ગુજરાત

gujarat

ETV Bharat / state

Temple Thieves Arrested: રાજ્યના 55 મંદિરોમાં ચોરી કરતી ત્રિપુટી ઝડપાઈ, મોજ-શોખ માટે ચોરીના રવાડે ચઢ્યા હતા - 55 Temples Target

જૂનાગઢ પોલીસને આજે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં મંદિરમાં ચોરી કરતી ત્રિપુટીને ઝડપી લેવામાં સફળતા મળી છે. પોલીસે આ 3 આરોપીઓને કુલ રુપિયા 2,16,954ના મુદ્દા માલ સાથે ઝડપી લીધા છે. આ ત્રિપુટીએ કુલ 55 મંદિરોમાં મોજ-શોખ માટે ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Junagadh Police 3 Temple Thieves Arrested

રાજ્યના 55 મંદિરોમાં ચોરી કરતી ત્રિપુટી ઝડપાઈ
રાજ્યના 55 મંદિરોમાં ચોરી કરતી ત્રિપુટી ઝડપાઈ

By ETV Bharat Gujarati Team

Published : Feb 27, 2024, 3:17 PM IST

Updated : Feb 27, 2024, 6:13 PM IST

મોજ-શોખ માટે ચોરીના રવાડે ચઢ્યા હતા

જૂનાગઢઃ ગુજરાત રાજ્યના રાજકોટ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, દાહોદ સહિતના મંદિરોમાં રાત્રે ચોરી કરતી 3 ચોરોની ટોળકીને જૂનાગઢ પોલીસે ઝડપી લીધી છે. આ ત્રિપુટી રાત્રે મંદિરોને ટાર્ગેટ કરતી હતી. આ ચોરોએ સમગ્ર રાજ્યમાં 55થી વધુ મંદિરોમાં હાથ સાફ કર્યો હોવાની કબૂલાત કરી લીધી છે. ચોરો તેમની પાસે રહેલ ભઠ્ઠી જેવા સાધનમાં ચોરેલા સામાનને ગાળીને સોના ચાંદીને ઢાળીયાનો આકાર આપી દેતા હતા. આ ઢાળીયાને તેઓ કાળાબજારમાં વેચીને રોકડી કરી લેતા હતા. આ ચોરો મોજ-શોખ કરવા માટે ચોરીના રવાડે ચઢ્યા હતા.

મોડસ ઓપરન્ડીઃ આ ચોરો પહેલા ચોરી કરવામાં અનુકુળ હોય તેવા મંદિરને ટાર્ગેટ કરતા હતા. તેઓ દિવસે મંદિરની રેકી કરતા હતા. મોબાઈલ પર સંપર્ક કરીને મંદિરની વિગતો આપ લે કરતા હતા. રાત્રે ટાર્ગેટેડ મંદિર ખાતે બાઈક પર પહોંચી જતા હતા. સોના-ચાંદી કે અન્ય ધાતુના વાસણો જે વસ્તુ હાથ લાગે તે લઈને છુ થઈ જતા હતા. તેઓ ચોરેલા સામાનને તેમની પાસે રહેલ ભઠ્ઠી જેવા સાધનમાં ગાળીને સોના ચાંદીને ઢાળીયાનો આકાર આપી દેતા હતા. આ ઢાળીયાને તેઓ કાળાબજારમાં વેચીને રોકડી કરી લેતા હતા. આ ચોરો મોજ-શોખ કરવા માટે ચોરીના રવાડે ચઢ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પકડાયેલ ચોર ત્રિપુટીએ જૂનાગઢ જિલ્લાના કેટલાક મંદિરોમાં ચોરી કરી હોવાની પોલીસને પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ હતી. આ દરમિયાન આ ત્રણેયને જૂનાગઢ પોલીસે પકડીને આકરી પૂછપરછ કરતા ત્રણેય ચોરોએ જૂનાગઢ, અમરેલી, દ્વારકા સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કુલ 55 જેટલા મંદિરોમાં ચોરી કરી હોવાની કબુલાત પણ આપી છે. હાલ ત્રણેય આરોપી ની પોલીસ પૂછપરછ કરી રહી છે...હર્ષદ મહેતા(અધિક્ષક, જૂનાગઢ જિલ્લા પોલીસ)

  1. ડાંગ પોલીસે ફિલ્મી ઢબે 4 બુટલેગરોની બનાવટી દારુ સાથે ધરપકડ કરી
  2. Morbi Crime News: રફાળેશ્વર ગામ નજીક બનાવટી દારુ બનાવતી ફેકટરી ઝડપાઈ, 15 લાખથી વધુના મુદ્દામાલ સાથે 11 ઈસમો ઝડપાયા
Last Updated : Feb 27, 2024, 6:13 PM IST

ABOUT THE AUTHOR

...view details