જૂનાગઢ:છેલ્લા એક દસકાથી જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનું શાસન જોવા મળે છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે મતદાન હાથ ધરવા જઈ રહ્યું છે. ત્યારે છેલ્લા એક દસકા દરમિયાન જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાના સૂત્રો સંભાળનાર સત્તાધીશો સામે આજે પણ જૂનાગઢના લોકો પ્રશ્નો ઊભા કરે છે. લોકોની સામાન્ય જરૂરિયાત તેમજ મહાનગરમાં રહેતા લોકોની સમસ્યા લઈને જે કામ થવું જોઈએ તે કામ હજુ સુધી થયું નથી, તેનો વસવસો વ્યક્ત કરીને લોકો છેલ્લા દસ વર્ષના શાસનને મૂલવી રહ્યા છે.
છેલ્લા દસ વર્ષમાં જૂનાગઢ મનપામાં શાસન કેવું રહ્યું ?
એક દસકાથી જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ સત્તા સ્થાને બેઠેલું જોવા મળતું હતું. દસ વર્ષના ભાજપના સત્તાકાર દરમિયાન જૂનાગઢ શહેરમાં લોકોની સુખ સુવિધા અને વિકાસના કામો થવાને લઈને લોકોમાં આજે પણ અસંતોષ જોવા મળે છે. એક દસકાથી જૂનાગઢ મહાનગરમાં સત્તાના સૂત્રો સંભાળનાર ભાજપે લોકોની સમસ્યાઓને દૂર કરવાને બદલે સમસ્યા જેમની તેમ અથવા તો સમસ્યામાં વધારો થયો હોવાનો અસંતોષ વ્યક્ત કરીને દસ વર્ષના શાસનને મુલવ્યો હતો.
છેલ્લા એક દસકાના શાસનથી જૂનાગઢના લોકો આજે પણ વિકાસના કામોથી છે વંચિત (Etv Bharat Gujarat) સામાન્ય રીતે મહાનગરપાલિકામાં આવતા મતદારો રોડ, ગટર, પીવાનું પાણી, સ્ટ્રીટ લાઈટ, અને કચરાનો નિકાલ આ 5-6 સમસ્યાનું નિરાકરણ અને યોગ્ય વ્યવસ્થાપન થાય તે માટે મત આપતા હોય છે. પરંતુ છેલ્લા દસ વર્ષ દરમિયાન લોકોએ જે રીતે સત્તાધીશો પાસે તેમના પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ થાય તેની અપેક્ષા રાખી હતી જેમાં નેતાઓ ઉણા ઉતર્યા છે, તેવો અહેસાસ જૂનાગઢના સામાન્ય મતદારો કરી રહ્યા છે.
છેલ્લા એક દસકાના શાસનથી જૂનાગઢના લોકો આજે પણ વિકાસના કામોથી છે વંચિત (Etv Bharat Gujarat) જૂનાગઢના લોકો જિલ્લાના વિકાસના મુદ્દા પર વાત કરી (Etv Bharat Gujarat) અનેક સમસ્યાઓ આજે પણ વણ ઉકેલી: જૂનાગઢના સામાન્ય લોકો, સિનિયર પત્રકાર અને નાગરિકોના કહેવા અનુસાર, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા એક દસકા દરમિયાન ભાજપના સત્તાધીશો દ્વારા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં રોપ-વે નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશન, આધુનિક સ્વિમિંગ પૂલ, ભૂગર્ભ ગટર, પીવાના પાણીની નવી પાઇપલાઇનની સાથે કચરાના યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યું છે તેવા દાવા અનેક વખત કરવામાં આવ્યા છે. પરંતુ આજના દિવસે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં માર્ગની હાલત અતિ ખરાબ છે જેને લઈને માર્ગ પરથી નીકળવું ખૂબ મુશ્કેલ બની ગયું છે.
જૂનાગઢના લોકો જિલ્લાના વિકાસના મુદ્દા પર વાત કરી (Etv Bharat Gujarat) છેલ્લા એક દસકાના શાસનથી જૂનાગઢના લોકો આજે પણ વિકાસના કામોથી છે વંચિત (Etv Bharat Gujarat) લોકોના જણાવ્યા અનુસાર, મહાનગરમાં કોઈ રોજગારીનું સર્જન થાય તે પ્રકારે એક પણ આયોજન કોર્પોરેશન દ્વારા સ્થાનિક કક્ષાએથી થયા નથી. વર્તમાન સમયમાં વિરોધ પક્ષના ઉમેદવારોને ઉમેદવારી પત્ર પરત ખેંચવાને લઈને પણ મતદારોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. લોકશાહીને મજબૂત બનાવવા માટે સત્તા અને વિપક્ષ બંનેનું સરખું મહત્વ હોય છે. ત્યારે સત્તાધીશો તેમના ઉમેદવારોને બીન હરીફ બનાવીને લોકશાહીને નબળી કરવાનું કામ કરી રહ્યા છે.
જૂનાગઢના લોકો જિલ્લાના વિકાસના મુદ્દા પર વાત કરી (Etv Bharat Gujarat) તો બીજી તરફ રાજ્ય અને કેન્દ્ર સરકારમાંથી આવતી અનેક ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થતો નથી. લોકોના ટેક્સના પૈસામાંથી વિકાસના કામોનું વ્યવસ્થાપન થતું નથી. જેને કારણે છેલ્લા એક દસકામાં જે સમસ્યા નિરાકરણ માટે ઊભેલી જોવા મળતી હતી તે સમસ્યા આજે પણ જેમની તેમ જોવા મળે છે. જેને લઈને પણ સામાન્ય મતદારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:
- અંકલેશ્વરના સ્ક્રેપ ગોડાઉનમાં ભીષણ આગ : દૂર-દૂર સુધી દેખાઈ અગનજ્વાળા
- અમદાવાદ: નળમાંથી 15 દિવસથી કાળા રંગનું પાણી નીકળે છે, સ્થાનિકોના AMC ઓફિસે ધરણાં