ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડાના કપડવંજમાં દીવાલ ધરાશાયી, એક બાળકી સહિત ચાર વ્યક્તિ ઈજાગ્રસ્ત - Kheda accident - KHEDA ACCIDENT

ખેડાના કપડવંજમાં એક સોસાયટીની સંરક્ષણ દીવાલ ધરાશાયી થયાના સમાચાર સામે આવી રહ્યા છે. એક સોસાયટીની દીવાલ ધરાશાયી થઈને બાજુના મકાન પર પડી હતી. આ મકાનમાં હાજર બાળકી સહિત ચાર વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે.

કપડવંજમાં દીવાલ ધરાશાયી
કપડવંજમાં દીવાલ ધરાશાયી (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 25, 2024, 7:45 AM IST

ખેડા :શનિવારના રોજ વહેલી સવારથી જ ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ 142 mm વરસાદ કપડવંજમાં વરસ્યો હતો. જેના પગલે શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ દરમિયાન કપડવંજમાં દુર્ઘટના બન્યાના સમાચાર સામે આવ્યા છે.

કપડવંજમાં દીવાલ ધરાશાયી, ચાર વ્યક્તિ ઈજાગ્રસ્ત (ETV Bharat Gujarat)

કપડવંજમાં દીવાલ ધરાશાયી :કપડવંજમાં એક સોસાયટીની સંરક્ષણ દીવાલ ધરાશાયી થતા બાર મહિનાની બાળકી સહિત ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. સતત વરસી રહેલા વરસાદને પગલે સોસાયટીની સંરક્ષણ દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. તેનો કાટમાળ પાછળ આવેલા મકાન પર પડતા અંદર રહેલા ચારેય વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનામાં ઈજાગ્રસ્તોને સ્થાનિકો દ્વારા કાટમાળમાંથી બહાર કાઢી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા.

સ્થાનિકોએ કર્યું બચાવ કાર્ય :ભારે વરસાદને કારણે કપડવંજ શહેરમાં આવેલી ઇન્દ્રપ્રસ્થ સોસાયટીની સંરક્ષણ દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી. જેનો કાટમાળ પાછળ આવેલા મકાન ઉપર પડ્યો હતો. આ મકાનમાં રહેતો પરિવાર કાટમાળ નીચે દબાઈ જવા પામ્યો હતો. ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને દબાયેલા પરિવારને સ્થાનિકો દ્વારા કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યા હતા.

ચાર લોકો ઈજાગ્રસ્ત :આ ઘટનામાં બે મહિલા, એક પુરુષ અને એક બાર મહિનાની બાળકી ઈજાગ્રસ્ત થઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. મોટી સોસાયટીની હલકી ગુણવત્તાવાળી સંરક્ષણ દીવાલ હોવાથી હજુ પણ ધરાશાયી થશે તેવી શક્યતા સ્થાનિકોએ વ્યક્ત કરી હતી.

કપડવંજમાં સૌથી વધુ વરસાદ :ખેડા જિલ્લામાં શુક્રવાર બપોરથી સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. જેમાં શનિવારના રોજ જિલ્લામાં સૌથી વધુ 142 mm વરસાદ કપડવંજમાં વરસ્યો હતો. જેના કારણે શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઉપરાંત જનજીવન પ્રભાવિત થયું હતું.

  1. ખેડામાં પશુપાલકે શાળાને લીધી બાનમાં, પ્રવેશદ્વાર પર જ બાંધી બે મારકણી ગાયો
  2. ખેડાના બામરોલી ગામમાં વાનરોનો આતંક, વાનરોને પકડવા ગ્રામજનોની અપીલ

ABOUT THE AUTHOR

...view details