જૂનાગઢ : પુરુષ પ્રધાન સમાજની વચ્ચે હવે મહિલાઓ સામાજિક શૈક્ષણિક આર્થિક અને રાજકીય ક્ષેત્રે મુઠ્ઠી ઉચેલું સ્થાન પ્રાપ્ત કરી રહી છે મહિલા દિવસ નિમિત્તે પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ રેશમા પટેલે સૌ મહિલાઓને મહિલા દિવસની શુભકામના આપવાની સાથે પ્રત્યેક મહિલા કટિબદ્ધ રીતે સામાજિક શૈક્ષણિક અને રાજકીય રીતે આગળ આવે તેવું આહવાન કર્યું હતું.
પુરુષપ્રધાન સમાજમાં મહિલા સંઘર્ષ :પુરુષ પ્રધાન સમાજમાં મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે. મહિલાઓની સફળતા પુરુષ પ્રધાન સમાજમાં ક્યાંક દબાતી જોવા મળે છે. આધુનિક યુગમાં પણ આજે મહિલાઓને પુરુષ સમોવડી માનવામાં આવતી નથી. ત્યારે મહિલા દિવસે પ્રદેશ આમ આદમી પાર્ટીના મહિલા પાંખના પ્રમુખ રેશમા પટેલે પ્રત્યેક મહિલાને સામાજિક શૈક્ષણિક અને રાજકીય રીતે ખૂબ જ મક્કમ મનોબળ સાથે આગળ વધવાનું આહવાન કર્યું છે. મહિલા વગર સમાજ જીવનની એક પણ પરીકલ્પના પૂર્ણ થતી નથી. આટલું પ્રસ્તુત વ્યક્તિત્વ મહિલાનું છે, તેમ છતાં આજે કેટલીક મહિલાઓ પોતાની જાતને દબાયેલી કચડાયેલી કે પછાત માની રહી છે, આવી પ્રત્યેક મહિલા સામાજિક જીવનમાં આગળ આવે અને શિક્ષણ થકી રાજકીય અને સામાજિક ક્ષેત્રે કામગીરી કરે તેવું આહવાન રેશમા પટેલે કર્યું છે,
રેશમા પટેલનો સંઘર્ષ :રેશમા પટેલે પણ પ્રદેશ મહિલા પ્રમુખ જેવા ઊંચા પર બેસતા પૂર્વે ઘણો સંઘર્ષ કર્યો છે. રાજ્યમાં જેતે સમયે ચાલતા પાટીદાર અનામત આંદોલનમાં ખૂબ જ સક્રિય રીતે સામેલ થઈને રેશમા પટેલ કદાવર મહિલા સામાજીક કાર્યકર તરીકે સમગ્ર રાજ્યમાં પ્રસ્થાપિત થઈ પાટીદાર અનામત આંદોલન બાદ રેશમા પટેલ વિધિવત રીતે ભાજપની સદસ્યતા ગ્રહણ કરીને ભાજપના કાર્યકર તરીકે પણ કામ કર્યું. પરંતુ ત્યાં તેમને અનુકૂળ વાતાવરણ ન જોવા મળતા રેશમા પટેલ અંતે આમ આદમી પાર્ટીમાં જોડાયા અને પાર્ટીએ તેના પર ખૂબ જ ભરોસોને વિશ્વાસ મૂકીને મહિલા પાંખના પ્રમુખ બનાવ્યા છે. રેશમા પટેલે સામાજિક અને રાજકીય આગેવાન અને સક્ષમ મહિલા બનતા પૂર્વે જીવનમાં અનેક ઉતાર ચઢાવવાનો સામનો પણ કર્યો છે ખૂબ જ વિપરીત પરિસ્થિતિમાં સતત ધીરજ સાથે કામ કરીને આજે રેશમા પટેલ ગુજરાતી મહિલાઓ માટે એક દ્રષ્ટાંત પણ બની રહ્યા છે.
રેશમા પટેલનો પ્રતિભાવ : સામાન્ય ગૃહિણીમાંથી આજે પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ સુધી પહોંચેલી રેશમા પટેલે મહિલા દિવસને લઈને ઈટીવી ભારત સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે મહિલા કોઈપણ ક્ષેત્રમાં પુરુષ કરતાં પણ ખૂબ સારું યોગદાન આપી શકે છે. માત્ર મહિલાઓ ખુલીને બહાર આવે કોઈ પણ ક્ષેત્ર મહિલાની હાજરી વગર ક્યારેય પૂર્ણ થતું નથી. આવી પરિસ્થિતિમાં અનેક પ્રતિભાવાન મહિલાઓ પણ પોતાની જાતને સંકુચિત રાખે છે. જેમાંથી પ્રત્યેક મહિલાએ બહાર નીકળીને જાહેર જીવનમાં એક મહિલા તરીકે કેટલું યોગદાન આપી શકાય તેનું દ્રષ્ટાંત સમાજ જીવનમાં પૂરું પાડીને સાચા અર્થમાં મહિલા દિવસની ઉજવણી કરવી જોઈએ તેવો મત પણ પ્રગટ કર્યો હતો.
- Reshma Patel: દિલ્હી સરકારે મહિલાઓ માટે 1000 રુપિયાની સહાયક યોજના શરુ કરી, રેશમા પટેલે આપી પ્રતિક્રિયા
- Reshma Patel Weds Chintan Sojitra: AAP નેતા રેશમા પટેલ લગ્નના બંધનમાં બંધાયા, જુઓ તસવીરો