કચ્છ : મૌલાના સલમાન અઝહરીના ભડકાઉ ભાષણ મામલે તેની સામે વધુ એક ફરિયાદ દાખલ થઇ છે. 31 જાન્યુઆરીના કચ્છના સામખીયાળીમા પણ એક ધાર્મિક કાર્યક્રમનુ આયોજન થયુ હતું જેમાં મૌલાનાએ હાજરી આપી હતી અને ભડકાઉ ભાષણ આપ્યુ હતુ. વિડીયો સહિતના પુરાવા મેળવ્યા બાદ સામખીયાળી પોલીસ મથકે આયોજક મામદખાન મુર તથા મૌલાના સામે ફરિયાદ નોંધાઇ છે અને ભડકાઉ અને ઉશ્કેરણીજનક ભાષણ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે માહિતી આપતા જણાવ્યું હતું કે,આજે સામખિયાળી પોલીસ મથકે મૌલાના સલમાન અઝહરી અને આયોજક મામદ ખાન મુર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 153 બી , 505(2) અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધાવામાં આવ્યો છે. ભડકાઉ ભાષણનો બનાવ છે તે 31 જાન્યુઆરી 2024ના સામખિયાળી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં બન્યો હતો. ભડકાઉ ભાષણ માટે આરોપીઓ વિરૂદ્ધ આઇપીસીની કલમો તળે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત પૂર્વ કચ્છ પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની અફવા ના ફેલાવે અને કોઈ પણ અફવાનો ભાગ ના બને તેમજ કાયદો અને વ્યવસ્થા ખોરવાય તેવા પ્રશ્નો ના બને તે માટે તકેદારી રાખવી. હાલમાં મૌલાના જુનાગઢ પોલીસની કસ્ટડીમાં છે તે કાર્યવાહી પૂર્ણ થશે ત્યાર બાદ અહીથી કાર્યવાહી કરવામાં આવશે..સાગર બાગમાર ( એસપી, પૂર્વ કચ્છ )
સલમાન અઝહરી સામે કચ્છ પોલીસ દ્વારા પણ કાર્યવાહી: ચર્ચાસ્પદ બનેલા મૌલાના સલમાન અઝહરીએ સામખીયાળીમાં 31મી જાન્યુઆરીએ જુનાગઢમા જે રીતે ઉશ્કેરણીજનક વાત કરી હતી તેવું જ કચ્છમાx ભાષણ આપ્યુ હતુ. સામખિયાળી ખાતે ગુલશને મોહમદી ટ્રસ્ટ દ્રારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા મૌલાના સલમાન અઝહરી હાજર રહ્યા હતાં અને ભાષણ દરમ્યાન ધાર્મિક સ્થળનો ઉલ્લેખ કરી ભડકાઉ અને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને આ વિડીયો સામે આવ્યા બાદ આજે પોલીસે કાર્યવાહી કરી છે. હાલમાં સલમાન અઝહરી ગુજરાત એટીએસના કબ્જામાં છે અને તેની તપાસ ચાલુ છે. ફરિયાદ નોંધાયા બાદ હવે આગામી દિવસમા મૌલાના સલમાન અઝહરી સામે કચ્છ પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવશે. આમ મુંબઈના મુફતી સલમાન અઝહરીની મુશ્કેલી હવે વધુ વધશે.