મહેસાણા: જિલ્લાના કોલવડા ગામે 33 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા ઝાડા ઉલટી થયાની ઘટના સામે આવી છે. જેમાં હાલમાં તમામને સારવાર બાદ રજા આપવામાં આવી છે. આ સમગ્ર ઘટના વિજાપુર તાલુકાના કોલવડા ગામની છે. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, અહીં ટોપરાપાક ખાવાથી 33 લોકોને ઝાડા ઉલટી થઈ હતી.
સમગ્ર ઘટના એમ બની હતી કે, ગત મંગળવારે કોલવડા ગામની હાઈસ્કૂલમાં ઉજવણી પ્રસંગે જમણવાર રાખવામાં આવ્યો હતો. શાળામાં જમણવાર પૂર્ણ થયા બાદ વધેલો ટોપરાપાક ગામના દેવીપુજક સમાજમાં વહેચવામાં આવ્યો હતો.
મહેસાણા વિજાપુર તાલુકાના કોલવડા ગામમાં ટોપરાપાક ખાવાથી 33 લોકોને ઝાડા ઉલટી થઈ (Etv Bharat Gujarat) શાળા દ્વારા વહેચવામાં આવેલ ટોપરાપાક બુધવારે બપોરે દેવીપુજક સમાજના લોકોએ ખાધા બાદ 33 જણાને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. જેમાં 33 પૈકી 16 જણાની તબિયત વધુ લથડતા સ્થાનિક સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી.
33 લોકોને ફૂડ પોઈઝનિંગ, 16 ને અસર, તમામને સારવાર બાદ રજા અપાઈ (Etv Bharat Gujarat) સમગ્ર ઘટનાની જાણ થતાં જિલ્લા આરોગ્ય અધિકારી સહિત આરોગ્ય ટીમ ગામે પહોંચી હતી. જો કે, સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી. ફૂડ પોઈઝનિંગના કારણે ચાર વર્ષના બાળકને વડનગર સિવિલ ખાતે સારવાર અપાઈ હતી. જો કે, ફૂડ પોઈઝનિંગની અસર થયેલ તમામ લોકોને સારવાર આપ્યા બાદ રજા અપાઇ હતી. સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ફૂડ વિભાગને જાણ કરવામાં આવી હતી. ફુડ વિભાગ દ્વારા ટોપરાપાકનું સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યું છે.
કોલવડા ગામમાં 33 લોકોને ફૂડ પોઈઝનિંગ (Etv Bharat Gujarat) ટોપરાપાકથી ઝાડા ઉલટી (Etv Bharat Gujarat) આ પણ વાંચો:
- સુરતમાં સિટીલાઈટ વિસ્તારમાં આવેલા મોલમાં લાગી ભયાનક આગ, 2 યુવતીઓના મોત
- ભુજની ગૃહિણી બની ડિજિટલ એરેસ્ટનો શિકાર, જાણો આરોપીઓની મોડસ ઓપરેન્ડી