1936માં બનેલ જૂનાગઢનો વેલીંગ્ડન ડેમ આજે 88 વર્ષ બાદ પણ છે અડીખમ, જાણો રસપ્રદ ઈતિહાસ - juanagadh News - JUANAGADH NEWS
જૂનાગઢમાં આવેલો વેલીંગ્ડન ડેમ આજે 88 વર્ષ પછી પણ અડીખમ છે. નવાબી સમયમાં બનેલો આ ડેમ આજે પણ જૂનાગઢવાસીઓને પીવાના પાણી પૂરુ પાડતાા એક મજબૂત વિકલ્પ તરીકે કાર્યરત છે. આધુનિક એન્જિનિયરિંગ કલા કૌશલ્ય વગર પણ ગિરનારના કાળા પથ્થરોથી બનેલો આ ડેમ આજે ભલભલા આધુનિક બાંધકામોને પડકાર ફેંકીને અડીખમ છે. juanagadh News Wellington Dam 88 Years old Dam Nawab Era Still Strong
![1936માં બનેલ જૂનાગઢનો વેલીંગ્ડન ડેમ આજે 88 વર્ષ બાદ પણ છે અડીખમ, જાણો રસપ્રદ ઈતિહાસ - juanagadh News Etv Bharat Gujarat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-07-2024/1200-675-21906697-thumbnail-16x9-b-aspera.jpg)
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
Published : Jul 9, 2024, 7:02 PM IST
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
જૂનાગઢઃ દાતાર અને ગિરનાર પર્વતોમાંથી વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે તે માટે જૂનાગઢના નવાબ મહોબત ખાન ત્રીજાના સમયમાં દાતાર પહાડો નજીક વેલીંગ્ડન ડેમ બનાવવામાં આવ્યો હતો. જે આજે 88 વર્ષ પૂર્ણ કરીને અડીખમ છે. જ્યારે ડેમને બાંધવામાં આવ્યો હતો ત્યારે આધુનિક ઇજનેરી કલા કૌશલ્યનો બિલકુલ ઉદય થયો ન હતો. તેવા સમયે પણ ભારતીય અને અંગ્રેજ ઇજનેરો અને કારીગરોએ ગિરનારના કાળા પથ્થરોમાંથી ડેમનું નિર્માણ કર્યુ હતું. આ ડેમ આજે 88 વર્ષ પુરા કરી ચૂક્યો છે.