ગુજરાત

gujarat

ETV Bharat / state

સિનિયર ખેલાડીઓ બન્યા જૂનાગઢની શાન, અખિલ ગુજરાત એથ્લેટિક્સ સ્પર્ધામાં મેળવ્યા 44 મેડલ - Junagadh senior players won medals - JUNAGADH SENIOR PLAYERS WON MEDALS

જે ઉમરે વ્યક્તિઓ નિવૃતિ લઈ પોતાનું બાકીનું જીવન જીવે છે એ ઉમરે જૂનાગઢના સિનિયર સીટીઝન એથ્લેટિકસ સ્પર્ધાઓમાં ભાગ લઈને જૂનાગઢને ગૌરવ અપાવી રહ્યા છે. નડિયાદ ખાતે અખિલ ગુજરાત એથ્લેટિકસ મંડળ દ્વારા 35 થી લઈને 90 વર્ષ સુધીના સિનિયર ખેલાડીઓ માટેની એથલેટીક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુનાગઢમાંથી 40 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જાણો... Junagadh senior players won medals

અખિલ ગુજરાત એથ્લેટિક્સ સ્પર્ધામાં મેળવ્યા 44 મેડલ
અખિલ ગુજરાત એથ્લેટિક્સ સ્પર્ધામાં મેળવ્યા 44 મેડલ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 12, 2024, 1:10 PM IST

Updated : Sep 12, 2024, 1:32 PM IST

સમગ્ર રાજ્યમાંથી અંદાજિત 400 જેટલા ખેલાડીઓએ એથ્લેટીક્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો (Etv Bharat Gujarat)

જૂનાગઢ: નડિયાદ ખાતે અખિલ ગુજરાત એથ્લેટિકસ મંડળ દ્વારા સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં સિનિયર ખેલાડીઓ માટે સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર રાજ્યમાંથી અંદાજિત 400 જેટલા ખેલાડીઓએ એથલેટીક્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સિનિયર ખેલાડીઓની સ્પર્ધામાં જુનાગઢમાંથી 40 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જે અંતર્ગત જૂનાગઢને ગૌરવ મળે તે પ્રકારે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મળીને કુલ 44 મેડલો જૂનાગઢ વાસીઓ જીતીને આવ્યા હતા.

અખિલ ગુજરાત એથ્લેટિક્સ સ્પર્ધામાં મેળવ્યા 44 મેડલ (Etv Bharat Gujarat)

જૂનાગઢના સિનિયર એથલીટોનો યશસ્વી દેખાવ:સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં યોજાયેલ 35 વર્ષથી લઈને 90 વર્ષ સુધીના સિનિયર સિટીઝન માટેની એથ્લેટિક સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં આ સ્પર્ધાની રમતોમાં સમગ્ર ગુજરાતમાંથી 400 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે જૂનાગઢમાંથી 40 જેટલા મહિલા અને પુરુષ ખેલાડીઓ પણ નડિયાદ ખાતે હાજર રહ્યા હતા. બે દિવસ માટે યોજાયેલ આ વિવિધ સ્પર્ધાઓમાં જુનાગઢના સિનિયર સિટીઝન એથલીટોએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મળીને કુલ 44 જેટલા પદકો પ્રાપ્ત કરીને જુનાગઢને ગૌરવની ક્ષણ અપાવી હતી.

સિનિયર ખેલાડીઓ બન્યા જૂનાગઢની શાન, (Etv Bharat Gujarat)

44 જેટલા પદકો જૂનાગઢને થયા પ્રાપ્ત: માસ્ટર એથ્લેટિક્સમાં વિવિધ કેટેગરીમાં દોડ, ઝડપી ચાલ, લાંબી અને ઊંચી કૂદ, લંગડી, વાંસકુદ ગોળા અને ચક્રફેકની સાથે હથોડા ફેક અને બરછી ફેક જેવી અનેક ઍથલેટિક્સની રમતો રમાડવામાં આવી હતી. જેમાં જૂનાગઢના રેવતુભા જાડેજાએ હેમરથ્રો ચક્ર અને ગોળા ફેંકમાં ત્રણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા. તો બીજી તરફ જૂનાગઢના જ રમાબેન જોષીએ ગોળા અને ચક્રફેકમાં સફળતાપૂર્વક ભાગ લઈને ત્રણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. ઉપરાંત જૂનાગઢના જ મહિલા સ્પર્ધક કિરણબેન રાવલે પાંચ કિલોમીટર 1800 અને 1500 મીટર રનીંગમાં ત્રણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને જૂનાગઢને સિનિયર સિટીઝન રમતગમતના ક્ષેત્રમાં બહુમાન અપાવ્યું છે.

સિનિયર ખેલાડીઓ બન્યા જૂનાગઢની શાન, (Etv Bharat Gujarat)

જૂનાગઢના ખેલાડીઓએ વિદેશમાં પણ કર્યો છે યશસ્વી દેખાવ: જૂનાગઢના સિનિયર સિટીઝન ખેલાડીઓ ન માત્ર ભારત પરંતુ વિદેશની ભૂમિમાં પણ આયોજિત થતા સિનિયર સિટીઝનો માટેના રમતોત્સવમાં યશસ્વી દેખાવ કરી ચૂક્યા છે. જૂનાગઢના હીરાબેન વાસણ, ભાનુબેન પટેલ, રેવતુભા જાડેજા સહિત જિલ્લાના ઘણા ખેલાડીઓ છે કે જેઓએ ચાઇના, થાઈલેન્ડ, રશિયા, ફ્રાંસ જેવા દેશોમાં સિનિયર સિટીઝનો માટે આયોજિત થતાં રમતોત્સવમાં ભાગ લઈને ગોલ્ડ મેડલ જીતવા સુધીની સીધી પણ પ્રાપ્ત કરી છે.

અખિલ ગુજરાત એથ્લેટિક્સ સ્પર્ધામાં મેળવ્યા 44 મેડલ (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. ખેડૂતોને મૂખેથી કોળિયો છીનવાઈ જવાનો ભય!, ઓલપાડમાં ડાંગરના પાકમાં 'સુકારા' નામના રોગની એન્ટ્રી - surat news
  2. ગુજરાતની પ્રથમ મહિલા ક્રિકેટર: ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં ગુજરાતની આ ખેલાડીઓનું આગવું સ્થાન… - GUJARATI WOMAN CRICKETER
Last Updated : Sep 12, 2024, 1:32 PM IST

ABOUT THE AUTHOR

...view details