ગુજરાત

gujarat

ETV Bharat / state

હવે દરેક ખેડૂત પુત્ર બની શકશે ડ્રોન પાયલટ, કૌશલ્યા યુનિવર્સિટીની નવી પહેલ, જાણો ફી સહિતની માહિતી.. - Drone pilot training - DRONE PILOT TRAINING

15 જુલાઈ, વિશ્વ યુવા કૌશલ્ય દિવસ નિમિત્તે કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટી દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. જેમાં ખેડૂત પુત્રોને રૂપિયા 1200 ના દરે ડ્રોન પાયલોટની તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

કૌશલ્યા યુનિવર્સિટીની નવી પહેલ
કૌશલ્યા યુનિવર્સિટીની નવી પહેલ (ETV Bharat Reporter)

By ETV Bharat Gujarati Team

Published : Jul 15, 2024, 12:11 PM IST

ગાંધીનગર : ‘કૌશલ્ય સાથે શિક્ષણ’ના હેતુ સાથે રાજ્યના યુવાનોના કૌશલ્યને કેન્દ્રમાં રાખીને ‘સ્કિલ સ્માર્ટ’ અભ્યાસ થકી રોજગારી આપવાના ઉદ્દેશથી કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. ઉપરાંત ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા ડ્રોન ઉત્પાદનનું ટાઈપ સર્ટિફિકેટ મેળવનાર દેશની પ્રથમ યુનિવર્સિટી છે.

ડ્રોન પાયલોટ તાલીમ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સ્કિલ ઇન્ડિયા’ના વિઝનને સાર્થક કરવા ગુજરાત રાજ્યમાં નાગરિકોને સમયની માંગ અનુસાર કૌશલ્ય તાલીમ પ્રદાન થાય તેના માટે યોજનાબદ્ધ કામગીરી થઈ રહી છે. આ દિશામાં આગામી સમયમાં ગુજરાતમાં ખેડૂતો તથા ખેડૂત પુત્રોને નજીવા દરે ડ્રોન પાયલોટની તાલીમ આપવાનું આયોજન છે. જેમાં રૂપિયા 1200 ના દરે ડ્રોન પાયલોટની તાલીમ આપવામાં આવશે.

સર્ટિફિકેટ કોર્સથી લઈને Phd સુધીનો અભ્યાસ (ETV Bharat Reporter)

કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટી :હાલમાં કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટી દ્વારા કલોલમાં RTPO (રિમોટ પાયલોટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન) કાર્યરત છે. આગામી સમયમાં પાયલોટ ટ્રેનિંગની માંગને પહોંચી વળવા માટે શીલજ કેમ્પસ ખાતે નવી RTPO ની મંજૂરી આપવામાં આવી છે. તે સિવાય વધુ 19 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે તાલીમ શરૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ નવી સંસ્થાઓમાં ખેડૂત તથા ખેડૂત પુત્રોને રૂપિયા 1200 ના નજીવા દરથી ડ્રોન પાયલોટ તાલીમ ઉપલબ્ધ કરવામાં આવશે. સામાન્ય રીતે આવી તાલીમ ખાનગી ક્ષેત્રે રુ. 50 થી 60 હજારમાં ઉપલબ્ધ થાય છે.

ખેતીમાં ડ્રોનની માંગ :અત્યારના સમયમાં ડ્રોનથી રાસાયણિક ખાતર/દવાના છંટકાવની કામગીરી કૃષિક્ષેત્રની માંગ છે. હાલની રૂઢિગત પરંપરા મુજબ પંપથી છંટકાવના કારણે ખેડૂતોના સ્વાસ્થ્યને વિપરીત અસર થાય છે. ડ્રોનથી છંટકાવના કારણે દવા અને ખાતરની બચત થાય છે. સાથે જ સમગ્ર ખેતરમાં જરૂરિયાત મુજબની માત્રામાં છંટકાવ થવાથી ખેત ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે.

ડ્રોન પાયલોટ તાલીમ (ETV Bharat Reporter)

સર્ટિફિકેટ કોર્સથી લઈને Phd સુધીનો અભ્યાસ :કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટી દ્વારા જુદી જુદી 6 વિદ્યાશાખાઓ મારફતે સર્ટિફિકેટ કોર્સથી લઈને Phd. કક્ષાના અભ્યાસક્રમો ચાલે છે. આ પૈકી “સ્કૂલ ઓફ ડ્રોન” દ્વારા ડ્રોન ક્ષેત્રની સંપૂર્ણ કુશળતાને આવરી લેતા વિવિધ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. વિદ્યાર્થીઓને ડ્રોન નિર્માણ અંગે જરૂરી તાલીમ મળવાથી તેઓ આ ક્ષેત્રમાં સર્વાંગી અનુભવ મેળવી રહ્યા છે. યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત આ ડ્રોનનો ઉપયોગ રાજ્યના અન્ય જિલ્લામાં ડ્રોન પાયલોટ તાલીમની સુવિધા વિસ્તારવા માટે કરવામાં આવશે.

ડ્રોન ઉત્પાદનનું ટાઈપ સર્ટિફિકેટ:નવી દિલ્હી ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા કૌશલ્યા યુનિવર્સિટીના અમદાવાદ ખાતે કાર્યરત ડ્રોન મંત્રા લેબને ડ્રોન ઉત્પાદન માટે ટાઈપ સર્ટિફિકેટ મળ્યું છે. આ પ્રકારનું પ્રમાણપત્ર મેળવનાર દેશની આ પ્રથમ યુનિવર્સિટી છે. ડ્રોન મંત્રા લેબ રાયપુર અમદાવાદ ખાતે 100 જેટલા ડ્રોનનું ઉત્પાદન પણ કરવામાં આવ્યું છે. જે ડ્રોનનું નિર્માણ કરવામાં આવ્યું છે તે સ્મોલ કેટેગરીનું ડ્રોન છે, જેને ‘કૌશલ્યા ડ્રોન’ નામ આપવામાં આવ્યું છે.

  1. અર્થ ચૌધરીની ઇન્ટરકન્ટ્રી ડ્રોન ઓપરેશન સિસ્ટમ આપશે સુરક્ષા દળોને તાકાત
  2. દેવપર ગામની મહિલા ખેડૂત બની કચ્છની પ્રથમ મહિલા ડ્રોન પાયલોટ

ABOUT THE AUTHOR

...view details