અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ દ્વારા 9 ઓગસ્ટથી ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ન્યાય યાત્રા રાજ્યમાં બનેલી દુર્ઘટનાઓના પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે જે વિસ્તારમાં દુર્ઘટના બની છે તે વિસ્તારોમાં આ ન્યાય યાત્રા નીકળી હતી. આજે આ ન્યાય યાત્રાનો અંતિમ દિવસ છે. ત્યારે આ ન્યાય યાત્રા અમદાવાદ પહોંચી હતી. આ ન્યાય યાત્રા જિલ્લા કલેક્ટર ઓફીસથી લઈને ચાંદખેડા અને ત્યારબાદ ગાંધીનગર ખાતે સમાપન થવાનું હતું. જે હવે અમદાવાદ ખાતે સમાપ્ત થશે.
ન્યાય યાત્રા અમદાવાદમાં પૂર્ણ કે ગાંધીનગર જશે ? પાલ આંબલિયાએ કહી મોટી વાત... - Congress Nyay Yatra - CONGRESS NYAY YATRA
કોંગ્રેસ દ્વારા શરુ કરવામાં આવેલી ન્યાય યાત્રાનો આજે અંતિમ દિવસ છે. અગાઉ આ યાત્રા ગાંધીનગર ખાતે પૂર્ણ થવાની હતી. પરંતુ આજે અમદાવાદમાં યાત્રા પૂર્ણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે, આ વચ્ચે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ ETV Bharat સાથે વાત કરતાં મોટું એલાન કર્યું છે. Nyay Yatra
Published : Aug 23, 2024, 1:40 PM IST
ત્યારે કિસાન કોંગ્રેસ સમિતિના ચેરમેન પાલ આંબલિયાએ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું કે, " આ યાત્રાની પૂર્ણાંહુતી નથી, માત્ર અલ્પવિરામ છે. આવનારા દિવસોમાં અલગ-અલગ મુદ્દાઓ અને પ્રશ્નોને લઈને કોંગ્રેસ સરકાર લડવાની છે. પરંતુ સવાલ એ છે કે TRP ગેમઝોન, હરણીકાંડ, તક્ષશિલાઘટના કે મોરબી ઝૂલતા પૂલની ઘટનાની અંદર જે પીડિત પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. જેમાં લગભગ 250થી વધુ સ્વજનોનો સમાવેશ થાય છે. ત્યારે આ સરકાર ન્યાય પણ અપાવી શકતી નથી. તેથી આ પીડિત પરિવારોને અત્યારે અમારી સાથે આ ન્યાય યાત્રામાં જોડાવું પડે છે."
અગાઉ આ યાત્રા ગાંધીનગર ખાતે પૂર્ણ થવાની હતી. પરંતુ કોંગ્રેસે જણાવ્યું કે, વિધાનસભા સત્રના કારણે ન્યાય યાત્રાને અમદાવાદમાં જ પૂર્ણ થશે. તે મુદ્દે તેમણે જણાવ્યું કે આ ન્યાય યાત્રાનું સો ટકા નિરાકરણ આવશે. આ ન્યાય યાત્રામાં ગાંધીનગર જવાની મંજૂરી મળી કે નથી મળી. એ અમારો પ્રશ્ન નથી. "અમે તો ગાંધીનગર જઈશું." જો સરકારને એવું લાગશે તો અમારી અટકાયત કરી લે.