જૂનાગઢ : ગત બીજી ફેબ્રુઆરીના દિવસે જૂનાગઢની union bank of india ના મેનેજર દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી. સમગ્ર મામલામાં બેંક મેનેજર દ્વારા એક સુસાઇડ નોટ લખવામાં આવી છે. જેના પર પોલીસ તપાસ કરી રહી છે. સમગ્ર મામલામાં બેંકના મેનેજર દ્વારા કામના ભારણને લઈને આત્મહત્યા કરી હોવાની વિગતો સામે આવી છે. પરંતુ સુસાઈડ નોટ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે. જેનો રિપોર્ટ આવ્યા આ બાદ બેંક મેનેજરે કરેલી આત્મહત્યા પર પડદો ઉચકાઈ શકે છે.
Junagadh News : યુબીઆઇ બેન્કના મેનેજર સિયારામ પ્રસાદે કામના ભારણને લઈને આત્મહત્યા કરી? સુસાઈડ નોટ કરશે ખુલાસો
જૂનાગઢમાં આવેલી યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના લોન વિભાગમાં રિજનલ મેનેજર સિયારામ પ્રસાદ ગત બીજી ફેબ્રુઆરીના દિવસે અગમ્ય કારણોસર આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે તેમની સ્યૂસાઇટ નોટમાં કામના ભારણને લઈને આત્મહત્યા કરી હોવાની વિગતો મળી રહી છે.
Published : Feb 13, 2024, 2:44 PM IST
બેંક મેનેજરની આત્મહત્યાનો મામલો : ગત બીજી ફેબ્રુઆરીના દિવસે જૂનાગઢની ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં આવેલી યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના રિજનલ મેનેજર સિયારામ પ્રસાદ દ્વારા અગમ્ય કારણોસર આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હતું. પોલીસને એક સુસાઇડ નોટ પણ આત્મહત્યાના સ્થળ પરથી પ્રાપ્ત થઇ હતી. તમામ સંયોગી પુરાવાઓને ફોરેન્સિક તપાસ માટે જુનાગઢ પોલીસે મોકલી આપ્યા હતાં. આજે આત્મહત્યાને દસ દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે ત્યારે હવે બેંકના મેનેજર સિયારામ પ્રસાદે કામના ભારણને લઈને આત્મહત્યા કરી છે તે બાબતની સુસાઈડ નોટ ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવી છે. જેનો રિપોર્ટ આવી ગયા બાદ બેંક મેનેજર સિયારામ પ્રસાદે કયા કારણોસર આત્મહત્યા કરી છે તેના પરથી પડદો ઊંચકાઈ શકે છે.
સિયારામ પ્રસાદ લોન વિભાગમાં હતાં કાર્યરત : મૂળ ઉત્તર પ્રદેશના ધનબાદના રહેવાસી સિયારામ પ્રસાદ જૂનાગઢમાં આવેલી યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના લોન વિભાગમાં રિજનલ મેનેજર તરીકે કામ કરતા હતા. તેમના કાર્યક્ષેત્રમાં જૂનાગઢની સાથે ગીર સોમનાથ પોરબંદર અમરેલી ભાવનગર અને બોટાદ જિલ્લાનો સમાવેશ થતો હતો. બેંક દ્વારા આ જિલ્લાઓમાં ધિરાણ આપવાને લઈને જે કામગીરી થઈ રહી હતી તેની સાથે સિયારામ પ્રસાદ સીધી રીતે સંકળાયેલા જોવા મળતા હતા. ત્યારે સીયારામ પ્રસાદની આત્મહત્યા અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. બેંકમાં લોન વિભાગ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે ત્યારે તેમની આત્મહત્યા પાછળ કોઈ કંપની કે વ્યક્તિઓને આપેલું મોટુ ધિરાણ કારણભૂત છે કે નહીં તેને લઈને પણ તપાસ મહત્વની બની રહેશે. હાલ તો મૃતક બેંક મેનેજર સિયારામ પ્રસાદના તમામ પરિવારજનો તેમના વતન ધનબાદ ખાતે અંતિમવિધિ સહિતની અનેક વિધિ પૂર્ણ કરવા માટે છે. તેઓ પરત જૂનાગઢ આવે ત્યારબાદ સમગ્ર મામલામાં કોઈ નવો વળાક આવી શકે તેમ છે.