ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર વિસ્તારના પર્યટન સ્થળો પ્રવાસન ગતિવિધિથી ફરી ધમધમશેઃ 4 મહિના પછી ટુરિઝમ શરૂ

આવતી કાલથી ગીર વિસ્તારમાં આવેલું અને સંભવત ઇતિહાસમાં પ્રથમ વખત શરૂ થવા જઈ રહેલું બરડા નેચર સફારી પ્રવાશન ગતિવિધિઓથી ધમધમતું જોવા મળશે.

By ETV Bharat Gujarati Team

Published : 6 hours ago

ગીર નેચર સફારી પાર્ક
ગીર નેચર સફારી પાર્ક (Etv Bharat Gujarat)

જૂનાગઢ: આવતી કાલથી ગીર વિસ્તારમાં આવેલા સાસણ દેવડીયા આંબરડી ગિરનાર નેચર સફારીની સાથે સંભવત ઇતિહાસમાં પ્રથમ વખત શરૂ થવા જઈ રહેલું બરડા નેચર સફારી પ્રવાશન ગતિવિધિઓથી ધમધમતું જોવા મળશે. 15 મી જૂનથી બંધ થયેલું ગીર નેચર સફારી 16મી ઓક્ટોબરથી ચાર મહિના બાદ ફરી એક વખત શરૂ થશે. જેને લઈને આવતીકાલથી ગીર વિસ્તારના પ્રવાસન સ્થળો ખાસ કરીને જંગલ સફારીમાં પ્રવાસન ગતિવિધિ ધમધમતી જોવા મળશે.

ગીરના પર્યટન સ્થળો પ્રવાસનોથી ધમધમતા દેખાશે (Etv Bharat Gujarat)

આવતી કાલથી ગીર પ્રવાસન ગતિવિધિથી ધમધમશે:આવતી કાલથી ફરી એક વખત ગીર જંગલ સફારી પ્રવાસન ગતિવિધિઓથી ધમધમતુ જોવા મળશે. 15 મી જૂનથી બંધ થયેલું સાસણ સફારી પાર્ક, ગિરનાર નેચર સફારી પાર્ક અને આંબરડી સફારી પાર્ક ફરી એક વખત ચાર મહિના બાદ પ્રવાસન ગતિવિધિથી જીવંત બનવા જઈ રહ્યું છે. ચોમાસાના ચાર મહિના વરસાદ અને સિંહના સંવવન સમયને કારણે તમામ પ્રવાસન ગતિવિધિઓ એકમાત્ર દેવડીયા સફારી પાર્કને બાદ કરતા બંધ રાખવામાં આવે છે. જે આવતી કાલથી વિધિવત રીતે શરૂઆત થવા જઈ રહી છે. ચાર મહિના સુધી બંધ રહેલા તમામ સફારી પાર્ક ફરી એક વખત શરૂ થતા જ સમગ્ર ગીર વિસ્તાર પર્યટનથી ધમધમતું જોવા મળશે. ગીર વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં દેશ અને વિદેશના પ્રવાસીઓ સિંહ દર્શન કરવા માટે આવતા હોય છે.

પ્રવાસીઓ (Etv Bharat Gujarat)

સંભવત બરડા નેચર સફારી પાર્ક થશે શરૂ:આવતી કાલથી પોરબંદર નજીક બરડા ડુંગરમાં ઇતિહાસમાં પ્રથમ વખત શરૂ થવા જઈ રહેલી બરડા નેચર સફારી પાર્ક પણ શરૂ થવા જઈ રહ્યું છે. આ સિવાય ગિરનાર નેચર સફારી કે જેમાં પ્રતિ દિવસે સવાર અને સાંજના બે તબક્કામાં આઠ જેટલી જીપ્સીને જંગલમાં જવા દેવાની મંજૂરી આપવામાં આવે છે. સાસણ સફારી પાર્કમાં પ્રતિ દિવસ 150 જેટલી સફારીની પરમીટ ઇસ્યુ કરવામાં આવે છે. જેમાં અંદાજિત 2000 કરતા વધારે પ્રવાસીઓ દિવસ દરમિયાન સાસણ સફારી પાર્કમાં પ્રવેશ કરીને જંગલના રાજા સિંહને મુક્ત મને વિહરતા જોવાનો આનંદ પણ માણી શકે છે.

નેચર સફારી પાર્ક (Etv Bharat Gujarat)

આ સિવાય ધારી નજીક શરૂ થયેલું આંબરડી સફારી પાર્ક પણ સિંહ દર્શનને લઈને પ્રવાસીઓમાં હવે ધીમે ધીમે સ્થાન જમાવતું જાય છે. વર્ષ દરમિયાન માત્ર બુધવારના દિવસે બંધ રહેતું દેવળિયા સફારી પાર્ક પણ સિંહ દર્શન માટે પ્રવાસીઓને આકર્ષિત રહ્યું છે ત્યારે આ તમામ સફારી પાર્કો આવતી કાલથી ફરી એક વખત શરૂ થવા જઈ રહ્યા છે.

પર્યટકો (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. સ્વચ્છ સર્વેક્ષણ 2024 માટે તૈયારીઓ શરૂ કરાશે, ઉત્પતિ સ્થળે કચરો પ્રોસેસ કરી પીરાણાનું ભારણ ઓછું કરાશે
  2. આજે ચૂંટણી પંચ કરી શકે છે અગત્યની જાહેરાત, જૂનાગઢમાં એક વર્ષથી ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી થવાની શક્યતા નહિવત

ABOUT THE AUTHOR

...view details