ગુજરાત

gujarat

ETV Bharat / state

Junagadh Crime : ભડકાઉ પોસ્ટ મામલે આજે મૌલાના અઝહરીને જુનાગઢ કોર્ટમાં કરાશે રજૂ, જુનાગઢ પોલીસ રિમાન્ડની કરશે માંગ - મૌલાના સલમાન અઝહરી

ગત દિવસોમાં જૂનાગઢની એક શાળામાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન મૌલાના સલમાન અઝહરી તેમ જ અન્ય બે લોકો સામે ભડકાઉ ભાષણ કરવાના ગુનામાં ફરિયાદ દાખલ થઈ હતી. જે સંદર્ભમાં મૌલાનાને મુંબઇથી પકડી લેવામાં આવ્યાં છે અને એટીએસ દ્વારા તેને મુંબઈથી જુનાગઢ લાવવામાં આવ્યો હતો. ત્યારે આજે જુનાગઢ પોલીસ તેને જુનાગઢની કોર્ટમાં રજૂ કરી રહી છે અને તેના રિમાન્ડની માંગ કરશે.

Junagadh Crime : ભડકાઉ ભાષણ આપનાર મૌલાના સલમાન અઝહરીને જુનાગઢ લવાયો, કોર્ટમાં રજૂ કરાશે
Junagadh Crime : ભડકાઉ ભાષણ આપનાર મૌલાના સલમાન અઝહરીને જુનાગઢ લવાયો, કોર્ટમાં રજૂ કરાશે

By ETV Bharat Gujarati Team

Published : Feb 5, 2024, 3:54 PM IST

Updated : Feb 6, 2024, 4:15 PM IST

ભડકાઉ ભાષણ કરવાનો ગુનો

જુનાગઢ :31મી જાન્યુઆરીના દિવસે ભડકાઉ ભાષણ કરનાર મુંબઈના મૌલાના સલમાન અઝહરીને આજે જૂનાગઢની કોર્ટમાં રજૂ કરશે. ગઈકાલે પોલીસ તેને અમદાવાદથી જુનાગઢ લાવી હતી. જુનાગઢ પોલીસ અને અમદાવાદ એટીએસની ટીમે મુંબઈથી તેને ટ્રાન્ઝિટ વોરંટથી અમદાવાદ બાદ જુનાગઢ લઈને પહોંચી હતી. જુનાગઢ હેડ ક્વાર્ટર ખાતે મૌલાના સલમાન અઝહરીની જૂનાગઢ જિલ્લા પોલીસ સધન પૂછપરછ કરી હતી. આજે પોલીસ પકડમાં રહેલા મૌલાના સલમાન અઝહરીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, મૌલાના સલમાન અઝહરીની કોર્ટમાં પેશીને લઈને કોર્ટ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

મૌલાનાને મુંબઇથી પકડી લેવામાં આવ્યાં

આજે કોર્ટમાં રજૂ કરાશે : 31મી જાન્યુઆરીના દિવસે ભડકાઉ ભાષણ કરનાર મુંબઈના મૌલાના સલમાન અઝહરીને ગઈકાલે સોમવારે જૂનાગઢ પોલીસ હેડ પાટણ ખાતે એટીએસની ટીમ લઈને પહોંચી હતી. જુનાગઢ હેડ ક્વાર્ટર ખાતે મૌલાના સલમાન અઝહરીની જૂનાગઢ જિલ્લા પોલીસ સધન પૂછપરછ કરી હતી.

મુંબઈથી જુનાગઢ લાવવામાં આવ્યો ગત 31મી જાન્યુઆરીના દિવસે જુનાગઢની નરસિંહ વિદ્યા મંદિરના પટાંગણમાં મુંબઈના મૌલાના સલમાન અઝહરી દ્વારા નશા મુક્તિ અભિયાન અંતર્ગત ભાષણ આપવામાં આવ્યું હતું. ત્યારે આપવામાં આવેલા ભડકાઉ ભાષણને લઈને જુનાગઢ બી ડિવિઝન પોલીસ મથકમાં મૌલાના સલમાન અઝહરી સહિત જૂનાગઢના અન્ય બે લોકો સામે ભડકાઉ ભાષણ કરવાના ગુનામાં ફરિયાદ દાખલ થઈ છે. જે કેસમાં મુખ્ય આરોપી સલમાન અઝહરીને એટીએસ આજે મુંબઈથી જુનાગઢ લાવવામાં આવ્યો છે.

મૌલાના સલમાન અજહરી પર જૂનાગઢમાં ફરિયાદ : 31મી તારીખના દિવસે જૂનાગઢની નરસિંહ વિદ્યામંદિરમાં નશા મુક્તિ કાર્યક્રમ અંતર્ગત મુંબઈના મૌલાના સલમાન અઝહરીએ કોમી વૈમનસ્ય ફેલાય તે પ્રકારનું ભડકાઉ ભાષણ કર્યું હતું. સમગ્ર મામલામાં નશા મુક્તિ અભિયાનનું આયોજન કરનાર જુનાગઢના બે સ્થાનિક યુસુફ અને અંજુમ સાથે નશામુક્તિ અભિયાનમાં હાજર રહેલા મુંબઈના મૌલાના સલમાન અઝહરી વિરુદ્ધ ગુનો દાખલ થતાં મૌલાનાની મુંબઈથી અટકાયત કરવામાં આવી છે. ગુજરાત એટીએસ મૌલાનાને લઈને જુનાગઢ આવવા રવાના થઈ હતી.

સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો : 31મી તારીખના દિવસે જુનાગઢમાં રાત્રિના આઠથી દસ વાગ્યા દરમિયાન નશા મુક્તિ કાર્યક્રમની મંજૂરી લેવામાં આવી હતી. પરંતુ આ કાર્યક્રમ લાંબો ચાલ્યો હોવાને કારણે પણ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. જેમાં મૌલાના સલમાન અઝહરીએ કોમી વૈમનસ્ય ફેલાય તે પ્રકારનું ભડકાઉ ભાષણ જાહેર મંચ પરથી કર્યું હતું. જેને ધ્યાને રાખીને બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સાંગાણી દ્વારા વિધિવત રીતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા જૂનાગઢના બે સ્થાનિક યુસુફ અને અંજુમની જુનાગઢ પોલીસે પહેલેથી જ અટકાયત કરી છે. ત્યારે મૌલાના સલમાન અઝહરીની મુંબઈ એટીએસે અટકાયત કર્યા બાદ તેને ગુજરાત એટીએસને સોંપવામાં આવ્યો છે. જ્યાંથી એટીએસ અને જૂનાગઢની ટીમ મૌલાના સલમાન અઝહરીને લઈને જુનાગઢ આવી છે.

ભારતીય દંડસંહિતાની ધારા અન્વયે કાર્યવાહી :પોલીસ પકડમાં રહેલા જુનાગઢના બે સ્થાનિક યુસુફ અને અંજુમ કાર્યક્રમના આયોજકની સાથે મુખ્ય વક્તા તરીકે હાજર રહેલા મૌલાના સલમાન અઝહરી વિરુદ્ધ શાંતિ ભંગ અને ભડકાવ ભાષણ આપવાની ભારતીય દંડ સંહિતાની ધારા 153 બી 505 (2) 188 અને 114 અન્વયે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલાની તપાસ જુનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ જે જે પટેલ કરી રહ્યા છે. આજે મૌલાનાને જુનાગઢ લાવ્યા બાદ તમામ ત્રણેય આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ કોર્ટ દ્વારા આરોપીના રિમાન્ડ અને અન્ય કાયદાકીય કાર્યવાહીને લઈને જુનાગઢ પોલીસ કામ કરી રહી છે.

  1. Ram Mandir Pran Pratistha : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ભડકાઉ પોસ્ટ મૂકનારા 6 ઇસમોની ધરપકડ, શિનોર પોલીસની કાર્યવાહી
  2. Valsad Crime : ભડકાઉ પોસ્ટ વાયરલ કરનાર 4ની દમણ પોલીસે ધરપકડ કરી, શાંતિ સમિતિ બેઠક બોલાવાઇ
Last Updated : Feb 6, 2024, 4:15 PM IST

ABOUT THE AUTHOR

...view details