ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છ જીલ્લામાં 1121 વિદ્યાર્થીઓએ RTE એક્ટ હેઠળ મેળવ્યો પ્રવેશ, જાણો કેવી રીતે કરી શકાય છે અરજી? - Admission under RTE Act 2009 - ADMISSION UNDER RTE ACT 2009

RTE એક્ટ 2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે નબળા અને વંચિત જુથના બાળકોને વિનામુલ્યે શાળામાં ધોરણ 1માં પ્રવેશ આપવાની પ્રક્રિયા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે અંતર્ગત કચ્છ જીલ્લામાં અત્યાર સુધીમાં 3 તબક્કામાં કુલ 5749 જેટલી અરજી આવી હતી. જે પૈકી 1264 જેટલા વિદ્યાર્થીઓ એડમિશન મેળવવા પાત્ર નોંધાયા હતા અને કુલ 1121 વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યું છે., Admission under RTE Act 2009

કચ્છમાં કુલ 1121 વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યું
કચ્છમાં કુલ 1121 વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યું (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 18, 2024, 5:57 PM IST

કચ્છ: કચ્છ જીલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે કચ્છમાં RTE એક્ટ 2009 હેઠળ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે નબળા અને વંચિત જુથના બાળકોને વિનામુલ્યે શાળામાં ધોરણ 1માં પ્રવેશ આપવાની પ્રક્રિયા કચ્છ જીલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. પ્રવેશ પ્રક્રિયા માટે 5 મેના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. ઓનલાઇન ફોર્મ ભરવા માટેની તારીખો 5મી માર્ચથી 13મી માર્ચ સુધી હતી. ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ 14મી માર્ચથી 28 માર્ચ સુધીના સમયગાળામાં ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત એમાંય થયેલ અરજીઓમાં જે ખૂટતા દસ્તાવેજ છે તે પૂર્ણ કરવા માટે દરેક અરજદારોને પૂરતો સમય આપવામાં આવ્યો હતો, જે 1લી એપ્રિલથી 3જી એપ્રિલ સુધીનો હતો.

1,264 અરજી પ્રવેશ મેળવવાપાત્ર:RTE ACT 2009 હેઠળ એડમિશન મેળવવા માટેના અરજી ફોર્મ ચકાસ્યા બાદ 6 એપ્રિલના પ્રથમ તબક્કામાં નામો જાહેર કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત 5,749 જેટલી અરજીઓ એડમિશન માટે મળી હતી, જેમાંથી 1,060 અરજીઓ નકલી અરજીઓ હતી જેને રદ્દ કરવામાં આવી હતી. જ્યારે 397 જેટલી અરજીઓ નામંજૂર કરવામાં આવી હતી જેથી 4,292 જેટલી અરજીઓમાંથી વિવિધ પ્રકિયાના ધોરણો પાસ કરીને કુલ 1,264 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા પાત્ર થયા હતા.

3 તબક્કામાં અપાયું પ્રવેશ: ઓનલાઇન પ્રવેશ મેળવવા માટે જે અરજીઓ મંજૂર થઈ હતી. તેમાંથી પ્રથમ તબક્કામાં 1,123 વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા માટે જાણ કરવામાં આવી હતી. જે પૈકી 1,032 વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યું હતું. બીજા તબક્કામાં 102 જેટલી અરજીઓ સ્વીકારીને એડમિશન મેળવવા જાણ કરવામાં આવી હતી. જેમાંથી 69 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. તો ત્રીજા તબક્કામાં 39 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા પાત્ર થયા હતા. જે પૈકી 20 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. આમ કચ્છ જીલ્લામાં કુલ 1,264 વિદ્યાર્થીઓ RTE રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશ મેળવવા પાત્ર થયા હતા. જે પૈકી 1,121 વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ મેળવી લીધો છે.

143 જેટલા વિદ્યાર્થીઓએ હજી નથી મેળવ્યું એડમિશન: અભ્યાસના અધિકાર અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા ચાલી રહેલી RTE પ્રક્રિયા અંતર્ગત કચ્છ જિલ્લામાં ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે જે બાકીના 143 જેટલા વિદ્યાર્થીઓએ હજી સુધી એડમિશન મેળવ્યું નથી. તેમને અસલ આધારો સાથે વાલીઓએ શાળામાં પ્રવેશ મેળવી લેવા સૂચનો પણ આપવામાં આવ્યા છે. પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના વાલીઓએ rte.orpgujarat.com પોર્ટલ પરથી એડમીટ કાર્ડ ડાઉનલોડ કરી શાળામાં જરૂરી અસલ આધારો દર્શાવી પ્રવશે મેળવી લેવા જણાવવામાં આવ્યું છે.

કંઈ રીતે કરી શકાય છે અરજી?

સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ગરીબ અને વંચિત બાળકો પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે તે હેતુથી દર વર્ષે RTE અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. ત્યારે RTE અંતર્ગત પ્રવેશ માટે વાલીઓએ https://rte1.orpgujarat.com/ પર ફોર્મ ભરવાનું હોય છે. જો વાલીએ અધુરા દસ્તાવેજો રજૂ કર્યા હશે તો તેમનું ફોર્મ નામંજૂર થશે. જો કે આ ફ્રોમમાં સુધારણા કરવા માટે પણ તક આપવામાં આવે છે.

RTE એક્ટ હેઠળ કેવા વિદ્યાર્થીઓને સરળતાથી એડમિશન મળી શકે છે?

  • જો પ્રવેશ મેળવનાર બાળક અનાથ છે તો તેને આરટીઈમાં પ્રવેશમાં અગ્રતાક્રમ મળે છે.
  • જો બાળક સંભાળ અને સંરક્ષણની જરુરિયાત વાળુ છે તો તેને પ્રવેશમાં અગ્રતાક્રમ મળશે.
  • બાલગૃહના બાળકોને અગ્રતાક્રમ મળશે.
  • બાળ મજુર કે સ્થળાંતરિત મજુરના બાળકો, મંદબુદ્ધિ, સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરુરિયાતવાળા બાળકો, શારીરિક રીતે વિકલાંગ બાળકો, એન્ટિ રેટ્રોવાયરલ થેરાપીની સારવાર લેતા બાળકોને અગ્રતાક્મે પ્રવેશ મળે છે.
  • ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી, અર્ધ લશ્કરી, પોલીસ દળના જવાનના બાળકોને અગ્રતાક્રમમાં પ્રવેશ મળે છે.
  • આ ઉપરાંત માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરીને પ્રવેશ મેળવી શકે છે.
  • સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો તેમજ બીપીએલ કુટુંબના બાળકોને અગ્રતાક્રમે પ્રવેશ મળી શકે છે.
  • અનુસચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના તેમજ વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને પણ પ્રવેશમાં પ્રથમ અગ્રતાક્રમ આપવામાં આવે છે.
  • બિન અનામત વર્ગના બાળકોના વાલીઓ માટે ગ્રામ્ય વિસ્તારમાં આવક મર્યાદા 1.20લાખ જ્યારે શહેરી વિસ્તારમા 1.50 લાખ નક્કી કરવામાં આવી છે. તે પ્રમાણે બાળકને પ્રવેશ આપવામાં આવે છે.
  1. રજાના દિવસે રાજકોટની આ શાળા ચાલુ રહેતા NSUI દ્વારા ઉગ્ર રજૂઆત, પોલીસે આગેવાનોની ટીંગાટોળી કરી - Rajkot NSUI protest
  2. રાજકોટમાં 3000 જેટલા સ્કૂલ વાન અને રીક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા, વિદ્યાર્થીઓ-વાલીઓને હાલાકી - School van and rickshaw strike

ABOUT THE AUTHOR

...view details