પોરબંદર: સામાન્ય રીતે કેરીની સિઝન ઉનાળામાં આવતી હોય છે. પંરતુ હવે ઋતુ ગત વાતાવરણમાં ફેરફાર સાથે પ્રકૃતિ પણ એડજસ્ટ થઈ જતી હોય તેમ પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના બોક્સની આવક થતા લોકોમાં આશ્ચર્ય છવાયું હતું.
851 પ્રતિ કિલોએ વેચાઈ કેરી
કેસર કેરી એવી કે જાણે જોઈને જ ખાવાનું મન થઇ જાય. પોરબંદરમાં કેસર કેરી શિયાળામાં આવતા લોકોમાં આશ્ચર્ય છવાયું હતું. માર્કેટીંગ યાર્ડમાં વેપારી નીતિન દાસણીએ જણાવ્યું હતું કે, પોરબંદર જિલ્લાના બિલેશ્વર પાસે આવેલા હનુમાન ગઢના નિલેશ મોરીના કેસર કેરીના બાગમાંથી 10 કિલોનું એક બોક્સ આવ્યું હતું. જે આજે 851ની કિલો એટલે કે 8500 ની કિંમતે એક બોક્સ વેચાયું હતું.
કેસર કેરીના ફાલને વાતાવરણને અનુકૂળ
ઠંડીની ઋતુમાં સફરજન અને જામફળ બજારમાં આવતા હોય છે. પરંતુ કેસર કેરી ઉનાળામાં જ આવતી હોય છે. આ રીતે હનુમાન ગઢમાં ઋતુ ગત ફેરફારમાં પણ કેસર કેરીના આંબાને અનુકુળ વાતાવરણ આવતા દસ કિલો જેટલી કેસર કેરીની આવક થતા પોરબંદર સહિતના લોકો આશ્ર્ચર્ય પામ્યા હતા.