જુનાગઢ:જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના 25 વર્ષના ઈતિહાસમા ચૂંટણી લડતી કોંગ્રેસે આ વખતે પ્રથમ વખત રાજકીય કુનેહનો ઉપયોગ કર્યો છે. કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડવા માગતા તમામ ઉમેદવારોને ઉમેદવારી પત્ર ભરાવીને ફોર્મ ભરવાના દિવસ સુધીની રાજકીય લડાઈમાં ભાજપ કરતા આગળ નીકળી હોવાનો માનવામાં આવી રહ્યું છે.
સક્રિય રાજકારણમાં કોંગ્રેસનો રાજકીય કુનેહ
જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી માટે આજે શનિવારે ઉમેદવારી પત્ર રજૂ કરવાનો અંતિમ દિવસ હતો. જેમાં કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માંગતા તમામ ઉમેદવારોને ફોર્મ ભરવાનો આદેશ કરીને ચૂંટણીના રાજકારણમાં ભાજપને પ્રથમ વખત મહાત આપી છે, સામાન્ય રીતે કોર્પોરેશનના એક વોર્ડમાંથી કોઈ પણ રાજકીય પાર્ટીના ચાર ઉમેદવારો જેમાં બે મહિલા અને બે પુરુષ ઉમેદવાર બની શકે છે.
જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં ઉત્સાહ (Etv Bharat Gujarat) પરંતુ કોંગ્રેસે આ વખતે પોતાની રણનીતિમાં ફેરફાર કરીને પાર્ટીના કોઈપણ કાર્યકર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માગતા હોય તેમને ફોર્મ ભરવા માટેનો મૌખિક આદેશ આપ્યો હતો, જેથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોએ પોતાનો ઉમેદવારી પત્ર આજે અંતિમ સમયમાં રજૂ કર્યા હતા.
કોંગ્રેસે દેખાડ્યો કુનેહનો રાજકીય અનુભવ (Etv Bharat Gujarat) ઉમેદવારોની યાદી જાહેર ન કરીને સસ્પેન્સ સર્જ્યુ
જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ વખત કોંગ્રેસે એક પણ ઉમેદવારના નામોની સત્તાવાર ઉમેદવારની જાહેરાત કર્યા વગર ઉમેદવારી પત્ર રજૂ કરવાના અંતિમ સમય સુધી લિસ્ટ જાહેર કર્યું નથી. ચૂંટણી લડવાની કોંગ્રેસની આ પહેલી રણનીતિ જેમાં ભાજપ કરતાં આજે કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે. છેલ્લાં વર્ષોના ઇતિહાસમાં ઉમેદવારો પસંદ કરવાથી લઈને નામ જાહેર કર્યા બાદ કોંગ્રેસમાં બળવાની સ્થિતિ જોવા મળતી હતી, જેને ખાળવા માટે તેમજ કોંગ્રેસનો જ કાર્યકર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર સામે અપક્ષ કે અન્ય પક્ષમાંથી ચૂંટણી લડીને કોંગ્રેસને જે નુકસાન કરી રહ્યા હતા, તેમાંથી આ વખતે કોંગ્રેસને રણનીતિના ભાગરૂપે મુક્તિ મળી છે.
જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં ઉત્સાહ (Etv Bharat Gujarat) આજે ત્રણ વાગ્યા સુધીમાં જે ઉમેદવારોના નામનું મેન્ડેટ ચૂંટણી અધિકારીને આપવામાં આવ્યું હશે, તે ઉમેદવાર પાર્ટીનો સત્તાવાર ઉમેદવાર બનશે. આ સિવાય પાર્ટીના તમામ ઉમેદવારોના ફોર્મ આપોઆપ રદ થઈ જશે.
- જુનાગઢ મનપાની સામાન્ય ચૂંટણી: ઉમેદવારોની પસંદગીમાં લાગી કોંગ્રેસ
- જુનાગઢ મનપાની સામાન્ય ચૂંટણી: ભાજપે હાથ ધરી સેન્સ પ્રક્રિયા