ETV Bharat / state

સાવરકુંડલાના આ યુવાને રાજ્ય કક્ષાએ હાર્મોનિયમ વાદનમાં મેળવ્યો 2જો નંબરઃ Amreli news

અમરેલીના સાવરકુંડલા શહેરમાં રહેતા યુવકે હાર્મોનિયમ વાદનમાં રાજ્ય કક્ષાએ બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. હવે તે રાષ્ટ્રીય કક્ષાએ યોજાતી યુથ ફેસ્ટિવલની તૈયારી કરી રહ્યો છે.

યુવકે સાવરકુંડલાનું નામ રોશન કર્યું
યુવકે સાવરકુંડલાનું નામ રોશન કર્યું (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

અમરેલી: જિલ્લાના બાળકો શાળાઓમાં તેમજ અન્ય સ્પર્ધાઓમાં ભાગ લઈ અલગ અલગ ક્ષેત્રોમાં ચમકી રહ્યા છે. આ દરમિયાન અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં રહેતા યુવકે હાર્મોનિયમ વાદનમાં રાજ્ય કક્ષાએ બીજો નંબર પ્રાપ્ત કર્યો છે અને સમગ્ર સાવરકુંડલાનું નામ રોશન કર્યું છે.

રાજ્ય કક્ષાએ હાર્મોનિયમ વાદનમાં બીજો નંબર લાવનાર યુવક અન્ય કોઈ નહીં પણ કલરવ બગડા છે. પોતે મેળવેલ સિદ્ધિ વિશે વાત કરતાં કલરવ જણાવે છે કે, તે કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે. કોલેજમાં યોજાયેલ યુથ ફેસ્ટિવલના કાર્યક્રમમાં કલરવે ભાગ લીધો હતો અને અહીં તેણે હાર્મોનિયમ વાદનમાં ભાગ લીધો હતો અને આ સ્પર્ધામાં તેણે બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે, આ યુથ ફેસ્ટિવલની ઇવેન્ટ રાજકોટમાં યોજાઇ હતી. ગયા વર્ષે પાટણ ખાતે યોજાયેલી યુથ ફેસ્ટિવલનીમાં પણ કલરવે હાર્મોનિયમ વાદનમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો હતો. આમ કલરવ છેલ્લા બે વર્ષથી સતત હાર્મોનિયમ વાદનમાં પ્રથમ અને દ્વિતીય નંબર પ્રાપ્ત કરી રહ્યો છે.

યુવાને રાજ્ય કક્ષાએ હાર્મોનિયમ વાદનમાં મેળવ્યો 2જો નંબર (Etv Bharat Gujarat)

કલરવ વધુમાં જણાવતા કહ્યું કે, તે છેલ્લા 10 વર્ષથી સાવરકુંડલા શહેરમાં આવેલી માધવ પરિવાર સંગીત શાળામાં હાર્મોનિયમ વાદન, તબલા તેમજ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટનું જ્ઞાન મેળવી રહ્યો છે અને રાજ્ય કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ નંબર મેળવી રહ્યો છે. આમ, હાર્મોનિયમ વાદનમાં સતત બે વર્ષથી પ્રથમ અને બીજો નંબર મેળવી રહેલો કલરવ હવે આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ યોજાતી યુથ ફેસ્ટિવલની તૈયારી કરી રહ્યો છે.

કલરવ બગડા, હાર્મોનિયમ વાદક
કલરવ બગડા, હાર્મોનિયમ વાદક (Etv Bharat Gujarat)

અરવિંદભાઈ શેલડીયા સંગીત શિક્ષકે જણાવ્યું કે, તેઓ 30 વર્ષથી સંગીત સાથે જોડાયેલા છે. ઉપરાંત મોટી સંખ્યામાં બાળકો તેમની પાસે સંગીત શીખવા માટે આવે છે. તેમણે કહ્યું કે, 'સાવરકુંડલા તાલુકો કલાની નગરી કહેવામાં આવે છે. સાવરકુંડલા તાલુકામાં તાલુકા કક્ષાનો યુવક મહોત્સવ, કલા મહોત્સવમાં મારા વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાએ સાવરકુંડલામાંથી જીત મેળવે છે.'

સાવરકુંડલાના આ યુવાને રાજ્ય કક્ષાએ હાર્મોનિયમ વાદનમાં મેળવ્યો 2જો નંબર
સાવરકુંડલાના આ યુવાને રાજ્ય કક્ષાએ હાર્મોનિયમ વાદનમાં મેળવ્યો 2જો નંબર (Etv Bharat Gujarat)

અરવિંદભાઈએ વધુમાં જણાવ્યું કે, 'વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ તેમજ ઝોન કક્ષાએ પાછા પડતા નથી. સાવરકુંડલા તાલુકા કક્ષાના મેળાની સ્પર્ધામાં ખૂબ જ હરીફાઈ હોય છે પરંતુ સાવરકુંડલા તાલુકો સંગીત ક્ષેત્રે ખૂબ જ આગળ પડતો તાલુકો છે. પરિણામે તેઓ પણ સારા પરિણામ સાથે જીત મેળવે છે. સાથે સાથે કલરવ બગડાએ હાર્મોનિયમ વાદનમાં રાજ્યકક્ષાએ બીજો નંબર મેળવ્યો છે.'

આ પણ વાંચો:

  1. Kutch Historical Monuments: ઓનલાઇન માહિતી કરતાં તદ્દન અલગ કચ્છના ઐતિહાસિક સ્થળો આજે ઝંખે છે જાળવણી
  2. આજે મળો એવા શ્વાનને જેણે 11,000 KMની પદયાત્રાની સાથે 03 ધામ અને 10 જ્યોતિર્લિંગના કર્યા છે દર્શન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.