ગુજરાત

gujarat

ETV Bharat / state

કોલકતાની પીશાચી બનાવના પડઘા કચ્છમાં પડ્યા, ભુજના ડોકટરો 24 કલાકની હડતાળ પર ઉતર્યા - GK General Hospital doctor strike

પશ્ચિમ બંગાળના કોલકાતાની આર.જી. મેડિકલ કોલેજના તાલીમી તબીબ ઉપર દુષ્કર્મ કરી તેની હત્યા કરી દેવાની ઘૃણાસ્પદ ઘટનાના પગલે સમગ્ર દેશમાં ભારે આક્રોશનો માહોલ સર્જાયો છે. ત્યારે આ ઘટનાનો વિરોધનો પડઘો કચ્છ સુધી પણ પહોંચ્યો છે., G.K. General Hospital doctors on 24-hour strike

ભુજની જી.કે. જનરલ હોસ્પિટલના ડોકટરો 24 કલાકની હડતાળ પર
ભુજની જી.કે. જનરલ હોસ્પિટલના ડોકટરો 24 કલાકની હડતાળ પર (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 17, 2024, 5:35 PM IST

ભુજની જી.કે. જનરલ હોસ્પિટલના ડોકટરો 24 કલાકની હડતાળ પર (ETV Bharat Gujarat)

કચ્છ: પશ્ચિમ બંગાળના કોલકાતાની આર.જી. મેડિકલ કોલેજના તાલીમી તબીબ ઉપર સામુહિક દુષ્કર્મ કરી તેની હત્યા કરી દેવાયાની ઘૃણાસ્પદ ઘટનાના પગલે સમગ્ર દેશમાં ભારે આક્રોશનો માહોલ સર્જાયો છે. ત્યારે આ ઘટનાનો વિરોધનો પડઘો કચ્છ સુધી પણ પહોંચ્યો છે. રાષ્ટ્રવ્યાપી આદેશના પગલે આજે સવારે છ વાગ્યાથી આવતીકાલે સવારે છ વાગ્યા સુધી આઈએમએ ભુજ સાથે જોડાયેલા તબીબો ઈમરજન્સી સિવાયની આરોગ્ય સેવાઓથી અળગા રહેવાના છે.

ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ (ETV Bharat Gujarat)

ડોકટરો 24 કલાકની હડતાળ પર: ભુજની જી.કે. જનરલ હોસ્પિટલના નિવાસી અને તાલીમી તબીબોએ સુત્રોચ્ચાર સાથે આ ઘટનાને લઈ વિરોધ પ્રદર્શીત કર્યો હતો. તો પશ્ચિમ બંગાળની ઘટનાના અપરાધીઓને કડકમાં કડક સજા થાય અને તબીબો હોય કે કોઈ પણ મહિલા હોય તેના પર ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન ઘટે એ માટે ખાસ કાયદો ઘડી તેનો અમલ કરાય તેવી માંગણી તબીબો દ્વારા કરવામાં આવી છે.

જી.કે. જનરલ હોસ્પિટલના ડોકટરો હડતાળ પર (ETV Bharat Gujarat)

સમગ્ર સમાજ માટે શરમજનક ઘટના:ઈન્ડિયન મેડિકલ એસોસિએશન ભુજના સમર્થનમાં ભુજની જી.કે.જનરલ હોસ્પિટલના નિવાસી અને તાલીમી તબીબોએ આજે હડતાળ કરીને વિરોધ નોંધાવ્યો હતો. તેમજ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં પણ એદકમ સન્નાટો છવાયો હતો. દર્દીઓનો ધસારો પણ જોવા મળ્યો ન હતો. કોલકાતાની ઘટના ન માત્ર તબીબી બલકે સમગ્ર સમાજ માટે શરમજનક છે.

માત્ર આપાતકાલીન સેવાઓ ચાલુ રાખવામાં આવી:પશ્ચિમ બંગાળના કોલકાતાની ઘટનાનો વિરોધ કરવા માટે આઈએમએ ભુજ સાથે જોડાયેલા 280 જેટલા ડોકટર 24 કલાક માટે ઓપીડી સેવાથી અળગા રહેશે અને માત્ર આપાતકાલીન સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. આ ઉપરાંત જો અનિવાર્ય અને આપાતકાલીન હશે તો જ ઓપરેશન કરવામાં આવશે.

રાજય સ્તરિય સંગઠનના આદેશ મુજબ આગામી કાર્યક્રમ:ઉલ્લેખનીય છે કે ભુજની સિવિલ હોસ્પિટલ સિવાય ખાનગી હોસ્પિટલો કે.કે. પટેલ, લેવા પટેલ, આયુષ સહિતની હોસ્પિટલોની ઓપીડી સેવા પણ આજે બંધ રાખવામાં આવી હતી. તો બીજી બાજુ ડેન્ટલ કલબ ભુજના 80 જેટલા ડોક્ટરોએ પણ સમર્થન આપી વિરોધમાં જોડાયા હતા. તો અદાણી જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નિવાસી તબીબો, તાલીમી તબીબો અને મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા છાત્રોએ સુત્રોચ્ચાર કરી આ ઘટનાનો વિરોધ નોધાવ્યો હતો.આગામી સમયમાં રાજય સ્તરિય સંગઠનના આદેશ અનુસાર આગળના કાર્યક્રમ આપવામાં આવશે.

કોઈ પણ મહિલા સાથે આવો વ્યવહાર ન થવો જોઈએ: મહિલા ડોકટર પ્રતીક્ષા વાસ્તરીયાએ જણાવ્યું હતું કે, આ માત્ર કોઈ ડોકટરોનો પ્રશ્ન નથી પરંતુ અન્ય મહિલાઓ સાથે પણ દુષ્કર્મ થઈ રહ્યા છે. ત્યારે આવી ઘટનાના વિરોધમાં દરેક જનતાએ જોડાવું જોઈએ. તમામ લોકોએ એકઠા થઈને એક અવાજ ઉઠાવવો જોઈએ. જેથી કોઈ પણ મહિલા સાથે આવો વર્તન અને આવી ઘટના ના ઘટે. આ ઘટનામાં જે કોઈ પણ દોષિત છે તેને પૂરેપૂરી સજા મળે તેવી માંગ છે.

  1. નવસારીમાં IMA ડોક્ટર્સની હડતાળ : ખાનગી હોસ્પિટલના ડોક્ટરો પણ જોડાયા - Doctors strike in Navsari
  2. કોલકતાની ઘટના સંદર્ભે પોરબંદરમાં તબીબોએ પ્રતીકાત્મક રેલી યોજી - Doctors held a symbolic rally

ABOUT THE AUTHOR

...view details