ગુજરાત

gujarat

ETV Bharat / state

સોમનાથ જેટલું જ પૌરાણિક વેણેશ્વર મહાદેવ મંદિર: મહમૂદ ગઝની અને વેણુ રાજકુમારી સાથે જોડાયો ઈતિહાસ, જાણો - Mythical Veneshwara Mahadev

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે 5000 વર્ષ પૂર્વે પ્રભાસ તીર્થ ક્ષેત્રની ધાર્મિક જાહોજહાલીને સમેટીને વેણેશ્વર મહાદેવ દિવ્યમાન જોવા મળે છે. મહમૂદ ગઝની અને તેની સેનાએ સોમનાથ પર આક્રમણ કર્યું હતું તે સમયના પુરાવાઓ આજે પણ વેણેશ્વર મહાદેવ શિવલિંગ પર જોવા મળે છે. આમ મંદિર રક્ષિત સ્મારક તરીકે ઓળખાય છે અને શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં શિવ ભક્તો અહીં મહાદેવના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરે છે. Mythical Veneshwara Mahadev

1024માં મહમૂદ ગઝનીએ સોમનાથ મંદિર પર ચડાઈ કરી હતી
1024માં મહમૂદ ગઝનીએ સોમનાથ મંદિર પર ચડાઈ કરી હતી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 31, 2024, 7:56 PM IST

1024માં મહમૂદ ગઝનીએ સોમનાથ મંદિર પર ચડાઈ કરી હતી (Etv Bharat Gujarat)

જૂનાગઢ: પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં સોમેશ્વર મહાદેવની સાથે ખૂબ જ નજીકમાં વેણેશ્વર મહાદેવ પણ બિરાજી રહ્યા છે. વેણેશ્વર મહાદેવનો ઇતિહાસ પણ સોમનાથ મહાદેવના ઇતિહાસની જેમાં જ ખૂબ પૌરાણિક હોવાનું મનાય છે. પવિત્ર શ્રાવણ માસમાં અહીં ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શન, પૂજા અને અભિષેક માટે આવે છે. મંદિર પરિસરમાં આવી કોઈપણ વ્યક્તિ મહિલા અને પુરુષ વેણેશ્વર મહાદેવની પૂજા કરી શકે છે જેને લઈને પણ આ મંદિર સૌથી વિશેષ માનવામાં આવે છે. સામાન્ય રીતે મંદિર પરિસરમાં પંડિતો અને પુરુષો જ ધોતી પહેરીને પૂજા કે અભિષેક કરી શકતા હોય છે ત્યારે વેણેશ્વર મહાદેવની પૂજા મહિલા-પુરુષની સાથે કોઈ પણ વ્યક્તિ ગર્ભ ગૃહમાં પ્રવેશ કરીને કરી શકે છે.

મહમૂદ ગઝની અને તેની સેનાએ સોમનાથ પર આક્રમણ કર્યું હતું (Etv Bharat Gujarat)

મહંમદ ગઝનીના સોમનાથ પર આક્રમણના પુરાવા:પ્રભાસ તીર્થ ક્ષેત્રની જાહોજહાલી આજથી 5000 વર્ષ પૂર્વે કેટલી દિવ્યમાન હશે તેના પુરાવા આજે પણ સોમનાથ નજીક મળી રહ્યા છે. પ્રભાસ તીર્થ ક્ષેત્રની ભૂમિમાં આજથી 5000 વર્ષ પૂર્વે સ્વયંભૂ સ્થાપિત થયેલા વેણેશ્વર મહાદેવ મંદિર પર મહમૂદ ગઝની અને તેની સેના દ્વારા કરવામાં આવેલા આક્રમણના નિશાનો શિવલિંગમાં આજે પણ જોવા મળે છે. 1024માં મહમૂદ ગઝનીએ સોમનાથ મંદિર પર ચઢાઈ કરી હતી અને તેની જાહોજહાલને લૂંટી હોવાનું કહેવાય છે.

5000 વર્ષ પૂર્વે સ્વયંભૂ સ્થાપિત થયેલા વેણેશ્વર મહાદેવ (Etv Bharat Gujarat)

વેણેશ્વર મહાદેવ મંદિર અતિ પૌરાણિક:પ્રવાસ તીર્થ ક્ષેત્રને અતિ પાવન ભૂમિ તરીકે સનાતન ધર્મ સંસ્કૃતિમાં પુજવામાં આવે છે. પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં આવેલા સોમનાથ મહાદેવની સાથે આજથી પાંચ હજાર વર્ષ કરતા પણ વધુ પૌરાણિક સમયે બિરાજમાન થયેલા સ્વયંભુ વેણેશ્વર મહાદેવ મંદિર સાથે પણ ધાર્મિક ઇતિહાસ જોડાયેલો છે. લોકમુખેથી પ્રાપ્ત વિગતો અનુસાર, 1024માં મહંમદ ગજનીએ સોમનાથ પર જ્યારે આક્રમણ કર્યું ત્યારે અહીંના રાજા વાજા ઠાકોરની વેણુ નામની દીકરી કે જે પ્રખર શિવ ભક્ત હતી આથી જ્યારે મહમૂદ ગઝનીના સૈનિકોએ પૂજા કરતી વેણુ નામની દીકરી પર આક્રમણ કરી પ્રહાર કરવાનો પ્રયાસ થાય છે ત્યારે સ્વયંભૂ શિવલિંગ વેણુને સુરક્ષિત તેમની અંદર સમાવીને તેનું રક્ષણ કર્યું હતું. આ દરમિયાન વેણુને શોધવા માટે મહમૂદ ગઝની અને તેના આક્રંદાઓ દ્વારા શિવલિંગ પર પ્રહારો કરાય હતા જેના નિશાન આજે પણ વેણેશ્વર મહાદેવની શિવલિંગ પર જોવા મળે છે.

સોમનાથ જેટલું જ પૌરાણિક વેણેશ્વર મહાદેવ મંદિર (Etv Bharat Gujarat)

મહમૂદ ગઝની એ વેણેશ્વર મહાદેવ સમક્ષ કરી યાચના: એવું કહેવાય છે કે, વાજા ઠાકોરની દીકરી વેણુ પર પ્રહાર કરી રહેલા મહમૂદ ગઝનીના આક્રંદાઓને વેણેશ્વર મહાદેવે તેમની શક્તિથી મોતને ઘાટ ઉતાર્યા હતા. સૈનિકોના મોતથી હતપ્રત થઈને મહમૂદ ગઝની વેણેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા ત્યાં મહાદેવનું સાક્ષાત સ્વરૂપ નિહાળીને મહમૂદ ગઝનીએ મહાદેવ સમક્ષ યાચના કરી હતી કે, તે માત્ર સોમનાથની જાહોજહાલીને લૂંટવા માટે આવ્યો છે ત્યારબાદ તેમના સૈનિકો પર વેણેશ્વર મહાદેવનો પ્રહાર બંધ થાય છે અને ત્યારબાદ મહમૂદ ગઝની અહીંથી સોમનાથની જાહોજહાલીને લૂંટીને પલાયન થઈ જાય છે. વેણેશ્વર મહાદેવ મંદિર અસામાન્ય શંકુ ઘાટ સાથેનું મંદિર છે, જે 13મી કે 14મી સદીના સ્થાપત્યનું માનવામાં આવે છે. મંદિર પૂર્વભિમુખ હોવાને કારણે પણ તેને રક્ષિત સ્મારકમાં સમાવેશ કરાયો છે.

5000 વર્ષ પૂર્વે સ્વયંભૂ સ્થાપિત થયેલા વેણેશ્વર મહાદેવ (Etv Bharat Gujarat)

વેણેશ્વર મહાદેવ માં ભક્તો ધરાવે છે અનન્ય શ્રદ્ધા:સ્વયંભુ વેણેશ્વર મહાદેવમાં ભાવિકો ખૂબ જ આસ્થા ધરાવે છે. પાછલા ત્રણ દસકાથી વેણેશ્વર મહાદેવની પૂજા માટે આવતા કાનજીભાઈ અને તેમના ધર્મપત્ની મહાદેવની કૃપા અને તેમના પરચાથી આજે પણ પરિચિત છે. તેઓ દૈનિક ધોરણે દિવસની શરૂઆત કરતા પૂર્વે વેણેશ્વર મહાદેવની પૂજા અને શિવલિંગ પર શીશ ઝુકાવ્યા બાદ દિવસની શરૂઆત કરે છે. તો સ્થાનિક પંડિત ચંદ્રશેખર મહેતા પણ મહાદેવની નિત્ય પૂજા માટે મંદિરમાં આવે છે. આ મંદિર સોમનાથ મહાદેવ જેટલું જ પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે જેથી અહીં મહાદેવની પૂજા કરવાથી એક અનોખી શાંતિનો અહેસાસ થાય છે.

મહમૂદ ગઝની અને તેની સેનાએ સોમનાથ પર આક્રમણ કર્યું હતું (Etv Bharat Gujarat)
  1. પરિગ્રહ ભાવને છોડવાનો પર્વ એટલે પર્યુષણ: જૂનાગઢમાં શ્રાવક અને શ્રાવિકાઓમાં પર્યુષણ પર્વને લઈને ઉત્સાહ - Jain Mahaparva Paryushan
  2. તાપીના બુહારી ગામે ચાલતા વલ્લી મટકા અને આંકડા જુગારધામ પર SMC ની રેડ, પોલીસ ઉંઘતી ઝડપાઈ - GAMBLING CASE Tapi

ABOUT THE AUTHOR

...view details