કસ્ટોડિયલ ડેથના આરોપી જૂનાગઢન PSI મુકેશ મકવાણાની વધી મુશ્કેલી જુનાગઢ:પોલીસ કસ્ટડીમાં રહેલા સુરતના હર્ષિલ જાદવને માર મારવાના કિસ્સામાં હર્ષિલનું અમદાવાદ સિવિલ ખાતે મૃત્યું નીપજ્યું હતું. જેના સંદર્ભમાં બી ડિવિઝનના PSI મુકેશ મકવાણાની ગઈકાલે ધરપકડ કરવામા આવી હતી અને તેમને પોલીસે રિમાન્ડ માટે તેમને જુનાગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં, કોર્ટે આરોપી પી.એસ.આઇ મકવાણાને એક દિવસના રિમાન્ડ પર મોકલવાનો હુકમ કર્યો હતો.
કસ્ટોડિયલ ડેથના આરોપી જૂનાગઢન PSI મુકેશ મકવાણાની વધી મુશ્કેલી રિમાન્ડ પર પર PSI: જુનાગઢ બી ડિવિઝનના તત્કાલીન PSI અને હાલ પોલીસ પકડમાં રહેલા આરોપી મુકેશ મકવાણાને સુરતના હર્ષિલ જાદવના નામના આરોપીને છેતરપિંડીના કેસમાં જુનાગઢ લાવીને ઢોર મારતા અમદાવાદ સિવિલ ખાતે તેનું મોત થયું હતું. મૃતકના પરિવારજનોની ફરિયાદને આધારે આરોપી PSI મુકેશ મકવાણા પર હત્યાના ગુના સબબ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઘણા દિવસો સુધી પોલીસ પકડથી દૂર રહેલાં આરોપી PSI મુકેશ મકવાણાને જુનાગઢ પોલીસે ઝડપી પાડ્યાં હતાં. ગઈકાલે (6 ફેબ્રુઆરીએ) જુનાગઢ કોર્ટમાં રિમાન્ડ અર્થે તેમને રજૂ કરવામાં આવતા કોર્ટે તેમના એક દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતાં.
મૃતક પર હતો છેતરપિંડીનો કેસ: મૂળ સુરતના યુવાન મૃતક હર્ષિલ જાદવ પર જૂનાગઢના કોઈ વ્યક્તિએ છેતરપિંડીનો કેસ નોંધાવ્યો હતો. આ સંદર્ભમાં મૃતક હર્ષિલ જાદવના પરિવારજનો દ્વારા કેસ નબળો પાડવા અને ફરિયાદ પરત ખેંચી લેવા માટે PSI મુકેશ મકવાણા દ્વારા કેટલીક રકમની માંગણી કરી હોવાનો સનસનીખેજ આક્ષેપ પણ કર્યો હતો. મૃતક હર્ષિલ જાદવ અને તેમના પરિવારજનો દ્વારા રકમ ચૂકવવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
પરિવારજનોનો PSI પર આરોપ:પરિવારજનોનો આરોપ છે કે, ત્યાર બાદ PSI મુકેશ મકવાણા એ હર્ષિલ જાદવની અટકાયત કરીને તેને ઢોર માર્યો હતો. ગંભીરના મારના કારણે બે દિવસ બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે તેનું મોત થયું હતું. જેના કારણે સમગ્ર મામલો કસ્ટોડિયલ ડેથમાં પરિણમ્યો હતો. ત્યાર બાદ PSI મુકેશ મકવાણા સામે હત્યા જેવા ગંભીર ગુનાની ફરિયાદ દાખલ થતા તે ફરાર થઈ ગયા હતાં. જોકે, જુનાગઢ પોલીસે ગઈકાલે (6 ફેબ્રઆરીએ) તેમને પકડી પાડીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમના એક દિવસના રિમાન્ડ પર મોકલવાનો હુકમ કર્યો હતો.
- Maulana Azahari: જૂનાગઢ કોર્ટે હેટ સ્પીચ મામલે મૌલાના અઝહરીના 1 દિવસના રિમાન્ડનો આદેશ કર્યો
- Morbi News: મોરબીના વીરપરડા નજીક પેટ્રોલ-ડીઝલ ચોરીના કોભાંડનો પર્દાફાશ, પોલીસકર્મી સહીત 9 ઇસમો ઝડપાયા