જૂનાગઢઃ રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જૂનાગઢમાં ઘેડ પંથકની દર ચોમાસામાં જળબંબાકાર થઈ જવાની સમસ્યાને જૂની સમસ્યા ગણાવી છે. તેમના આ નિવેદન સામે કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલિયા લાલઘૂમ થયા છે અને તેમણે રાઘવજી પટેલને 4 સવાલોનો પડકાર ફેંક્યો છે.
ઘેડ પંથકની સમસ્યા સંદર્ભે કિસાન કોંગ્રેસનો કૃષિ પ્રધાનને 4 સવાલોનો પડકાર - Junagadh News - JUNAGADH NEWS
જૂનાગઢમાં રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે દર વર્ષે ચોમાસા દરમિયાન ઘેડ વિસ્તાર જળ બંબાકાર બની જાય છે તે જૂની સમસ્યા છે તેવું નિવેદન આપ્યું હતું. તેમના નિવેદનની સામે કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલિયાએ 4 સવાલોનો પડકાર ફેંક્યો છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક.
Published : Jul 27, 2024, 4:20 PM IST
શું કહ્યું રાઘવજી પટેલે?: કૃષિ પ્રધાન રાઘવજી પટેલ આજે એક દિવસ જૂનાગઢ મુલાકાતે આવ્યા હતા. ભાજપના પદાધિકારીઓ અને જિલ્લા પંચાયતના સભ્યો અને પ્રમુખ સાથેની બેઠક દરમિયાન માધ્યમો સાથે સીધી વાત કરતા કૃષિ પ્રધાન રાઘવજી પટેલે ઘેડની આ સમસ્યા ખૂબ જૂની છે. સરકાર તાકીદે સમસ્યાના નિરાકરણને લઈને ગંભીરતાથી આગળ વધી રહી છે. તેવું નિવેદન આપ્યું હતું.
કિસાન કોંગ્રેસના 4 સવાલોઃ કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે જૂનાગઢ ખાતે ઘેડની સમસ્યા મુદ્દે આપેલા નિવેદનની સામે કિસાન કોંગ્રેસે હવે રાજ્ય સરકારને 4 સવાલો પૂછીને પડકાર ફેંક્યો છે. કિસાન કોંગ્રેસ આ વિસ્તારમાં ઘેડ વિકાસ નિગમ બનાવવામાં આવે, પૂરના પાણીનો કાયમી નિકાલ, ઉબેણ નદીમાં જેતપુર સાડીના કારખાનાઓ માંથી ફેલાતું કેમિકલ યુક્ત ઝેરી પાણી ઓજત નદીમાં ફેલાય છે તેને બંધ કરે અને ઘેડ માટે ખાસ સ્પેશિયલ પેકેજ જાહેર કરે તેવા 4 સવાલો સાથેનો એક નવો પડકાર ફેંક્યો છે. કિસાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, આગામી સોમવારે ઘેડના તમામ ખેડૂતો કિસાન કોંગ્રેસ સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપીને ઘેડની સમસ્યા હવે સરકાર ગંભીરતાથી લે તે માટે આશ્ચર્યજનક કાર્યક્રમો આપશે.