જૂનાગઢઃ છેલ્લા અઠવાડિયાથી વરસી રહેલ વરસાદ આજે વહેલી સવારથી ફરીવાર જૂનાગઢમાં પડ્યો છે. જેને કારણે શહેરના વિવિધ માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે. સતત એક અઠવાડિયાથી પડી રહેલા વરસાદને કારણે હવે જાહેર જીવન પર પણ વિપરીત અસરો પડી રહી છે. લોકો સતત વરસાદથી હવે તોબા પોકારી ઊઠ્યા છે. હજૂ વરસાદ અટકવાનું નામ લેતો નથી. આગામી 28 તારીખ સુધી જૂનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
જૂનાગઢમાં અઠવાડિયાથી ખાબકેલા વરસાદથી જનજીવન અસ્ત-વ્યસ્ત, જિલ્લાના તમામ જળાશયો ઓવરફ્લો - Junagadh News - JUNAGADH NEWS
જૂનાગઢ શહેર અને જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જેને કારણે હવે શહેર અને જિલ્લામાં જ્યાં જૂઓ ત્યાં વરસાદી પાણી ભરાયેલા છે. આજે ફરી એક વખત વહેલી સવારે જૂનાગઢ શહેર અને જિલ્લાના અન્ય તાલુકામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. જેને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
Published : Jul 24, 2024, 3:22 PM IST
|Updated : Jul 24, 2024, 3:48 PM IST
100 ટકા કરતા વધુ વરસાદઃ જૂનાગઢ શહેર અને જિલ્લામાં પાછલા એક અઠવાડિયાથી પડી રહેલા વરસાદને કારણે આ વર્ષની ચોમાસાની સીઝનનો 100 ટકા કરતાં વધુ વરસાદ પડી ચૂક્યો છે. જૂનાગઢ જિલ્લામાં આવેલા નાના-મોટા તમામ જળાશયો ઓવરફ્લો થયા છે. જિલ્લાની 1 વર્ષની પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા મેઘરાજાએ માત્ર એક જ અઠવાડિયા માં દૂર કરી દીધી છે પરંતુ હવે વરસાદના વિરામની પણ આટલી જ જરૂરિયાત છે. સતત વરસાદને કારણે લોકો પણ હવે વરસાદી વાતાવરણથી મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.
તમામ જળાશયો ઓવરફ્લોઃ છેલ્લા અઠવાડિયાથી વરસી રહેલ વરસાદ આજે વહેલી સવારથી ફરીવાર જૂનાગઢમાં પડ્યો છે. જેને કારણે શહેરના વિવિધ માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે. હજૂ વરસાદ અટકવાનું નામ લેતો નથી. આગામી 28 તારીખ સુધી જૂનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વર્ષની ચોમાસાની સીઝનનો 100 ટકા કરતાં વધુ વરસાદ પડી ચૂક્યો છે. જૂનાગઢ જિલ્લામાં આવેલા નાના-મોટા તમામ જળાશયો ઓવરફ્લો થયા છે.