ગુજરાત

gujarat

ETV Bharat / state

દિવાળીએ દશેરા જેવા દ્રશ્યો, હરિપુર ગામના લોકોનો સરકાર સામે આક્રોશ, ઈકોઝોનના પૂતળા દહન કર્યુ - PROTEST ON ECOZONE

ગીર વિસ્તારના 196 કરતાં વધુ ગામોમાં ઈકોઝોનનો કાયદો અમલી બનવા જઈ રહ્યો છે, જેનો અનેક ગામોમાં વિરોધ થઈ રહ્યો છે.

હરિપુર ગામના લોકોએ ઈકોઝોનનો વિરોધ કર્યો
હરિપુર ગામના લોકોએ ઈકોઝોનનો વિરોધ કર્યો (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 1, 2024, 10:19 PM IST

જુનાગઢ: આગામી દિવસોમાં ગીર વિસ્તારના 196 કરતાં વધુ ગામોમાં ઈકોઝોન નો કાયદો અમલી બનવા જઈ રહ્યો છે, ત્યારે મેંદરડા તાલુકાના હરીપુર ગીર ગામમાં દિવાળીએ દશેરા જેવા દ્રશ્યો સામે આવ્યા હતા.હરીપુર ગામના લોકોએ ઈકોઝોનના પૂતળાનું દહન કરીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે

ઇકોઝોનનો વિરોધ: આગામી દિવસોમાં ગીર વિસ્તારના 196 જેટલા ગામોમાં ઈકો સેન્સેટિવ ઝોનનો કાયદો અમલી બનવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા કાયદાનું નોટિફિકેશન બહાર પાડતા જ મોટાભાગના ગામોમાં કાયદાનો વિરોધ શરૂ થયો છે.

ઈકોઝોન નાબુદ કરવા માટે ગામ લોકોએ કર્યું વિરોધ પ્રદર્શન (Etv Bharat Gujarat)

ત્યારે જુનાગઢના ગીર વિસ્તારના ગામો ખાસ કરીને મેંદરડા અને વિસાવદર તાલુકાના ગામોમાં કાયદાની અમલવારીને લઈને ખૂબ વિરોધ જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત આજે મેંદરડા તાલુકાના હરીપુર ગીર ગામમાં ખેડૂતો અને ગામ લોકોએ ઈકોઝોનના પૂતળાનું દહન કરીને આ કાયદાનો અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.

ઈકોઝોન નાબુદ કરવાની ગામ લોકોની માંગ (Etv Bharat Gujarat)

ઇકોઝોનને ખેડૂતો માને છે કાળો કાયદો:ગીર વિસ્તારના ગામોમાં જંગલની સાથે વન્યજીવ સૃષ્ટિ અને એશિયામાં એકમાત્ર જોવા મળતા સિંહોને રક્ષણ મળે તેવા તર્ક સાથે કેન્દ્ર સરકારે કાયદો અમલી બનાવ્યો છે. તો સમગ્ર કાયદાની અમલવારી શરૂ થતા જ ખેડૂતો ખેતીથી લઇ અને તમામ નાના-મોટા કામો માટે ગુલામ બની જશે તે પ્રકારે આ કાયદાની જોગવાઈઓ છે. જેને કારણે ખેડૂતો સમગ્ર કાયદાને કાળો કાયદો ગણાવીને તેનો વિરોધ કરી રહ્યા છે. દિવાળીના દિવસોમાં હરિપુર ગીર ગામમાં દશેરા જેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ઈકોઝોનના પૂતળાનું દહન કરીને આગવી રીતે આ કાયદાનો વિરોધ કર્યો હતો.

  1. ઇકોઝોનના વિરુદ્ધમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી: વિસાવદરના પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર, દિવાળીના તહેવારમાં પણ વિરોધ રહેશે
  2. Ecozoneના વિરોધમાં મેંદરડામાં યોજાયું ખેડૂત સંમેલન: દિવાળીના તહેવારોમાં ઇકોઝોનના પૂતળાનું દહન કરશે

ABOUT THE AUTHOR

...view details