જેસાવાડા ગામે આદિવાસી પરંપરાગત ગોળ ગધેડાનો મેળો યોજાયો દાહોદ: જિલ્લામાં પંરપરાગંત આદીવાસી સમાજનો ગોળગધેડાનો મેળો એટલે ભુતકાળમાં સ્વંયવર કહેવાતો હતો આ મેળામાં ગામની વચ્ચે 25થી 35 ફૂટ સુધીનો સીમળાનો થાંભલો રોપવામાં આવે છે. જેની ટોચ પર આગેવાનો દ્વારા ગોળ બાંધવામાં આવતો હતો. થાભલા ફરતે હાથમાં લીલી સોટીઓ લઈને યુવતીઓ ગોળની રખેવાળી કરતી. યુવતીઓનો માર ખાધા પછી પણ જે યુવાન થાભલા પર ચ઼ડીને પહેલો ગોળ ઉતારે તેને મનગમતી યુવતી સાથે લગ્ન કરવાની સમાજ પરવાનગી આપતો હતો જે વાતો નામ શેષ રહી જવા પામી છે.
ગોળ ગધેડાનો મેળો: ગોળ ગધેડાનો મેળો હોળીના તહેવાર પછી દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં યોજાય છે. આ મેળામાં યુવાન યુવક-યુવતીઓ પોતાના મનપસંદ સાથીદારને પસંદ કરી તેમની સાથે લગ્ન કરતાં હોય છે યુવકો એ યુવતીઓની માર ખાઈને ગોળની પોટલી ઉતારી લેતા હતા પરંતુ હવે આ મેળો ફક્ત પરંપરાગત મેળો રહેવા રહેવા પામ્યો છે.
જાણો શું છે મેળાની પરંપરા: ગોળ ગધેડાના મેળામાં આદિવાસી સિવાયના અન્ય સમાજના લોકો પણ જોવા મળે છે. આ પ્રસંગે મેળાના મેદાનની મધ્યમાં ૨૦થી ૨૫ ફૂટ ઊંચા લાકડાનો સમક્ષિતિજ લાંબો થાંભલો ઉભો કરવામાં આવે છે,જેના ઉપર કાણાં પાડી માણસ ઉભો રહી શકે તેવી રીતે ચાર પાંચ ફૂટના બે આડા લાકડાના પાટિયા ગોઠવવામાં આવે છે અને થાંભલાની ટોચ પર ગોળની એક પોટલી લટકાવવામાં છે. આ થાંભલાની આજુબાજુ કુંવારી કન્યાઓ હાથમાં વાંસની સોટીઓ લઈને ઢોલના તાલે ગીતો ગાતી ગોળાકારમાં નૃત્ય કરે છે. ત્યારે કન્યાઓના આ ટોળાની વચ્ચેથી બે-ત્રણ યુવાનો થાંભલા પર ચઠવાનો પ્રયત્ન કરે છે. થાંભલા પર ચડનાર યુવાનોને યુવતીઓ સોટીઓ (વાસની પાતળી લાકડી) વડે માર મારે છે છતાં પણ સોટીઓનો માર ખાઈને પણ કોઈ હોંશિયાર યુવાન થાંભલા ઉપર ચડી જાય છે અને ટોચ ઉપર બાંધેલી ગોળની પોટલી લઇ લે છે. તે પોટલીમાંનો ગોળ ખાય છે અને નીચે પણ ચારેબાજુ વેરે છે.
યુવાનોને ખાવો પડે છે માર: પોટલીનો ગોળો લેવા માટે આદિવાસી યુવાનોને ગધેડા જેવો માર ખાવો પડે છે. આ બધી ધાંધલ-ધમાલમાં થાંભલાની ટોચ સાથે બાંધેલી ગોળની પોટલી ક્યાંક ગાયબ થઈ ગઈ હોય ત્યારે પાછળથી થાંભલે ચડનાર યુવાન ગોળ વગર ગધેડો બનનાર પુરવાર થાય છે. કેટલાક જૂથોમાં યુવાન થાંભલા પર પોતાના જૂથનો ધ્વજ (ધજા) ફરકાવે છે કેટલાક આદિવાસી વિસ્તારમાં ગોળના બદલે તેના પર ધ્વજ લગાવવામાં આવે છે. જુના સમયમાં કોઈ યુવાન ગધેડા જેવો માર ખાઈને પણ જો ધ્વજ લાવે તો તે કન્યાઓના ટોળામાંથી મનપસંદ કન્યાને પરણી શકતો હતો. આ મેળો સમયના બદલાવ સાથે નામ શેષ રહી જવા પામ્યો છે.
વિજેતા યુવાનને મળે છે મનપસંદ કન્યા સાથે લગ્ન કરવાની અનુમતિ: વિજય મેળવી આદિવાસી યુવાન મનપસંદ કન્યા સાથે લગ્ન કરવાની અનુમતિ મેળવે છે આથી આ મેળો પ્રાચીન સ્વયંવરના જેવું સ્વરૂપ ધારણ કરે છે જેવી લોકવાયકાઓ જોડાયેલી છે.
- મધુબન ડેમના વચ્ચે આવેલ એક ટાપુ જેવા ડુંગર ઉપર આવેલ શીંગ ડુંગરી આજે પણ વિકાસથી વંચિત - Shing Dungri
- સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાયો બુથ કાર્યકર્તા સંમેલન - Kutch Lok Sabha