અમદાવાદઃમહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારી દુબેની ચિંતાઓમાં વધારો થયો છે. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા તેમની વિરુદ્ધ એટ્રોસિટી મામલે ફરિયાદ દાખલ કરવાની માગ કરી છે.
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ લુણાવાડા ટાઉન પોલીસ મથકના પોલીસ ઈન્સપેક્ટરને ફરિયાદ કરી છે કે, ચાર દિવસ પહેલા વ્હોટ્સ એપમાં એક મિત્રએ મને વીડિયો મોકલ્યો હતો. તેમાં વિજયકુમાર ગલાભાઈ પરમાર નામના દલિત યુવાન મહિસાગર કલેક્ટર નેહા કુમારી દુબે સાથે જાહેર સરકારી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લોકોની સમક્ષ જાહેરમાં થયેલો સંવાદ હતો. તેમાં નેહા કુમારી જેવા ઉચ્ચ અધિકારીએ સાથી કર્મચારીઓ અને અન્ય નાગરિકો સાંભળી શકે તે રીતે જાહેરમાં જાતિવિષયક અપમાનિત કરતા અને સમગ્ર ગુજરાત અને દેશના દલિતો અને આદિવાસીઓને અપમાનીત કરતા, હડધૂત, તિરસ્કૃત કરે તેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. તેની અમે ફરિયાદ કરી રહ્યા છીએ.
વીડિયોમાં નેહા કુમારી દુબે વિજય પરમારને અયોગ્ય શબ્દો કહે છે, પછી ચપ્પલ ખોલ કે મારને જૈસા હૈ, વગેરે જેવા અપમાનિત શબ્દો કહે છે. વધુમાં વકીલો માટે પણ, કામ ધામ કુછ હૈ નહીં, પઠાઈ લીખાઈ કુછ હૈ નહીં, ખાલી વકીલ ચપ્પલ સે માર ખાને કે કામ કરતે હૈ. જેવા શબ્દોનો પ્રયોગ કરતા જોવા મળે છે.
તેમણે વધુમાં ફરિયાદમાં કહ્યું છે કે, આ સાથે જ નેહા કુમારી જનરલ કાસ્ટના લોકોના મનમાં દલિત અને આદિવાસી સમાજની છાપ ખરડાય, વૈમનસ્ય પેદા થાય તેવા ઈરાદે વર્ણન કરતા કહે છે કે આ લોકો એટ્રોસિટી ફરિયાદ કરવા જનરલ કાસ્ટના PSI/PI પાસે જ જતા હોય છે. તેથી તેઓ ફરિયાદ ના લેતા હોય તો તેમની સામે પણ ગુનો દાખલ કરી શકાય. આમ જામે દલિતો અને આદિવાસીઓ જનરલ સમાજને ટાર્ગેટ કરતા હોય તેવી વાત નેહા કુમારી દુબે દ્વારા જાહેરમાં લોકોની હાજરીમાં ઈરાદાપુર્વક કરી છે. જેનાથી દલિતો-આદિવાસીઓની લાગણી દુભાઈ છે. એક જાહેર સેવકને ના શોભે તેવું વર્તન કર્યું છે. તેમની સામે એટ્રોસિટી કાયદા અનુસાર યોગ્ય કાર્યવાહી કરવા અમે લેખિત ફરિયાદ કરીએ છીએ. તેમણે આ ફરિયાદ સાથે વીડિયો પણ પોલીસ અધિકારીને મોકલી આપ્યો હતો.
- દિવાળીના દિવસે પૂજન પૂરતું રહ્યું રોજમેળનું મહત્વ, કોમપ્યુટર યુગમાં ટ્રેન્ડ પણ બદલાયો? વાંચો ETV BHARAT નો ખાસ અહેવાલ
- કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા: દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે કચ્છ બન્યું મોસ્ટ ફેવરિટ ડેસ્ટિનેશન