ETV Bharat / state

રાજકોટમાં બાળકી સાથે અડપલા કર્યાનો બનાવ, આરોપી ‘મામા’ ને પોલીસે દબોચ્યો

રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં રહેતી 11 વર્ષીય સગીરા સાથે પાડોશમાં રહેતા યુવકે અડપલા કરી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે. હાલ આરોપીની અટક કરવામાં આવી છે.

બાળકી સાથે અડપલા કરનાર આરોપી
બાળકી સાથે અડપલા કરનાર આરોપી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

રાજકોટ : સામાકાંઠા વિસ્તારમાં રહેતી 11 વર્ષીય સગીરા સાથે પાડોશમાં જ રહેતા અને મૂળ મહારાષ્ટ્રના વતની 28 વર્ષીય યુવકે અડપલાં કર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. યુવકે બાળકીને બિભત્સ વીડિયો બતાવ્યા, બાદમાં શારીરિક અડપલાં કર્યા હોવાનો આરોપ છે.

બાળકી સાથે અડપલા થયાનો મામલો : ધોરણ 6માં અભ્યાસ કરતી 11 વર્ષીય સગીરા સાથે પાડોશમાં જ રહેતા યુવકે અવારનવાર શારીરિક અડપલાં કર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. સમગ્ર મામલે સગીરાની માતાની ફરિયાદના આધારે બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે મૂળ મહારાષ્ટ્રના વતની અને રાજકોટ ખાતે રહેતા યુવક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

રાજકોટમાં બાળકી સાથે અડપલા કર્યાનો બનાવ (ETV Bharat Gujarat)

આરોપી ‘મામા’ પર ગંભીર આરોપ : બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું કે, ‘‘યુવક તેમના જ વતનનો હોવાથી તેની સાથે છેલ્લા 15 વર્ષથી પરિચય છે. મારા દીકરા-દીકરી આરોપીને ‘મામા’ કહીને બોલાવે છે. આરોપીની ત્રણ મહિના પૂર્વે સગાઈ થઈ હતી, જેથી તે પોતાની મંગેતર સાથે વાત કરવા માટે અમારા ઘરે આવતો હતો. તેમજ અમારા ઘરના ઉપરના માળે જઈ પોતાની મંગેતર સાથે વાતચીત કરતો હતો.

બિભત્સ વીડિયો બતાવી કર્યા અડપલા : દરમિયાન એક દિવસ તેણે પીવાનું પાણી મંગાવતા મારી દીકરી તેને પાણી આપવા માટે ગઈ હતી.’’ બીજા દિવસે મારી દીકરીએ મને વાત કરી હતી કે તેના પ્રાઈવેટ પાર્ટમાં ખૂબ જ દુખાવો થાય છે. જેથી અમે તેને ડોક્ટર પાસે લઈ ગયા હતા. તપાસ દરમિયાન મારી દીકરી સાથે તેના ગુપ્તાંગના ભાગે કોઈએ ચેનચાળા કર્યા હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી તે મામલે દીકરીને પૂછપરછ કરતા તે રડવા માંડી હતી.

બાળકીએ રડતા રડતા જણાવી આપવીતી : બાળકીએ રડતા રડતા માતાને જણાવ્યું કે,"રવિવારે હું જ્યારે મામાને પાણી આપવા માટે ગઈ, ત્યારે તેમણે મને મોબાઈલમાં ગંદા વીડિયો બતાવ્યા. ત્યારબાદ મારા ગુપ્તાંગના ભાગે કોઈએ અડપલાં કરી ચેનચાળા કર્યા હતા." સાથે જ મને ધમકી આપતા કહ્યું કે, ‘જો તું સમગ્ર મામલાની જાણ કોઈને કરીશ તો તને જાનથી મારી નાખીશ.’ આ પ્રકારે ત્રણેક મહિનામાં અવારનવાર મારી સાથે આવું કર્યું હતું.’’

આરોપીની ધરપકડ કરી કાર્યવાહી કરાઈ : સગીરાની માતાની ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસ દ્વારા હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મહારાષ્ટ્ર રાજ્યના સાંગલી જિલ્લાનો વતની હોવાનું સામે આવ્યું છે. તેમજ રાજકોટ ખાતે તે ચાંદીકામના વ્યવસાય સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે.

  1. રાજકોટમાં પ્રેમી પર પ્રેમિકાના પતિની હત્યાનો આરોપ
  2. મારામારીની ઘટનામાં PI પાદરીયા નોટીસ બાદ મુક્ત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.