સુરત: સુરત ક્રાઈમ બ્રાન્ચે હથીયારો સાથે બંધક બનાવી ધાડના ગુનામાં છેલ્લા 25 વર્ષથી ફરાર આરોપી રામુ ભરત ગૌડને મહારાષ્ટ્ર નવાપુર ખાતેથી ઝડપી પાડ્યો હતો. હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, સુરત ક્રાઈમ બ્રાન્ચે 25 વર્ષથી નાસતા ફરતા આરોપી રામુ ભરત ગૌડને મહારાષ્ટ્ર નવાપુર ખાતેથી ઝડપી પાડ્યો છે. આ બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચના PI કે.આઈ. મોદીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ અનુસાર સુરત શહેરના નાગરિકોની શાંતિ, સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તે માટે ક્રાઈમ બ્રાન્ચને ફરાર આરોપીઓને પકડી પાડવા આદેશ આપવામાં આવ્યો હતો, જેમાં અમારી ક્રાઈમ બ્રાન્ચના સ્કોડના પોલીસ ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટમાં હતા.
તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, તેઓને બાતમી મળી હતી કે, વર્ષ 1999માં સચિન વિસ્તારમાં લૂંટ અને ધાડ જેવા ગંભીર ગુનાઓ સંડોવાયેલ આરોપી રામુ ભરત ગૌડ મહારાષ્ટ્ર નવાપુર ખાતે રહે છે.
પીઆઈ કે.આઈ. મોદીએ કહ્યું કે, 'આ બાતમીના આધારે અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી અને આરોપીની અટકાયત કરી હતી. આ દરમિયાન આરોપીની સંઘન પૂછપરછ કરતા તેણે તમામ લૂંટનો ગુનો કબૂલ કર્યો હતો, જેના આધારે તેની ધરપકડ કરી હતી. આ બનાવમાં આરોપી વર્ષ 1999માં સચિન વિસ્તારના સ્લમ બોર્ડમાં રહેતો હતો. આરોપી બોબીન ભરવાની મજુરીકામ કરતો હતો તે સાથે મિલમાં પણ કામ કરતો હતો.'
જેથી આરોપીને ખબર હતી કે, કયા દિવસે મિલ કર્મચારીઓનો પગાર થાય છે. આરોપીએ તેનો સાગરીતો સાથે મળીને સચીનના સિલ્ક મીલમાં પગાર થવાના દિવસે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જેની તૈયારીના ભાગરૂપે આરોપી તેના સાગરીતો સાથે મળીને પગાર થવાના દિવસે હથીયારો ઘસી આવ્યા હતો. અંતે આરોપી પગાર થવાના દિવસે મિલ મેનેજર તથા અન્ય સ્ટાફને હથીયારો સાથે બંધક બનાવી રૂપિયા 6,10,000 ની લૂંટ કરી હતી. ઉપરાંત મિલના વોચમેનના આંખ ઉપર મરચાંની ભૂકી નાખી ફરાર થઇ ગયા હતા. તે સમયે સચિન પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જયારે હાલ પકડાયે આરોપી રામુ ભરત ગૌડને વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. હાલ આરોપીનો કબજો સચિન પોલીસને સોપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: