જૂનાગઢ: ગઈ કાલે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બામણાસા ગામમાં કિસાન મહાપંચાયતનું આયોજન થયું હતું. જેમાં ખેડૂતોની સમસ્યા અને ખેડૂતો માટેની લડાઈ લડતા રાષ્ટ્રીય આગેવાન યોગેન્દ્ર યાદવ પણ ખેડૂત મહાપંચાયતમાં હાજર રહ્યા હતા. તેમણે ખેડૂતોની સમસ્યા અને ખાસ કરીને કૃષિ પાકોના પોષણક્ષમ ભાવોને લઈને એકમાત્ર એમએસપીનો કાયદો તમામ સમસ્યાનું નિરાકરણ છે તેવું જણાવ્યું હતું. સાથે સાથે તેમણે વર્ષ 2011માં નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી બન્યા તે સમયે આપેલા નિવેદનને યાદ અપાવીને કૃષિ પેદાશોના એમએસપીનો કાયદો ફરી બનાવે તેવી માંગ કરી હતી.
ખેડૂતોના રાષ્ટ્રીય નેતા યોગેન્દ્ર યાદવ જૂનાગઢમાં:જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બામણાસા ગામમાં રાષ્ટ્રીય કિસાન મહાપંચાયત દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોના રાષ્ટ્રીય હિતેચ્છુ અને પાછલા ઘણા વર્ષોથી ખેડૂતોની સમસ્યાને લઈને સમગ્ર દેશમાં આંદોલન ચલાવી રહેલા યોગેન્દ્ર યાદવે ખેડૂતોની સમસ્યાનો એકમાત્ર નિરાકરણ એમએસપી કાયદો હોવાની વાતનો પુનરુચાર કરીને કેન્દ્રની સરકારને આડેહાથ લીધી હતી. ખેડૂતોની જે સમસ્યા છે તેને એકમાત્ર એમએસપીનો કાયદો દૂર કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2011માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભારતના વડાપ્રધાનને એમએસપીનો કાયદો બનાવવાનો જે પત્ર લખ્યો હતો તેનો અમલ હવે તેઓ સ્વયંમ વડાપ્રધાન તરીકે કરે તેવી માંગ પણ યોગેન્દ્ર યાદવે કરી હતી.