ગુજરાત

gujarat

ETV Bharat / state

ડોકટરોએ લાયસન્સ કરતા રીવોલ્વરનું લાયસન્સ પહેલાં લેવું પડશે: IMA પૂર્વ પ્રમુખ - kolkata doctor rape murder case - KOLKATA DOCTOR RAPE MURDER CASE

ભાવનગર શહેરમાં IMA,JDA અને DSA એસોસિએશનો મળીને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની સર ટી હોસ્પિટલથી રેલી નીકળીને કલેકટર કચેરીએ પોહચી આવેદન આપ્યું હતું. IMAના પૂર્વ પ્રમુખે કેન્દ્ર અને રાજ્ય સરકારો પર પ્રહાર કર્યા હતા. જો કે પ્રહારો શા માટે અને શું છે મુખ્ય માંગ જાણો... Doctors rally in Bhavnagar

કોલકાત્તાની ઘટનાને લઈને ભાવનગરના તબીબોમાં આક્રોશ
કોલકાત્તાની ઘટનાને લઈને ભાવનગરના તબીબોમાં આક્રોશ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 18, 2024, 12:19 PM IST

ભાવનગર:પશ્ચિમ બંગાળના કલકત્તામાં મહિલા ડોકટર સાથે દુષ્કર્મ બાદ હત્યાના મામલે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે ભાવનગરની સરકારી અને ખાનગી હોસ્પિટલ સહિતના ડોકટર એસોસિએશને આ મામલે બંધ પાળીને રેલી યોજી હતી. આ રેલી શહેરના વિવિધ માર્ગ પર ફરીને કલેકટર કચેરીએ પોહચી હતી.

કોલકાત્તાની ઘટનાને લઈને ભાવનગરના તબીબોમાં આક્રોશ (Etv Bharat Gujarat)

ન માત્ર પશ્ચિમ બંગાળમાં પરંતુ દેશભરમાં કલકત્તામાં મહિલા ડોકટર સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.ત્યારે ભાવનગર સર ટી હોસ્પિટલમાંથી ડોકટરોની એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના પટાંગણમાં સર ટી હોસ્પિટલના રેસિડન્સ ડોકટર સહિત અન્ય ડોકટર્સ જોડાયા હતા. તમામ ડોકટર્સ રેલી યોજીને સર્વતી હોસ્પિટલથી ગિવિધ બેનરો સાથે કલેકટર કચેરીએ પોહચ્યા હતા. કલેકટરને આવેદનપત્ર આપીને ન્યાયની માંગ પશ્ચિમ બંગાળના આર જી કર હોસ્પિટલમાં બનેલી ઘટનામાં મૃતક ડોકટર મહિલાના સંદર્ભે હતી.

ભાવનગરમાં ડોક્ટરો પણ કોલકાત્તાની ઘટનાને લઈને વિરોધમાં જોડાયા (Etv Bharat Gujarat)

રેલીમાં ખાનગી ડોકટરો પણ જોડાયા

પશ્ચિમ બંગાળની ઘટનાએ સમગ્ર દેશમાં ઘેર પડઘા પાડ્યા છે ત્યારે ભાવનગર શહેરમાં યોજાયેલી રેલીમાં HERE TO SERVE NOT TO SUFFER જેવા બેનરો જોવા મળ્યા હતા. જો કે રેલીમાં IMA ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, JDA એટલે જુનિયર ડોકટર એસોસિએશન અને DSA એટલે ડોકટર સિનિયર એસોસિએશનના તમામ ડોકટરો જોડાયા હતા. તમામ રેલી સ્વરૂપે કલેક્ટરને મળીને આવેદન આપ્યું હતું. જો કે IMAના પ્રમુખ ડોકટર કાનાણીએ પણ હાજરી આપી હતી.

IMA પૂર્વ પ્રમુખનું આક્રમક વલણ (Etv Bharat Gujarat)

કાયદાની 5 વર્ષથી સરકાર પાસે માંગ

ભાવનગર ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પૂર્વ પ્રમુખ ડો કાનાણીએ જણાવ્યું હતું કે, અમે 5 વર્ષ પહેલાં કેન્દ્ર સરકાર પાસે પ્રિવેંશન ઓફ ડોકટરના કાયદાની માંગ કરેલી છે, પણ હજુ સુધી કાયદો બન્યો નથી. ડોક્ટરને ડોક્ટરનું લાયસન્સ લેતા પહેલા રિવોલ્વરનું લાયસન્સ લેવું પડશે. આ ગામમાં 350ને લાયસન્સ છે, તેમાં જરૂર ન હોઈ તેવા સવા ત્રણસો છે. અમે DSPને પણ કહેવાના છીએ કે ડોકટર લાયસન્સ માંગે તો તરત રીન્યુ કરી દેવું. ગુજરાતમાં જૂનાગઢમાં,બરોડા,સુરત અને ભાવનગરમાં બનાવ બનેલા એટલા માટે પ્રોટેક્શન જરૂરી છે.

  1. કોલકાત્તાની ડોક્ટર સાથે દુષ્કર્મ-હત્યાની ઘટનાનો અમદાવાદમાં વિરોધ, તબીબોએ કેન્ડ માર્ચ યોજી, માનવ સાંકળ રચી - Doctor Strike in Ahmedabad
  2. 'ડોક્ટર પછી પહેલા દેશની દીકરી છું' અમદાવાદ બી જે મેડિકલ કોલેજ ખાતે કલકત્તાની ઘટનાના પડઘા સંભળાયા - KOLKATA DOCTOR CASE

ABOUT THE AUTHOR

...view details