ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં મહાયુતિને મળી પ્રચંડ બહુમતી, ઝારખંડમાં ફરી સોરેન સરકાર, વાયનાડમાં પ્રિયંકાની પ્રચંડ જીત,

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 23, 2024, 7:28 AM IST

Updated : Nov 23, 2024, 5:42 PM IST

હૈદરાબાદ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થઈ ગયા છે.બુધવારે મહારાષ્ટ્રની તમામ 288 બેઠકો માટે મતદાન થયું હતું. ઝારખંડની 81 બેઠકો માટે બે તબક્કામાં મતદાનની પ્રક્રિયા પણ બુધવારે પૂર્ણ થઈ હતી. બંને રાજ્યોના પરિણામ આજે જાહેર થઈ ગયા. આ ઉપરાંત ઉત્તર પ્રદેશની નવ વિધાનસભા બેઠકો, પંજાબની ત્રણ, ઉત્તરાખંડની એક વિધાનસભા બેઠક અને કેરળની વાયનાડ અને મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા બેઠક માટે પણ પેટાચૂંટણી યોજાઈ તેના પરિણામ પણ જાહેર થયાં છે. ECIની અધિકૃત વેબસાઇટ (www.eci.gov.in અથવા results.eci.gov.in) ચૂંટણી પરિણામોની ઓનલાઈન ઍક્સેસ પ્રદાન કરે છે. આ ઉપરાંત, તમે ETV ભારત પર રીઅલ ટાઇમ લાઇવ અપડેટ્સ તેમજ વિગતવાર કવરેજ અને પરિણામોનું વિશ્લેષણ પણ જોઈ શકશો.

તમને જણાવી દઈએ કે દેશભરના વિવિધ રાજ્યોમાં વિધાનસભા સીટો માટે પેટાચૂંટણી પણ યોજાઈ છે. તેમની સંખ્યા નીચે મુજબ છે.

આસામ 5

બિહાર 4

છત્તીસગઢ 1

ગુજરાત 1

કર્ણાટક 3

કેરળ 2

મધ્ય પ્રદેશ 2

મેઘાલય 1

પંજાબ 4

રાજસ્થાન 7

સિક્કિમ 2

ઉત્તર પ્રદેશ 9

ઉત્તરાખંડ 1

પશ્ચિમ બંગાળ 6

LIVE FEED

5:39 PM, 23 Nov 2024 (IST)

"મહારાષ્ટ્રના પરિણામો અવિશ્વસનીય, અમે પરિણામોની તપાસ કરી રહ્યા છીએ...", કે.સી.વેણુગોપાલ

દિલ્હી: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામો પર કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે કહ્યું, "મહારાષ્ટ્રના પરિણામો અવિશ્વસનીય છે. અમે પરિણામોની તપાસ કરી રહ્યા છીએ..."

5:36 PM, 23 Nov 2024 (IST)

'સબકે દિલો પર છા ગયા, શેરદિલ સોરેન ફિર આ ગયા', ઝારખંડના પાટનગર રાંચીમાં લાગ્યા પોસ્ટર્સ

રાંચી: ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ JMM દ્વારા હરમુ ચોક ખાતે નવા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર્સમાં લખવામાં આવ્યું છે કે, 'સબકે દિલો પર છા ગયા, શેરદિલ સોરેન ફિર આ ગયા'

5:31 PM, 23 Nov 2024 (IST)

ઝારખંડ વિધાનસભા ચૂૂંટણીનું પરિણામ: પીએમ મોદીએ ઝારખંડની જનતાનો આભાર માન્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, "અમારી તરફી સમર્થન માટે હું ઝારખંડના લોકોનો આભાર માનું છું. અમે લોકોના મુદ્દા ઉઠાવવામાં અને રાજ્ય માટે કામ કરવામાં હંમેશા અગ્રેસર રહીશું. હું રાજ્ય માટે જેએમએમના નેતૃત્વવાળા ગઠબંધનનો પણ આભાર માનું છું." તેમના પ્રદર્શન માટે તેમને અભિનંદન."

5:28 PM, 23 Nov 2024 (IST)

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ભાજપના પ્રદેશ અઘ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ જલેબી બનાવી, ભાજપના નેતૃત્વમાં મહાગઠબંધન રાજ્યમાં સરકાર બનાવવા માટે તૈયાર છે.

5:23 PM, 23 Nov 2024 (IST)

PM મોદીએ એકનાથ શિંદેને આપી શુભકામના, રાજ્યમાં મહાયુતિની જીત પર પાઠવી શુભેચ્છા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે વાત કરી અને રાજ્યમાં મહાયુતિની જીત પર તેમને અભિનંદન આપ્યા: CMO

4:33 PM, 23 Nov 2024 (IST)

મહારાષ્ટ્રમાં મહાયુતિની મહાજીત, સીએમ શિંદેએ સૌ કોઈના મોઢા મીઠા કરાવ્યા

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સહિત મહાયુતિના નેતાઓએ વિક્ટ્રી દર્શાવી અને એકબીજાને મીઠાઈ ખવડાવી. મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે.

4:12 PM, 23 Nov 2024 (IST)

આ જીત વડાપ્રધાન મોદીમાં મહારાષ્ટ્રનો વિશ્વાસ દર્શાવે છે: દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, "અમે મહારાષ્ટ્રના તમામ નાગરિકોના આભારી છીએ. આ વડા પ્રધાન મોદીમાં મહારાષ્ટ્રનો વિશ્વાસ દર્શાવે છે..."

3:45 PM, 23 Nov 2024 (IST)

હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેનની ગાંડેય બેઠક પર જીત, જનતાનો માન્યો આભાર

ગિરિડીહ: ઝારખંડમાં જેએમએમની આગેવાની હેઠળના મહાગઠબંધનની આગેકૂચ યથાવત છે, ગાંડેયથી પાર્ટીના ઉમેદવાર અને મુખ્યમંત્રી હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેને કહ્યું, "હું ગાંડેય, ગિરિડીહ અને રાજ્યના લોકો પર પ્રેમ અને આશીર્વાદ આપવા બદલ આભાર માનું છું. હું તેમની પોતાની પુત્રીની જેમ આપનો આભાર માનું છું..."

3:35 PM, 23 Nov 2024 (IST)

વાયનાડ બેઠક પર પ્રિયંકા ગાંધીની પ્રચંડ બહુમતીથી જીત,રાહુલ ગાંધીનો પણ તોડ્યો રેકોર્ડ, જનતાનો માન્યો આભાર

વાયનાડ બેઠક પર પ્રિયંકા ગાંધીની પ્રચંડ બહુમતીથી જીત થતાં તેમમે જનતાનો આભાર માન્યો હતો. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર એક સંદેશ લખ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે, 'મારી વહાલી બહેનો અને વાયનાડના ભાઈઓ, તમે મારામાં મૂકેલા વિશ્વાસ બદલ હું કૃતજ્ઞતાથી અભિભૂત છું. હું આપને વિશ્વાસ અપાવું છું કે, આ જીત મારી નથી પરંતુ તમારી છે. તમે જે વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી કરી છે તે તમારી તમામ આશાઓ અને સપનાઓને સમજે છે અને તમારા માટે લડશે. હું સંસદમાં તમારો અવાજ બનવા આતુર છું! મને આ સન્માન આપવા બદલ અને તમે મને આપેલા અપાર પ્રેમ બદલ આપનો ખુબ ખુબ આભાર ❤️❤️

3:27 PM, 23 Nov 2024 (IST)

પેક્ષા કરતા પણ મોટી સફળતા મળી છે, મહાવિકાસ અઘાડીને આંચકો લાગ્યો છે: રામદાસ અઠાવલે

મુંબઈ: કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનની જીત પર કહ્યું, "આ એક મોટી સફળતા છે અને તે અપેક્ષા કરતા પણ મોટી છે... મહાવિકાસ અઘાડીને આંચકો લાગ્યો છે. તેમના દ્વારા કરવામાં આવેલા આરોપો (MVA) ), જનતાએ તેમને તેનો જવાબ આપ્યો છે... અમારા માટે આ એક મોટી જીત છે અને હું મહારાષ્ટ્રના લોકોનો આભાર વ્યક્ત કરું છું."

3:24 PM, 23 Nov 2024 (IST)

મહારાષ્ટ્રનો આગામી મુખ્યમંત્રી કોણ બનશે ? દેવેન્દ્ર ફડણવીસે આપ્યો આ જવાબ

મુંબઈ: મહારાષ્ટ્રના આગામી મુખ્યપ્રધાન કોણ હશે એ સવાલ પર મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, “મુખ્ય પ્રધાનના ચહેરા પર કોઈ વિવાદ નહીં હોય. એ પહેલા જ દિવસથી નક્કી થઈ ગયું હતું કે ચૂંટણી પછી , ત્રણેય પક્ષોના નેતાઓ સાથે બેસીને નિર્ણય લેશે જે નિર્ણય સૌને સ્વીકાર્ય હશે, તેના પર કોઈ વિવાદ નથી.

12:02 PM, 23 Nov 2024 (IST)

એનસીપીના ઉમેદવાર જીશાન સિદ્દીકી પાછળ ચાલી રહ્યા છે

ચૂંટણી પંચના સત્તાવાર વલણો અનુસાર, NCP ઉમેદવાર જીશાન સિદ્દીકી વાંદ્રે પૂર્વથી પાછળ છે. શિવસેના (UBT)ના વરુણ સતીશ સરદેસાઈ અહીં 4343 મતોથી આગળ છે.

11:25 AM, 23 Nov 2024 (IST)

કેરળ: વાયનાડમાં પ્રિયંકા ગાંધી 256346 મતોથી આગળ, 40 ટકા મતગણતરી પૂર્ણ

કોંગ્રેસના નેતા અને વાયનાડ સંસદીય ક્ષેત્રના ઉમેદવાર પ્રિયંકા ગાંધી વાડ્રા દિલ્હીના ખાન માર્કેટ વિસ્તારમાં તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તે કેરળના વાયનાડ સંસદીય ક્ષેત્રની પેટાચૂંટણીમાં આગળ ચાલી રહી છે.

11:25 AM, 23 Nov 2024 (IST)

ઝારખંડમાં મહાગઠબંધન બહુમતીનો આંકડો પાર

ચૂંટણી પંચના પ્રારંભિક વલણો અનુસાર, મહાગઠબંધન (43) એ 40નો આંકડો (JMM 24, કોંગ્રેસ 11, RJD 6, CPI (ML) (L) 2)ને પાર કર્યો છે. NDA 26 બેઠકો પર આગળ છે (ભાજપ 24, AJSUP 1, JDU 1).

9:52 AM, 23 Nov 2024 (IST)

મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો લાઈવ અપડેટઃ સીએમ એકનાથ શિંદે 4,000 મતોથી આગળ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે કોપરી-પચપાખાડી વિધાનસભા બેઠક પરથી મતગણતરીનાં પ્રથમ રાઉન્ડના અંતે 4,000 થી વધુ મતોથી આગળ છે: ચૂંટણી પંચ

8:21 AM, 23 Nov 2024 (IST)

વાયનાડ અને નાંદેડ લોકસભા પેટાચૂંટણી માટે પણ મતગણતરી શરૂ

ઝારખંડ ચૂંટણી 2024 અને મહારાષ્ટ્ર ચૂંટણી 2024 માટે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. વાયનાડ અને નાંદેડ લોકસભા પેટાચૂંટણી માટે પણ મતગણતરી શરૂ થઈ ગઈ છે. વિધાનસભાની પેટાચૂંટણી માટે પણ મતગણતરી શરૂ થઈ ગઈ છે.

Last Updated : Nov 23, 2024, 5:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.