ભુજ:ધનતેરસના દિવસે નકલી સોનાના બિસ્કિટ સાથે એક શખ્સ ઝડપાયો છે. પિત્તળ જેવી ધાતુના બિસ્કીટ સોનામાં ખપાવી કોઈને પધરાવે તે પહેલા પોલીસે તેને ઝડપી પાડ્યો છે. નખત્રાણાના કોટડા જરોદરનો અમિત સોનીને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે નકલી બિસ્કિટ સાથે ઝડપી પાડયો છે. જેમાં સ્વીટઝરર્લેન્ડ 100 ગ્રામ લખેલા 16 બિસ્કિટ કબ્જે કરવામાં આવ્યા છે.
નકલી સોનાના 16 બિસ્કીટ સાથે શખ્સ ઝડપાયો: હાલમાં છેલ્લા કેટલાંક સમયથી લોકોને અવનવી રીતે છેતરવામાં આવતું હોય છે, ત્યારે આજે ભુજમાં સસ્તું સોનું વેચવાની લાલચ આપી લોકોને છેતરવાના લક્ષ્ય સાથે નીકળેલા એક ઠગબાજને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપીએ પીત્તળ જેવી ધાતુના લંબચોરસ 16 નંગ બિસ્કીટ કોઈ વ્યક્તિને પોતાની જાળમાં ફસાવીને નકલી સોનું પકડવાની કોશિશમાં હતો અને નકલી બિસ્કીટને અસલી સોનાના બિસ્કીટ તરીકે બતાવીને છેતરપિંડી કરવાની કોશિશ કરી હતી.
નકલી સોનાના 16 બિસ્કીટ સાથે શખ્સની ધરપકડ (Etv Bharat Gujarat) અગાઉ પણ છેતરપિંડી અને પ્રોહીબિશનના કેસ:પશ્ચિમ કચ્છ એલસીબીએ આરોપીને રંગેહાથ ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી માટે ભુજ એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આરોપી દ્વારા અગાઉ પણ છેતરપિંડી આચરવામાં આવી હતી અને તેના પર અગાઉ પણ છેતરપિંડી અને પ્રોહિબિશનના કેસ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચુક્યા છે.
નકલી સોનાના બિસ્કીટ સાથે આરોપી અમીતકુમાર અમૃતલાલ સોની (Etv Bharat Gujarat) કોણ છે આરોપી: પશ્વિમ કચ્છ એલસીબી પીઆઇ એસ.એન.ચુડાસમાએ આપેલી માહિતી મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી, આ દરમિયાન ભુજના એરપોર્ટ રીંગ રોડથી મોટાપીર દરગાહ રોડ તરફ નકલી સોના સાથે નીકળેલા મૂળ નખત્રાણા તાલુકાના કોટડા જરોદરના અને હાલમાં માધાપર કેસરબાગ સોસાયટી ખાતે રહેતા અમીતકુમાર અમૃતલાલ સોની નામના આરોપીને નકલી સોનાના બિસ્કીટ સાથે પકડી પાડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભુજમાં સસ્તા સોનાના નામે અગાઉ પણ છેતરપિંડીના અનેક ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. ત્યારે વધુ છેતરપિંડીના બનાવ ના બને તે પહેલાજ પશ્ચિમ કચ્છ એલસીબીએ આરોપીને રંગેહાથે ઝડપી પાડયો હતો.
- નકલી ડૉક્ટર, જજ, IAS, IPS સાથે હવે નકલી વીજ ટ્રાન્સફોર્મર? PGVCL અધિકારીઓએ પકડયું નકલી ટ્રાન્સફોર્મર
- નકલી જજ અને કોર્ટ બાદ હવે નકલી બદલી ઓર્ડરનો ભાંડો ફૂટ્યો, આચાર્ય થયા સસ્પેન્ડ