લૂંટ કરનાર ચાર પૈકી બે ઇસમોને LCB પોલીસે ઝડપી લીધા સુરત:ગત 8 ફેબ્રુઆરીના રોજ રાત્રિના 1 વાગ્યે માંડવી તાલુકાના ખેડપુર ગામે રહેતા જેસાભાઈ ભરવાડના તબેલામાં લુટારુઓ ત્રાટક્યા હતા. ચાર જેટલા ઈસમોએ જેસાભાઈને પકડી રાખી તેના ખિસ્સામાંથી 6 હજાર રૂપિયા રોકડા અને રૂમની ચાવી લઈ લીધા બાદ રૂમમાં મુકેલા કબાટમાંથી 50,000 રોકડા અને સોનાની કડી કિંમત રૂ.10,000 ની લુટ કરી જેસાભાઈ અને તેના મજુરને દોરી વળે બાંધીને નાસી છુટ્યા (Surat loot case) હતા.
લૂંટ કરનાર ચાર પૈકી બે ઇસમોને એલસીબી પોલીસે ઝડપી લીધા
આ ઘટના અંગે માંડવી પોલીસ મથકમાં 10 દિવસ બાદ 18 મી ફેબ્રુઆરી રવિવારના રોજ ફરિયાદ નોંધાઈ હતી. એલસીબી પોલીસની ટીમે બાતમીના આધારે હાલ લુટ કરાવનાર બીપીન ભલજીભાઈ ચૌધરી (રહે.ખેડપુર.તા.માંડવી) અને પ્રતિક તરૂણભાઈ શાહ (રહે.માંડવી હોળીચકલા)ની ધરપકડ કરી હતી. આ બંને શખ્સો બહારથી માણસો બોલાવી લુટ કરાવી હોવાની કબુલાત કરી હતી. પોલીસે મહારીષ્ટ્રના માલેગાવ ખાતે રહેતા નાઈમ અને વસીમ સહિત પાંચ ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે તેમની પાસેથી 13,000 રોકડા અને 10,000 ના મોબાઈલ ફોન મળી કુલ 23,000નો મુદામાલ કબજે કર્યો હતો.
સુરત જિલ્લા એલસીબી પીઆઇ આર.બી ભટોળ એ જણાવ્યું હતું કે માંડવી પોલીસ મથક ખાતે નોંધાયેલ લૂંટની ફરિયાદને લઈને આ ગુનામાં સંડોવાયેલા ઇસમોને ઝડપી લેવા માગે અમારી ટીમ પણ કામે લાગી હતી. હાલ ચોક્કસ બાતમીના આધારે આ ગુનાના બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
- Surat: ઘર નજીક એકલી રમી રહેલી સાડા ચાર વર્ષની બાળકીને ચોકલેટ આપવાના બહાને અપહરણ કરી દુષ્કર્મ, જાણો મામલો
- Surat: પલસાણાના અંભેટીમાં બે વર્ષ પહેલાં 12 વર્ષની બાળકી સાથે બળાત્કાર કરનાર આરોપીને 20 વર્ષની કેદ