ગુજરાત

gujarat

જૂનાગઢ સાસણ સફારી પાર્ક ખુલવાની તારીખ જાહેર, લેભાગુ વેબસાઇટથી પ્રવાસીઓ એલર્ટ રહેજો - Junagadh Sasan Safari Park

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

Updated : 3 hours ago

ચાર મહિનાના વેકેશન બાદ ફરી એક વખત સાસણ સફારી પાર્ક શરૂ થવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે, 16 ઓક્ટોબરથી સાસણ સફારી પાર્ક પ્રવાસીઓ માટે ફરી ખુલ્લુ મૂકવામાં આવશે. જાણો. Junagadh Sasan Safari Park

16 ઓક્ટોબરથી શરૂ થશે સાસણ સફારી પાર્ક
16 ઓક્ટોબરથી શરૂ થશે સાસણ સફારી પાર્ક (Etv Bharat Gujarat)

દર વર્ષે એકલ દોકલ કિસ્સાઓ પ્રવાસીઓને છેતરવાના સામે આવી રહ્યા છે (Etv Bharat Gujarat)

જૂનાગઢ: એશિયામાં એકમાત્ર ગીરમાં સિંહને જોવા માટે પ્રવાસીઓ આખું વર્ષ રાહત જોતા હોય છે ત્યારે 16મી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા સાસણ સફારી પાર્કને લઈને વન વિભાગે પ્રવાસીઓ માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ સરકારની રજીસ્ટર ઓનલાઇન સર્વિસ દ્વારા જ સિંહદર્શનની સાથે અન્ય સુવિધાઓ રજીસ્ટર કરીને પ્રવાસીઓ લેભાગુ તત્વ અને ભળતા નામવાળી અન્ય વેબસાઈટથી બચીને સિંહ દર્શન કરી શકે તે માટેની એડવાઈઝરી જાહેર કરી છે.

જૂનાગઢ સાસણ સફારી પાર્ક ખુલવાની તારીખ જાહેર, (Etv Bharat Gujarat)

લેભાગુ તત્વો સિંહ દર્શનના સમયે થાય છે સક્રિય:16મી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા સિંહ દર્શનને લઈને સાસણ નાયબ વન સંરક્ષક મોહન રામે વિગતો આપતા જણાવ્યું છે કે, સાસણ સિંહ દર્શનમાં સિંહ દર્શનની સાથે અન્ય સુવિધાઓ જ્યારથી ઓનલાઇન કરવામાં આવી છે ત્યારથી દર વર્ષે એકલ દોકલ કિસ્સાઓ પ્રવાસીઓને છેતરવાના સામે આવી રહ્યા છે. કેટલાક લોકો દ્વારા સિંહ દર્શનના નામે ભળતી વેબસાઈટ બનાવીને પ્રવાસીઓ પાસેથી સિંહ દર્શન હોટલ અને આ વિસ્તારમાં મળતી અન્ય સુવિધાઓ ઓનલાઈન બુકિંગ કરાવીને તેનું પેમેન્ટ પણ ઓનલાઇન કરાવતા હોય છે આવી પરિસ્થિતિમાં કેટલાક પ્રવાસીઓ કોઈ ખોટા લોકો દ્વારા તેમની સાથે છેતરપીંડી થઈ હોવાનો અહેસાસ પણ થયો છે.

જૂનાગઢ સાસણ સફારી પાર્ક ખુલવાની તારીખ જાહેર, (Etv Bharat Gujarat)

સરકારી વેબસાઈટ https://girlion.gujarat.gov.in પર જ બુકિંગ કરવું: આ બાબતને ધ્યામાં રાખીને વન વિભાગે એકમાત્ર સરકારી વેબસાઈટ https://girlion.gujarat.gov.in પર જ સિંહદર્શનની સાથે અન્ય સુવિધાઓનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવે તે માટેની આગ્રહ ભરી વિનંતી સિંહ દર્શન માટે ઈચ્છુક પ્રત્યેક પ્રવાસીને કરી છે. હાલ 16 ઓક્ટોબરથી સિંહદર્શન શરૂ થવાનું છે જેને લઈને ઓનલાઈન બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવી છે.

16 ઓક્ટોબરથી શરૂ થશે સાસણ સફારી પાર્ક (Etv Bharat Gujarat)

વેબસાઇટ પર સમગ્ર સુરક્ષા ઉપલબ્ધ છે: ખાનગી વેબસાઇટો દ્વારા ગેરકાયદેસર બુકિંગ તથા ઓનલાઇન બુકિંગમાં થતી ગેરરિતીઓ અટકાવવા માટે ફક્ત અને ફક્ત ઉપરોક્ત દર્શાવેલ ઓફીસીયલ વેબસાઇટ પર જ ઓનલાઇન બુકિંગ કરવા જાહેર જનતાને જણાવવામાં આવે છે. જેમાં એક જ આઇ.પી. એડ્રેસ, ઇ-મેઇલ એડ્રેસ તેમજ મોબાઇલ નંબર પરથી માસ દરમ્યાન વધુમા વધુ 6 જ પરમીટનું બુકિંગ થઇ શકે છે. બુકિંગ માટે પ્રવાસીએ બુકિંગ કરતાં સમયે રજીસ્ટ્રેશન કરવાનું થાય છે અને જેમાં મોબાઇલ નંબર દર્શાવવાનો રહે છે આ નંબર પર ઓટીપીની સુવિધા કાર્યરત છે અને ઓટોમેટીક બુકિંગ ન કરી શકાય તે માટે કેપ્ચાની સુવિધા પણ કાર્યરત છે. તમને જણાવી દઈએ કે, ભળતા નામથી પ્રવેશ પરમીટ બુકિંગ માટે ખાનગી કાર્યરત વેબસાઇટોને રાજ્ય સરકાર કે વન વિભાગ દ્વારા અધિકૃત કરવામાં આવેલ નથી.

16 ઓક્ટોબરથી શરૂ થશે સાસણ સફારી પાર્ક (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. 'અંબાજી પદયાત્રા-સ્વચ્છ પર્યાવરણ' અભિયાન હેઠળ સ્વયંસેવકો દ્વારા 73 ટન કચરો એકત્રિત કરાયો - Ambaji Padyatra Clean Environment
  2. દિલ્હીના CM પદના શપથ લેશે આતિશી, જાણો કોણ બનશે કેબિનેટ મંત્રી - Atishi Oath Ceremony
Last Updated : 3 hours ago

ABOUT THE AUTHOR

...view details