને પાણી વગર રહ્યા હતા. તે સમય દરમિયાન વડોદરા શહેરના રાજકીય નેતાઓ કેમ તરાપા ઉપર બેસીને પ્રજાની તકલીફને નિહાળવા માટે કેમ આવ્યા નહીં.
રાજકીય નેતાઓની મનમાની: વડોદરાના સાસંદ ડો. હેમાંગ જોશી, ધારાસભ્ય કેયુર રોકડીયા, પૂર્વ સાસંદ રંજનબેન ભટ્ટ અને પૂર્વ મેયર ભરત ડાંગર દશામા તળાવમાં વિસર્જન સમયે સેફ્ટી સાધન વગર તરાપા ઉપર બેસીને ફરતો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં તર્ક વિતર્ક લોકોએ રજૂ કર્યા હતા. હર હંમેશ કોર્પોરેશન પોતાની મનમાની જ ચલાવતું આવ્યું છે. જેનો ભોગ પણ શહેરીજનો બનતા રહ્યા છે. જેથી વડોદરા શહેરના લોકો આ બધી બાબતોને ભુલશે નહીં. જાણવા મળતી માહિતી મુજબ વડોદરા શહેરમાં રાજકીય નેતાઓ તળાવ ઉપર સેફટી ના સાધન વગર બેસીને ફરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પરંતુ પ્રજા નેતાઓને પૂછે છે કે સેફટીના સાધનોનો નિયમ કોના માટે છે.
આ પણ વાંચો:
- શેરડી પકવતા ખેડૂતો માટે ગીરમાંથી આવ્યા રાહતના સમાચાર, ગોળ ઉત્પાદકોને અપાશે પ્રતિ મહિને 100 થી 200 નો ભાવ વધારો - JUNAGADH JEGGERY PRODUCTION
- અમદાવાદની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના વધતા કેસ: દરરોજ 30 થી 40 નવા કેસ દાખલ થાય - FAMILY COURT OF AHMEDABAD